UPSC IAS ઈન્ટરવ્યું : ખિસ્સા માંથી નીકળી રહ્યો હતો રૂમાલ, પૂછી લીધું – What is That મિસ્ટર, જાણો સરસ જવાબ

0
1067

યુપીએસસી આઈએએસ ઈન્ટરવ્યું : યુપીએસસી પાસ કરી આઈએએસ અને આઈપીએસ બનવાનું આ દેશના લાખો યુવાનોનું સપનું હોય છે. હજારો તો એવા હોય છે જે ઘણા બધા વર્ષોથી આ પડકારરૂપ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેઓ ક્યારેક મેન્સ પરીક્ષામાં રહી જતા હોય છે તો ક્યારેક ઈન્ટરવ્યુંમાં. છેલ્લા સ્ટેજના ઈન્ટરવ્યુંમાં ક્યા પ્રશ્ન પૂછવામાં આવશે, તે પરીક્ષાની તૈયારી કરી રહેલા દરેક વ્યક્તિના મગજમાં ઉત્સુકતાનો વિષય હોય છે.

છેલ્લી ૨૦ થી ૨૫ મિનીટ દરમિયાન કેવા પકારના પ્રશ્ન પૂછીને ઉમેદવારની પર્સનાલિટીનો ટેસ્ટ લેવામાં આવે છે. સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) ના પૂર્વ ચેરમેન અને આઈએએસ ઓફિસર (૧૯૭૪ બેચ) રહી ચુકેલા દીપક ગુપ્તાએ ઈન્ટરવ્યુંને લઈને થોડી ટીપ્સ આપી છે. પોતાના પુસ્તક ‘દ સ્ટીલ ફ્રેમ: એ હિસ્ટ્રી ઓફ આઈએએસ’ ને લઈને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું છે કે ઈન્ટરવ્યું દરમિયાન ઉમેદવારનું વર્તન, તેના જવાબ કેવા હોવા જોઈએ.

આપવામાં આવ્યું એક રસપ્રદ ઉદાહરણ

દીપક ગુપ્તાએ જણાવ્યું, ઈન્ટરવ્યુંમાં પ્રેઝન્સ ઓફ માઈંડ હોવું ઘણું જરૂરી છે. એક ઘણું જુનું ઉદાહરણ આપું છું, ઈન્ટરવ્યું રૂમમાં એક ઉમેદવાર જેવા અંદર દાખલ થયા, તો તેના ચહેરા ઉપર પરસેવો આવી રહ્યો હતો. તે થોડો નર્વસ હતો. તેણે પોતાના રૂમાલથી પોતાનું મોઢું લુછી લીધું. રૂમાલ પાછો પોતાના પેન્ટના ખિસ્સામાં નાખી દીધો. જેવો તે આગળ વધ્યો, ત્યારે ઈન્ટરવ્યું બોર્ડના ચેરમેને આંગળીથી ઈશારો કરતા કહ્યું, What is ‘That’ મિસ્ટર.

ઉમેદવાર બોર્ડ ચેરમેનની આંગળીનો ઈશારો જોયો તો તેને લાગ્યું કે તે તેના ખિસ્સામાંથી બહાર નીકળી રહેલા રૂમાલ તરફ ઈશારો કરી રહ્યા હતા. થોડો તો તે ઇમ્બરેન્સ થયો. ત્યાર પછી તેણે જવાબ આપ્યો, ” ‘That Sir … is a demonstrative pronoun ” અને પોતાનો રૂમાલ અંદર કરી લીધો. આ ઉત્તમ જવાબ સાંભળીને ઈન્ટરવ્યું બોર્ડને ખબર પડી કે ઉમેદવારનું મગજ બરોબર યોગ્ય જગ્યાએ છે. તે એક ડેમોન્સ્ટ્રેટીવ પ્રોનાઉન છે.

દ સ્ટીલ ફ્રેમ : એ હિસ્ટ્રી ઓફ આઈએએસ

દીપક ગુપ્તાએ ‘દ સ્ટીલ ફ્રેમ : એ હિસ્ટ્રી ઓફ આઈએએસ’ માં ભારતમાં સિવિલ સેવાઓના ઈતિહાસ ઉપર ધ્યાન દોર્યું છે. આઝાદી પહેલા અને આઝાદી પછી યુપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં આવેલા તમામ ફેરફારો વિષેની પણ આ પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે.

દીપક ગુપ્તાએ સેંટ સ્ટીફન કોલેજ માંથી માસ્ટર અને જેએનયુ માંથી ઇન્ટરનેશનલ રીલેશનમાં એમફિલ કર્યું છે. ૨૦૧૧માં મીનીસ્ટ્રી ઓફ રીન્યુવલ એનર્જીમાં સેક્રેટરી પદ ઉપરથી નિવૃત્ત થયા પછી તે કંસલ્ટેન્ટ તરીકે વર્લ્ડ બેંક અને UNIDO માં પણ રહ્યા.હાલમાં તે NSEF ના મહાનિર્દેશક છે.

ઈન્ટરવ્યું દરમિયાન તમારા DAF ની મહત્વની ભૂમિકા હોય છે

યુપીએસસી સિવિલ સેવા પરીક્ષાના ઈન્ટરવ્યુંમાં તમારા ડીએએફ(ડીટેલ્ડ એપ્લીકેશન ફોર્મ) દ્વારા જ વધુ પ્રશ્ન પૂછવામાં આવે છે. ડીએએફ જોઇને ઈન્ટરવ્યું બોર્ડના સભ્ય પ્રશ્ન બનાવતા હોય છે. તમે ક્યાંથી પાસઆઉટ છો, ક્યા જીલ્લા, ગામના રહેવાસી છો, તમારું બેકગ્રાઉન્ડ, તમારી રૂચી વગેરે વગેરે પ્રશ્ન જરૂર પૂછવામાં આવે છે. તે વાત તમે એક ઉદાહરણથી સારી રીતે સમજી શકો છો. બે ઉમેદવારો પોતાના ડીએએફમાં લખ્યું હતું કે તેને ફિલ્મ જોવાનું ગમે છે. તો તેને તે ફિલ્મ વિષે પૂછવામાં આવ્યું કે જે તે સમયે નવી રીલીઝ થઇ હતી.

પદ્માવત કેવી લાગી?

યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા બ્રેક કરનારા ઉત્તર પ્રદેશના રહેવાસી સુરજ કુમાર રાયે જણાવ્યું, મને પૂછવામાં આવ્યું, ‘તમે છેલ્લી ફિલ્મ કઈ જોઈ હતી? મેં જવાબ આપ્યો પદ્માવત. તો મને પદ્માવતના ક્રીટીકલ રીવ્યુ પૂછવામાં આવ્યા. પૂછવામાં આવ્યું કે તમને પદ્માવત મુવી કેવી લાગી? મેં જવાબ આપ્યો કે ફિલ્મના ટેકનીકલ પાર્ટ, સેટ્સ ડીઝાઈન, વીજુઅલ ઘણા સરસ અને ઉત્તમ હતા. પરંતુ કહાની હજુ થોડી વધુ સારી થઇ શકતી હતી.

તો મને પૂછવામાં આવ્યું કે ફિલ્મની કહાનીમાં શું વાંધો હતો?

મેં જવાબ આપ્યો કે તે ફિલ્મમાં ઐતિહાસિક તથ્યોનું ધ્યાન નથી રાખવામાં આવ્યું. તે મલિક મોહમ્મદ જાયસી દ્વારા લેખિત પદ્માવતથી અલગ હતી. અને પછી જયારે ઐતિહાસિક તથ્યોને બદલવામાં આવ્યા છે, તો તે નામનો ઉપયોગ નહોતો કરવો જોઈતો. નામ કોઈ બીજું રાખી શકાતું હતું. કહાની બધાને ખબર હતી, બસ તેને લાંબી ખેંચવામાં આવી.

પોતાના આ જવાબને પોઝેટીવ નોટ સાથે પૂરો કરતા સુરજે છેલ્લે કહ્યું, આ ફિલ્મમાં આર્ટ એંડ ડીઝાઈનનું કામ ઘણું સારું હતું.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.