શોધમાં થયો દાવો : ઘરે બેઠા આ કામ કરવા વાળાને 17 લાખ રૂપિયા કમાવનારા જેટલી ખુશી થાય છે.

0
1464

યેલ અને ઓક્સફર્ડ યુનીવર્સીટીના શોધકર્તાઓએ ૧૨ લાખ લોકો ઉપર કરવામાં આવેલી એક શોધમાં દાવો કર્યો છે કે, દરરોજ કસરત કરવી પૈસા કમાવાથી પણ વધુ આનંદ આપે છે. તે આંનદ લગભગ ૧૭ લાખ રૂપિયા કમાવા બરોબર હોય છે. શોધમાં એ પણ જાણવા મળ્યું કે, શારીરિક એક્ટીવ લોકો પોતાના વિષે એટલું જ સારો અનુભવ કરતા હતા, જેટલો એક વર્ષમાં સાડા ૧૭ લાખ રૂપિયા કમાવા વાળા.

લોકો સાથે આવક, પસંદગીની કસરત, ડીપ્રેશન અને સ્ટ્રેસ સાથે જોડાયેલા પ્રશ્નો કરવામાં આવ્યા :

૧. શોધકર્તાઓએ પ્રતિયોગીઓને તેમની આવક વિષે પૂછીને તેને ૭૫ પ્રકારની શારીરિક એક્ટીવીટીમાંથી પોતાની પસંદગીની એક્ટીવીટી પસંદ કરવાનું કહ્યું. તેમાં બગીચાની સફાઈથી લઈને બાળકોની દેખરેખ, સાયકલીંગ, વેઈટ લીફટીંગ અને રનીંગ સામેલ હતા. સાથે જ પ્રતિયોગીઓ સાથે ઘણા મહત્વના પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા, જેવા કે છેલ્લા ૩૦ દિવસોમાં તેમને પોતાને કેટલા થાકેલા અનુભવ્યા છે. ભલે એ થાક સ્ટ્રેસ, ડીપ્રેશન કે કોઈ બીજી તકલીફને કારણે થતો હોય.

૨. શોધકર્તાઓએ જાણ્યું કે, નિયમિત વર્કઆઉટ કરવા વાળા લોકોએ પોતાને એક વર્ષમાં લગભગ ૩૫ દિવસ સુધી થાકેલા અનુભવ્યા હતા. જયારે કસરત ન કરવા વાળાને ૫૮ દિવસ સુધી થાકેલા અનુભવ્યા. યેલ યુનીવર્સીટીના એડમ ચેકરાઉંડ જણાવે છે કે, આમ તો હદથી વધુ કસરત કરવાથી આરોગ્ય ઉપર અવળી અસર પણ પડી શકે છે. કેમ કે શારીરિક એક્ટીવીટી એક મર્યાદિત સમય સુધી જ આપણી મેંટલ હેલ્થને જાળવી રાખી શકે છે, જેમ કે અઠવાડિયામાં ૩૦ થી ૬૦ મિનીટ સુધી કે ત્રણથી પાંચ ટ્રેનીંગ સેશન.

૩. ત્રણ કલાકથી વધુ કસરત નુકશાનકારક : શોધમાં એ વાત પણ સામે આવી છે કે, ત્રણ કલાકથી વધુ સમય સુધી કસરત કરવા વાળા પ્રતિયોગીઓનો મુડ ઓછા એક્ટીવ રહેવા વાળાથી પણ વધુ ખરાબ હતો. જે કસરત કરવાથી લોકોનો મુડ સારો થાય, તેમાં એરોબીક્સ, સાયકલીંગ અને જીમ એક્ટીવીટીઝ સામેલ હતી. એટલા માટે લોકોએ પોતાના સંપૂર્ણ આરોગ્યને સારું જાળવી રાખવા માટે મનપસંદ કસરત કરવી જોઈએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.