ભારતને એક તાંતણે ગૂંથનાર સરદાર પટેલ વિશેની આ 14 વાતો તમને ચકિત કરી દેશે

0
6480

પેઢીઓ વીતી જાય છે. ત્યારે જઈને ક્યારેક એક સાચા નેતાનો જન્મ થાય છે, જેમાં ઘણું અક્લ્પનીય કરવાની હિંમત હોય. ઘણું બધું કરી છૂટવાની હિંમત હોય. જેમનાથી કરોડો લોકોનું જીવન પ્રભાવિત થઇ જાય. સરદાર વલ્લભ ભાઈ પટેલ પણ તે નેતાઓમાંથી એક છે, જેને ભારતના સાચા સપુત, સાચા રાજનેતા કહેવામાં આવે છે. તેમની ઉપર આપણે ભારતીયોએ ગર્વ કરવો જોઈએ.

આપણામાંથી ઘણા ઓછા લોકોને ભારતીય સમાજ પ્રત્યે સરદાર પટેલના યોગદાનની બાબતમાં જાણકારી હશે. એક એવા સમયમાં જયારે આઝાદ ભારતમાં આઝાદીના ઘડવૈયાના યોગદાન ઉપર ચર્ચા થઇ હોય, આપણે તેમના વ્યક્તિત્વ વિષે જાણવું જોઈએ. અમે અહિયાં સંગઠિત ભારતના સરદાર પટેલની એવી અજાણી બાબતો વિષે તમને માહિતગાર કરાવીશું, જેના વિષે તમે કદાચ જાણતા ન હોય.

૧. સરદાર વલ્લભ ભાઈ પટેલ મન અને પ્રકૃતિથી ખેડૂત હતા. તેમ છતાંપણ તેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને એક સફળ વકીલ બન્યા. પોતાના સમયના નેતાઓ જવાહર લાલ નહેરુ અને મહાત્મા ગાંધીની જેમ તેમનો જન્મ કોઈ શ્રીમંત કુટુંબમાં નહિ, પરંતુ એક ખેડૂત કુટુંબમાં થયો હતો.

૨. કુટુંબની આર્થિક સ્થિતિ જોતા સરદાર પટેલને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ના કહી દીધી હતી. ગુજરાતની એક ઐતિહાસિક વિદ્યાલયમાં સરદાર પટેલે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. ખરાબ આર્થિક સ્થિતિ હોવા છતાંપણ પટેલના પિતાએ તેના શિક્ષણ માટે દેવું કરીને પૈસાની વ્યવસ્થા કરવાનું વિચાર્યું. પરંતુ વલ્લભ ભાઈને તે મંજુર ન હતું. તેનું પરિણામ એ આવ્યું કે, તેમણે લોકો પાસે પુસ્તકો માંગીને અભ્યાસ કર્યો અને આગળ વધ્યા.

૩. સરદાર પટેલ ને એમના મોટા ભાઈ વિઠ્ઠલ ભાઈ સાથે ખુબ હેત હતુ. તેમના મોટા ભાઈનાં નિધન વખતે સરદાર નાસિક જેલમાં હતા. વિઠ્ઠલ ભાઈનું નિધન વિદેશના વિયેનામાં થયું હતું ત્યાં વિઠ્ઠલ ભાઈ સાથે સુભાષચંદ્ર બોઝ હતા તેમણે ગાંધીજી ને તાર કરી ને લખ્યું હતું કે અંત્યેષ્ઠિ સરદાર ના હાથે થાય એવી વ્યવસ્થા ગોઠવજો.

મૃતદેહ મુંબઈ આવી ગયો પણ ગાંધીજી જાણતા હતા સરદાર જાતે પેરોલ પર છૂટવાની અરજી નહિ જ કરે. સરદારના અનેક સ્નેહી મિત્રોએ સરકારને વિનંતી કરી કે અંત્યેષ્ઠિ પૂરતા સરદારને જેલમાંથી મુક્ત કરાય. તો કેટલીક શરતો સાથે જેલમાંથી મુક્ત કરાશે એવું અંગ્રેજ સરકારે સરદાર ને જણાવ્યું.

સરદાર સ્વમાની હતા એક બાજુ એમના ભાઈ ના અવસાનનું દુઃખ અને બીજી બાજુ અંગ્રેજોની અપમાન કરનારી શરતોથી તેઓ ક્રોધે ભરાયા અને અંગ્રેજોને ચોખ્ખુ સંભળાવી દીધું કે, આવી કોઈ શરતે હું બહાર જવા નથી માંગતો. તમારે છોડવો હોય તો બિનશરતે છોડો, જ્યારે પકડવો હોય તો હું જ્યા હોયુ ત્યાંથી પકડજો.

અંગ્રેજોએ સરદારની બિન શરતી મુક્તિની વાત સ્વીકારી નહિ. અને અગ્નિસંસ્કાર સરદારની ગેરહાજરીમાં થયા. અગ્નિસંસ્કારનાં દિવસે નાસિક જેલમાં બેઠેલા વલ્લભભાઈની દશાની કલ્પના કરતા રૂવાંડા ઉભા થઇ જાય છે. સરદાર નું જ એક વાક્ય છે આપણે ગરીબ ભલે છીએ, પણ આપને દયાપાત્ર શા માટે થઈએ?

૪. ગાંધીજીને કાઠિયાવાડ ના 222 રજવાડા ભેટ આપવાનું સરદારે વચન પૂરું કર્યા પછી સૌથી પહેલા તેઓ પ્રભાસપાટણ ની મુલાકાતે ગયા ત્યાં સોમનાથ ના ભગ્ન શિવમંદિર ના અવશેષ જોઈ તે ખુબ વ્યથિત થયા હતા ત્યાંજ દરિયા કિનારે હળવેથી નીચા નમીને હાથમાં પાણી ની અંજલિ લઈને શિવમંદિર ના જીણોધ્ધારનો સંકલ્પ કર્યો.

ત્યાંજ ટ્રસ્ટ બનાવાનું સૂચન કર્યું ત્યારે ત્યાંજ જામ સાહેબે 1 લાખનું દાન અને શામળદાસ ગાંધીએ એકાવન હજારની જાહેરાત કરી દીધી હજુ ટ્રસ્ટ બનાવ્યું નહોતું એ પહેલા જ દાન નો ધોધ વહેવા માંડ્યો હતો. આમ કહી શકાય કે સરદાર પટેલે દેશ ને એક કર્યા પછી મંદિર બનવાના કાર્ય ને પ્રાયોરિટી આપી ને હિંદુઓ ની આસ્થા પાર થતા પ્રહારો પર મલમ લગાવવાનું કામ શરુ કરી દીધું હતું.

૫. હૈદરાબાદના નિઝામ અને જુનાગઢના નવાબે ભારતમાં પોતાના રજવાડા ભેળવવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. સરદાર પટેલે પોતાની બુદ્ધીનો પરિચય આપતા સેનાનો ઉપયોગ કર્યો. વર્ષ ૧૯૪૮માં હૈદરાબાદના નિઝામે ભારતમાં પોતાને ભેળવવા માટેની મંજુરી આપી દીધી. અને જુનાગઢ મા લોકતાંત્રીક રીતે મત અપાવીને જુનાગઢ ને ભારત મા ભેળવ્યું એમાં પણ સરદાર પટેલ અને બીજા ઘણા બધા લોકો નો સહિયારો ઐતિહાસિક પ્રયાસ રહ્યો હતો.

૬. સરદાર પટેલ આધુનિક કપડા પહેરવાના શોખીન હતા. તેઓ પોતાનો કોટ ધોવડાવા ને ઈસ્ત્રી માટે અમદાવાદ થી મુંબઈ મોકલતા એ પરથી સમજી શકો કે તેઓ કેટલા શોખીન હતા. તેમ છતાંપણ તેમણે ખાદી અપનાવી. અને આજીવન ખાદીના કપડા પહેર્યા.  ખાસ કરીને તેમની પ્રેરણા, ગાંધીજી હતા. પાછળથી તેમણે ઘણી વખત વિદેશી કપડાની હોળી સળગાવી હતી અને આંદોલનમાં ભાગ લીધો હતો.

૭. સરદાર પટેલ વકીલ બન્યા પછી પશ્ચિમ સંસ્કૃતિ અને અંગ્રેજોની સંસ્કૃતિમાં રંગાયા હતા પણ ગાંધીજીની સાથે ભળ્યા પછી તે ગાંધી માર્ગે સદાચારી જીવન જીવતા હતા. સરદાર વલ્લભ ભાઈ પટેલ સ્વદેશીનાં મોટા સમર્થક હતા તેઓ કહેતા સ્વરાજ મળશે તો પણ જો સ્વદેશી ધર્મ નહિ પાળીએ તો સ્વરાજ ટકશે નઈ.

૮. સૌથી મોટા સમર્પણ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેવા જેવું તેમનું સૌથી મોટુ કામ પ્રધાનમંત્રી પદ ને ઠોકર મારી હતી.  વર્ષ ૧૯૪૬માં કોંગ્રેસ પાર્ટી જયારે પોતાના અધ્યક્ષ પદની ચુંટણી કરી રહી હતી, ત્યારે બહુમતી સરદાર પટેલના સમર્થનમાં હતી. એ ચૂંટાઈ ગયા છતાં પણ એમણે ગાંધીજી નાં કહેવાથી તરત જ પોતાનું નામ પાછુ ખેચી લીધું.

૯. સરદાર પટેલ શરણાર્થીઓ માટે ભગવાન સાબિત થયા. અને સરદાર પટેલને ભલે તેમની રાજનીતિક સૂઝ બુઝ માટે ઓળખાય છે, પરંતુ તે ન માત્ર ઈમાનદાર પરંતુ માનવતાવાદી પણ હતા. તેમણે એ સાબિત પણ કર્યું. તે જયારે આધુનિક ભારતના એકજૂથ જેવા મહાન કાર્યમાં લાગેલા હતા, ત્યારે તેમણે લાખોની સંખ્યામાં આવી રહેલા શરણાર્થીઓનું પણ ધ્યાન રાખ્યું હતું. તેમણે માત્ર હિંદુઓનું જ નહિ, મુસલમાનોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું.

૧૦.આઝાદ ભારતમાં કોંગ્રેસ પાર્ટીના સૌથી સક્ષમ નેતા હોવા છતાંપણ સરદાર વલ્લભ ભાઈ પટેલ પ્રધાનમંત્રી ન બની શક્યા. તે ઉપ પ્રધાનમંત્રી બન્યા. સરદાર પટેલનું પ્રધાનમંત્રી ન બનવા પાછળ ઘણી કહાનીઓ છે. પરંતુ એ પણ સત્ય છે કે, જો સરદાર પટેલને જવાહર લાલ નહેરુને બદલે આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બનવાની તક મળી હોત, તો ઈતિહાસ કાંઈક અલગ હોત.

૧૧. સરદાર પટેલ દેશને સુરક્ષિત રાખવા માંગતા હતા. તેમણે તેના માટે સિદ્ધાંતો પણ બનાવી રાખ્યા હતા. જવાહર લાલ નહેરુ કાશ્મીર સમસ્યાનું સમાધાન નહિ કરી શક્યા. કાશ્મીર બાબતમાં તે એક દિશાહીન રાજનેતા સાબિત થયા. જયારે સરદાર પટેલ પાસે આ સમસ્યાનું પણ સમાધાન હતું. તે સરદાર પટેલની જ રાજનીતિ હતી કે, ભારતીય સેના યોગ્ય સમયે કાશ્મીર પહોચી ગઈ અને તેને ભારતનું અંગ બનાવી દેવામાં આવ્યું.

૧૨. સરદાર પટેલ ભારતીય બંધારણ સભાના મહત્વના સભ્ય હતા, બાબા સાહેબ આંબેડકર સાથે મળી જેમણે ભારતનું બંધારણ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

૧૩. આ ભારત જે આજે જોવા મળી રહ્યો છે, ૫૬૫ સ્થાનિક રજવાડાઓનું એક સમૂહ છે. સરદાર પટેલે આ રજવાડાઓને એકત્રીકરણ કરી આધુનિક ભારતનું નિર્માણ કર્યું હતું. આઝાદી પછી ઘણા રજવાડા પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખવા માંગતા હતા, ત્યારે સરદાર પટેલ આગળ આવ્યા હતા. ખરેખર તેને આધુનિક ભારતના ઘડવૈયા કહેવા જોઈએ. આજના સમયમાં જયારે આપણે કોઈ એક વ્યક્તિને સમજાવીને તૈયાર નથી કરી શકતા, સરદારે તમામ રજવાડાના રાજાઓને એક જૂથમાં બાંધી દીધા હતા. રજવાડાઓએ પણ મોટુ મન રાખી ને એમના કામ ને ખુબ સહકાર આપ્યો હતો.

૧૪. સરદાર પટેલ રાષ્ટ્રવાદી હતા. તેમના માટે દેશ પહેલા હતો. તે તેમના વ્યક્તિત્વની મહાનતા હતી કે તેમણે ક્યારે પણ હોદ્દા માટે નહિ, પરંતુ દેશ માટે કામ કર્યું. હોદ્દો તેમના માટે મહત્વનો ન હતો, એ કારણ છે કે હવે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ‘સ્ટેચ્યુ ઓફ લીબર્ટી’ થી પણ ઊંચું બન્યું છે.

સરદાર વલ્લભ ભાઈ પટેલનો અમે સાચા હ્રદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. આધુનિક ભારત તેમની જ ભેંટ છે. તમે પણ ભારતના મહાન લોખંડી પુરુષન આભાર વ્યક્ત કરો. અને શેયર કરો.

આ માહિતી ટોપયપર્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.