ઈન્ટરનેટ પર વાયરલ થઈ વાદળી આંખ વાળી સિંહણ, કારણ જાણીને હસવું રોકી શકશો નહિ

0
774

આ દુનિયામાં ઘણા અજીબોગરીબ પ્રકારના જીવ મળી આવે છે, જે પોતાની વિશેષતાઓને કારણે પોતાની અલગ જ ઓળખ ધરાવે છે. પણ શું તમે કયારેય એવી સિંહણ વિષે સાંભળ્યું છે જેની એક આંખ વાદળી હોય? એવી જ એક સિંહણ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, અને ઘણી વાયરલ થઈ રહી છે.

આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે, આફ્રિકા દુનિયાનો એવો દેશ છે જે પોતાની સંસ્કૃતિ અને વન્યજીવન માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. આ જ દેશમાંથી સામે આવ્યા છે એક એવી સિંહણના ફોટા જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

આ સિંહના ફોટા સામે આવતા જ લોકોએ એને નામ આપ્યું છે ‘Blue Eyed Lioness.’ એનું કારણ એ છે કે તેની એક આંખ વાદળી છે. આવો જાણીએ કે, છેવટે કઈ રીતે સિંહણની એક આંખ વાદળી થઈ ગઈ? આ ફોટો આફ્રિકાના શામવારી ગેમ રિઝર્વમાંથી આવ્યો છે.

ફોટાને જો ધ્યાનથી જોવામાં આવે તો ખબર પડે છે કે, સિંહણની ડાબી આંખ વાદળી છે. શરૂઆતમાં જયારે આ સિંહણનો ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવ્યો, તો લોકોએ સવાલ કરવાનો શરૂ કરી દીધો છે, આ સિંહણની એક આંખ વાદળી કઈ રીતે થઈ?

એના પર શામવારી ગેમ રિઝર્વના અધિકારીઓએ નિવેદન જાહેર કર્યું કે, થોડા દિવસો પહેલા આ સિંહણ એક જંગલી ડુક્કરનો શિકાર કરી રહી હતી. એ દરમિયાન જયારે સિંહણનો શિકાર એની સામે આવ્યો તો તેણે ઝપટીને ડુક્કરને દબોચવાનો પ્રયત્ન કર્યો, પણ તે જંગલી ડુક્કર શારીરિક રૂપથી ઘણો શક્તિશાળી હતો.

આ લડાઈમાં ડુક્કરે સિંહણને બરાબરની ટક્કર આપી અને આ લડાઈમાં સિહણની ડાબી આંખ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ. ડુક્કરના હુમલાથી સિંહણની આંખની નસ ફાટવા લાગી અને એનાથી આવેલા સોજાથી આ સિંહણની આંખ વાદળી થઈ ગઈ.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.