ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યો આ સવાલ : એ કોણ છે જે આખા 1 મહિના પછી તમારી પાસે આવે છે અને 24 કલાક પછી….

0
7384

નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં અમુક એવા સવાલો પૂછવામાં આવે છે, જે ઘણા અટપટા હોય છે. આ પ્રશ્નો સાંભળવામાં ઘણા વિચિત્ર પણ લાગી શકે છે. પણ તે એના સાચા જવાબ આપો એટલે તમારી નોકરી પાક્કી થઈ જાય છે. આજે અમે તમારા માટે એવા જ થોડા પ્રશ્ન અને જવાબ લઈને આવ્યા છીએ, જે સરકારી નોકરીના ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવે છે. કેમ કે આ પરીક્ષાની તૈયારી કરનારા ઘણા લોકો એવા હોય છે જેમણે ત્યાંથી પાછા ફરવું પડે છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન તમારી મનોઅવ્સ્થા જાણવા માટે ઈન્ટરવ્યું લેનાર વ્યક્તિ કાંઈક એવા પ્રશ્ન પૂછી લે છે, જેને તમે ક્યારેય ક્યાંય વાંચેલા જ નથી હોતા. ખાસ કરીને આવા પ્રકારના પ્રશ્ન તમારો IQ ટેસ્ટ કરવા માટે પૂછવામાં આવે છે. જેથી તમે પરિસ્થિતિ મુજબ નિર્ણય લઇ શકો છો કે નહિ એ જાણી શકાય. પૂછવામાં આવતા આ પ્રશ્ન એક જનરલ નોલેજ પણ છે, અને તેને એક કોયડો પણ માની શકાય છે. થોડી સેકન્ડ સુધી તેનો જવાબ આપવાનો પ્રયાસ કરો પછી છેલ્લે તેનો જવાબ જરૂર જુવો.

પ્રશ્ન 1 : શરીરનું કહ્યું અંગ હંમેશા ભીનું રહે છે?

જવાબ 1 : જીભ (માણસની જીભ હંમેશા ભીની રહે છે.)

પ્રશ્ન 2 : એ કોણ છે જે આખા એક મહિના પછી તમારી પાસે આવે છે, અને માત્ર 24 કલાકમાં જ જતી રહે છે?

જવાબ 2 : તારીખ. (દરેક તારીખ એક મહિના પછી આવે છે અને 24 કલાકમાં જતી રહે છે.)

પ્રશ્ન 3 : તમારા જમણા હાથમાં 3 સીતાફળ અને 4 સંતરા અને ડાબા હાથમાં 4 સીતાફળ અને 3 સંતરા છે, તો તમારી પાસે શું છે?

જવાબ 3 : મારી પાસે ખૂબ જ લાંબા હાથ છે.

પ્રશ્ન 4 : ટ્રાફિક સિગ્નલની શરૂઆત સૌથી પહેલા કોણે કરી હતી ?

જવાબ 4 : રેલ્વેએ સૌથી પહેલા ટ્રાફિક સિગ્નલની શરૂઆત કરેલ હતી.

પ્રશ્ન 5 : ભારત દેશમાં સિંચાઇનું સૌથી મોટું સાધન કયું છે?

જવાબ 5 : ભારતની નહેરો.

પ્રશ્ન 6 : તમે સવારે ઉઠો અને તમને ખબર પડે કે તમે પ્રેગ્નેન્ટ છો, એવામાં સૌથી પહેલા તમે શું કરશો?

જવાબ 6 : આ જાણીને હું ખુશ થઈશ, અને સૌથી પહેલા જઈને પોતાના પતિને આ ખુશીના સમાચાર આપીશ અને અમે ઉજવણી કરીશું.

પ્રશ્ન 7 : આપણા ભારત દેશમાં કુલ કેટલા ટકા ભાગમાં ખેતી થાય છે?

જવાબ 7 : 4.51% ભાગમાં.

પ્રશ્ન 8 : બે જોડિયા બાળકી શગુન અને શોભના મે માં પેદા થઈ હતી, પરંતુ તેમનો જન્મદિવસ જૂનમાં છે, આ કઈ રીતે શક્ય છે?

જવાબ 8 : કારણકે મે એક જગ્યાનું નામ છે.

પ્રશ્ન 9 : ક્યા દેશનું પ્રાચીન નામ પર્શિયા છે ?

જવાબ 9 : ઈરાનનું.

પ્રશ્ન 10 : IASના ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યુઅરએ કેન્ડિડેટ માટે એક કપ કોફી મંગાવી. કોફીનો કપ કેન્ડિડેટ સામે મૂકીને ઇન્ટરવ્યૂઅરે પૂછ્યું, what is before YOU?

જવાબ 10 : કેન્ડિડેટ એ કહ્યું T. કારણ કે ઇન્ટરવ્યૂ લેનારનો અર્થ હતો ‘U’ (alphabet) પહેલા શું આવે? એટલે તેણે સ્પષ્ટ કહ્યું કે ‘U’ પહેલા ‘T’ (alphabet) આવે.

પ્રશ્ન 11 : નેત્રદાનમાં નેત્રના ક્યા ભાગનું દાન કરવામાં આવે છે?

જવાબ 11 : કાર્નીયાને નેત્ર દાનમાં દાન કરવામાં આવે છે.