ATM કાર્ડ પર મળે છે 10 લાખનો ઇન્સ્યોરન્સ, જાણો કેવી રીતે લાભ મળી શકે

0
3955

મિત્રો આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીનો એટલો વિકાસ થયો છે, કે તમે બધા કામ સરળતાથી અને ઝડપથી કરી શકો છો. જેવી જ કોઈ નવી ટેક્નોલીજી આવે તો તેને અપનાવી લેવામાં આવે છે. ઘણા ક્ષેત્રોમાં ટેક્નોલોજીના કારણે તેમાં કામ ખુબ ઝડપી થઈ ગયું છે. તેવી જ રીતે બેન્કિંગ ક્ષેત્રોમાં પણ ઘણો વિકાસ થયો છે. પહેલા બેન્કિંગ સેવા ઘણી ઓછી જોવા મળતી હતી. પણ આજે તમે કોઈ પણ જગ્યાએ તેની સેવાનો લાભ લઈ શકો છો. અને આજે અમે તમને તેમાંની એક સેવા જેને આજના સમયમાં દરેક વ્યક્તિ ઉપયોગ કરે છે એના વિષે જણાવીશું. અને એ છે ATM કાર્ડ.

ATM કાર્ડનો ઉપયોગ શોપિંગ કરવા અને પૈસા કાઢવા સહીત ઘણી બધા કામ કરવા માટે થાય છે. પરંતુ શું તમને ખબર છે કે ATM કાર્ડ ધરાવનારને ઈન્શ્યોરન્સ કવર પણ મળે છે. જો તમે આ વાતથી અજાણ છો, તો આજે અમે તમને એની જાણકારી આપીશું. જી હા, કારણ કે મોટાભાગના સરકારી અને પ્રાઇવેટ બેંક પોતાના ગ્રાહકોને એક્સીડેંટલ હોસ્પિટલાઇઝેશન કવર અને એક્સીડેંટલ ડેથ કવર આપે છે. એના અંતર્ગત આપવામાં આવતા કવરની રેન્જ 50,000 થી 10 લાખ રૂપિયા છે. જો કે આ સુવિધાને મેળવવા માટે તમારે તમારું બેંક ખાતું ચાલુ રાખવું પડશે.

આવી રીતે કરો ઈન્શ્યોરન્સ માટે ક્લેમ :

જો કોઈ ATM કાર્ડ ધારકનું મૃત્યુ થઇ જાય છે, તો એમના પરિવારના સભ્યએ એ બ્રાંચને જાણકારી આપવી પડશે, જ્યાં એનું એકાઉન્ટ ખોલાવેલું હોય છે. ત્યારબાદ ત્યાં વળતર માટે અરજી કરવી પડે છે. આ કામ 2 થી 5 મહિનાની વચ્ચે જ કરવું, નહિ તો લાભ નહિ મળે. તેમજ બેંક આ જાણકારી મેળવ્યા પછી એ ચેક કરે છે, કે 60 દિવસની અંદર કોઈ લેવડ દેવડ કરી છે કે નહિ. જણાવી દઈએ કે વિકલાંગતાથી લઈને મૃત્યુ થવા સુધી અલગ અલગ પ્રકારના વળતર આપવાની જોગવાઈ છે. સાધારણ એટીએમ, માસ્ટર કાર્ડ, કલાસિક એટીએમ પર પણ અલગ અલગ પ્રકારના વળતર મળે છે. સાથે જ તમે બેંકમાં જઈને એ પણ જાણી શકો છો કે તમારા કાર્ડ પર કેટલી રકમનો વીમો કરવામાં આવ્યો છે.

એને ક્લેમ કરવા માટે એક્સીડેન્ટ અથવા મૃતક વ્યક્તિ સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. જો વ્યક્તિ હોસ્પિટલમાં છે તો હોસ્પિટલ સાથે જોડાયેલા બધા દસ્તાવેજ દેખાડવા પડશે. અને જો વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું છે તો એના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ, પોલીસ રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ અને ડ્રાયવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. તમે તમારી બેંકમાં જઈને એવા વિષે વધુ વિસ્તારથી માહિતી મેળવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.