નોકરીનું ટેન્શન છોડી દો, એસબીઆઈ દ્વારા ઘરે બેઠા કમાવ 60 હજાર રૂપિયા મહીને, ફટાફટ જાણો રીત.

0
176

આ રીતે SBI માટે કામ કરીને ઘર બેઠા મોટી કમાણી કરી શકો છો, જાણો શું કરવું પડશે?

કો-રો-ના વાયરસ મહામારીમાં દરેક દેશોને મોટું નુકશાન થયું છે. કારખાના બંધ થવાથી લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે, જેથી પૈસા કમાવાની સૌથી મોટી સમસ્યા ઉભી થઇ ગઈ છે. સરકારે જયારથી લોકડાઉનમાં ઢીલ આપવાનું શરુ કર્યું છે ત્યારથી આર્થિક અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળી રહ્યો છે. તેથી પૈસા કમાવા માટે દરેક લોકો કામ શોધવામાં લાગ્યા છે.

જો તમે પણ પૈસા કમાવા માટે ઈચ્છુક છો તો આ સમાચાર તમારા માટે ઘણા કામના છે. અમે તમને એવા બિઝનેસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઘરે બેઠા મોટા પાયે પૈસા કમાઈ શકો છો. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ તમને 60,000 રૂપિયા મહીને કમાવાની તક આપી રહી છે. ખાસ કરીને તમે એસબીઆઈની એટીએમ ફ્રેન્ચાઇઝી લઈને સારી એવી કમાણી કરી શકો છો.

બેંક એટીએમ માટે ફ્રેન્ચાઇઝીનો ઉપયોગ કરે છે. જો તમે ફ્રેન્ચાઇઝી લેવામાં રસ ધરાવો છો તો તમારી પાસે ઓછામાં ઓછી 50-80 સ્કવેર ફૂટ જગ્યા હોવી જોઈએ. બીજા એટીએમથી તેનું અંતર 100 મીટર હોવું જરૂરી છે. તે એવી જગ્યા હોવી જોઈએ, જે લોકોને દુરથી દેખાઈ જાય.

તમારી પાસે આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ હોવું જોઈએ. તેની સાથે જ એડ્રેસ પ્રૂફ માટે રાશન કાર્ડ કે ઇલેક્ટ્રિકસીટી બીલ હોવું જરૂરી છે. બેંક એકાઉન્ટ અને પાસબુક પણ જરૂરી છે. ફોટોગ્રાફ, ઈમેલ આઈડી, ફોન નંબર આપવાનો રહેશે. જીએસટી નંબરની પણ જરૂર પડશે.

આવી રીતે કરો અરજી :

એસબીઆઈ એટીએમની ફ્રેન્ચાઇઝી કેટલીક કંપનીઓને પૂરી પાડે છે. તેમની સત્તાવાર વેબસાઈટ ઉપર વિઝીટ કરીને તમે અરજી કરી શકો છો. ભારતમાં એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ Tata Indicash, Muthoot ATM અને India One ATM પાસે છે. એટલા માટે તમે આ કંપનીઓની વેબસાઈટ ઉપર ઓનલાઈન લોગ ઈન કરીને તમારા એટીએમ માટે અરજી કરી શકો છો.

અને તેમાં ટાટા ઈંડીકેશ સૌથી મોટી અને જૂની કંપની છે. તેમાં 2 લાખ સિક્યોરિટી ડીપોઝીટ આપવાથી ફ્રેન્ચાઇઝી મળી જાય છે, જે રીફંડેબલ છે. તે ઉપરાંત 3 લાખ રૂપિયા વર્કિંગ કેપીટલ તરીકે જમા કરાવવાના રહેશે. આ રીતે કુલ 5 લાખ રૂપિયા આપવાના રહેશે.

જો આવકની વાત કરીએ તો દરેક કેશ ટ્રાંઝેક્શન ઉપર 8 રૂપિયા અને નોન કેશ ટ્રાંજેક્શન ઉપર 2 રૂપિયા મળે છે. વર્ષના આધારે રીટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ 33-50 ટકા છે. જો એટીએમ દ્વારા દરરોજ 250 ટ્રાંજેક્શન થાય છે, જેમાં 65 ટકા કેશ ટ્રાંજેક્શન અને 35 ટકા નોન કેશ ટ્રાંજેક્શન હોય તો માસિક આવક 45 હજાર રૂપિયાની આસપાસ રહેશે. જો દરરોજ 500 ટ્રાંજેક્શન થવાથી લગભગ 88-90 હજાર કમીશન થશે.

આ માહિતી ન્યૂજ 24 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.