ઈંટેલિજેંટ લોકો કંટાળી જાય છે ત્યારે કરે છે આવા આવિષ્કાર, ફોટા જોઈને તમે પણ ખુબ હસશો.

0
477

સામાન્ય નહિ પણ ખુબ ખાસ છે આ જુગાડ, ટેંશનમાં પણ આ ફોટાઓ જોઈને આવી જશે હસવું. આ દુનિયામાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધી શકાય છે. માણસનું મગજ એટલું તેજ છે કે તે કોઈ પણ રીતે પોતાનું કામ કાઢી જ લે છે. અને ઘણા લોકો તો એવા હોય છે જે ઓછું ભણેલા હોય છે અથવા અભણ હોય છે, છતાં પણ પોતાના મગજની કુશળતાથી દરેક કામ પૂરા કરે છે અને દરેક સમસ્યાનું નિવારણ કરે છે. લોકો પોતાનું કામ કરવા જુગાડની મદદ પણ લે છે. અને તેમના જુગાડ સફળ પણ થાય છે.

આજના આ લેખમાં અમે તમારા માટે અમુક એવા જ જુગાડના ફોટા લઈને આવ્યા છીએ, જેને જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે, લોકો આવા જુગાડ પણ કરી શકે છે. અને આ ફોટા જોઈને તમને હસવું પણ આવશે, કારણ કે આ ફની જુગાડ છે. તો આવો કેટલાક ઈંટેલિજેંટ લોકોની કલાકારી પર એક નજર ફેરવીએ.

(1) વોશ બેઝિનમાં ડોલ મૂકીને તેમાં પાણી ભરી શકાતું નથી, તેવામાં તેના માટે પાઇપનો ખર્ચ કરવાની જગ્યાએ કોઈ પણ ખાલી બોટલથી તમારું કામ થઈ શકે છે. આ મફત જુગાડ પૈસા અને સમય બંનેની બચત કરે છે. (2) બાથરૂમમાં શાવરનું સ્ટેન્ડ નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. સેલોટેપ તમારી મદદ કરશે.

(3) આ છે દેશી લાકડાવાળા ચૂલાનું અપડેટેડ વર્ઝન. અમને કેવું લાગ્યું આ જુગાડ? (4) ડ્રિંકની બોટલ ઠંડી કરવી છે પણ ફ્રીઝમાં જગ્યા નથી, તો ઘરના એસીનો આ રીતે કરો ઉપયોગ. મલ્ટી ફંક્શનલ એસી છે આ તો.

(5) કોઈ જણાવશે કયા ચાર્જરથી કયો મોબાઈલ ચાર્જ થઈ રહ્યો છે? (6) જૂના સીપીયુના બોક્સનો આનાથી ઉત્તમ ઉપયોગ શું હોય શકે છે.

(7) આ વેસપા છે, બુલેટ છે કે પછી સ્કૂટર છે? કાંઇ સમજાતું નથી. તમને ખબર પડે તો જણાવશો. (8) આને કહેવાય આત્મનિર્ભર કુલર. હોમ મેડ, સસ્તું અને ટકાઉ થ્રી ઇન વન ક્વોલિટી વાળું કુલર.

(9) અમિતાભ બચ્ચનના ગીતની એક લાઇન તમે સાંભળી હશે કે, ‘ડિગ્રી હે પર કામ નહીં હે’. આ ભાઈ સાથે પણ એવું જ થયું એટલે ચા વેચવી પડી રહી છે. (10) ગલી ક્રિકેટમાં હમેશા સ્ટેમ્પની અછત જોવા મળે છે. એવામાં આ જુગાડથી કામ થઈ શકે છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.