છાતીમાં બળતરા થતી હોય અને પેટમાં એસિડ જેવી આગ અનુભવાતી હોય, તો જાણો 10 સરળ ઉપાય

0
13662

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય લક્ષણોમાં પેટમાં એસિડ બનવું, પેટ ફૂલવું, ગેસ થવો, મન ઘભરાવવું, ગળા અને છાતીમાં બળતરા કે દુ:ખાવો થવો વગેરે છે. માણસના પેટમાં એસિડ વધારે બનતા છાતીમાં બળતરા વધવા લાગે છે, જે પછી એસીડીટીમાં ફેરવાય જાય છે.

પેટમાં એસીડીટી થતી રોકવા અને છાતીમાં દુ:ખાવો અને બળતરાનો ઈલાજ કરવાં લોકો દવા લે છે. પણ ઘરેલુ ઉપાય અને દેસી આયુર્વેદિક નુસખાથી પણ આ સમસ્યા સરળતાથી દૂર કરી શકાય છે. આજે અમે એના વિષે તમને જણાવીશું. પણ એસીડીટીના ઉપાય જણાવવાં પહેલા તમને પેટમાં એસિડ બનવાના કારણ જણાવી દઈએ.

પહેલા તો એ જાણી લઈએ કે છાતીમાં બળતરા કેમ થાય છે? આપણા પેટમાં એસિડ બને છે જે ખાવાને પચવામાં મદદ કરે છે, પણ જયારે આ એસિડ વધારે બનવા લાગે એસીડીટીનું સ્વરૂપ લે છે, તે કારણે પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા થતી રહે છે.

શરીરમાં એસિડ વધારે બનવાનું સૌથી પહેલું કારણ એ છે કે, આપણે ઘરનું ખાવાનું છોડીને ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરીએ છીએ. ઘરે વધારે તળેલું, ખાટ્ટુ અને મસાલેદાર ખાવાથી પણ પેટમાં એસિડ વધારે બને છે. ચા, કોફી, ધુમ્રપાન, કોલ્ડ ડ્રિન્ક અને દારૂના વધારે સેવનથી પણ એસીડીટીની સમસ્યા થવા લાગે છે.

તેમજ પ્રેગ્નેસી દરમ્યાન છાતીમાં દુ:ખાવો અને બળતરાની ફરિયાદ હંમેશા ઘણી ગર્ભવતી મહિલાઓને થાય છે. વાત વાત પર દુઃખાવો દૂર કરનારી દવાઓનું સેવન કરવાથી પણ આ સમસ્યા થાય છે. આના સિવાય લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું અને ભૂખથી વધારે ખાવાનું ખાવાથી પણ આ સમસ્યા થવા લાગે છે.

હવે એના ઘરેલુ ઉપાય જાણીએ :

(1.) સૌથી પહેલો ઉપાય એ છે કે આ સમસ્યાઓથી બચવા માટે ભોજન કર્યા પછી થોડી વરિયાળી ખાવી જોઈએ. અને વરિયાળી વાળી ચા નું સેવન કરવાંથી પણ રાહત મળે છે. (2.) તેમજ પેટમાં એસિડ બનવાનું ઓછું કરવા માટે જીરું પણ એક રામબાણ ઈલાજ છે. એના માટે અડધાથી એક ચમચી જીરું કાચું ચાવીને ખાઈ લો, અને 10 મિનિટ પછી નવસેકા પાણી પી લો. અને આ ઘરેલુ નુસખો અપનાવવાથી ભયંકર એસિડિટીથી રાહત મળે છે.

(3.) રસોડામાં રહેલી નાનકડી એલચી પણ પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે. જ્યારે પણ છાતીમાં બળતરા કે દુ:ખાવો અને એસિડ બનવાના લક્ષણ દેખાય તો 2 એલચી ખાઈ લો. તેમજ એલચીને પાણીમાં ઉકાળીને પીવાથી પણ આરામ મળે છે. (4.) તમારી એસીડીટીને દૂર કરવા માટે ઠંડુ દૂધ પણ ઘણું ફાયદાકારક હોય છે. ઠંડુ દૂધ પીવાથી તરત આરામ મળવા લાગે છે. અને દૂધ પેટમાં એસિડ બનવા દેતું નથી.

(5.) જો પેટમાં એસિડ વધારે બને છે તો તુલસીના પાંદડા ખાવા જોઈએ. અથવા તુલસીના પાંદડાને પાણીમાં ઉકાળીને એ પાણી પી લો. (6.) તેમજ જમ્યા પછી ગોળ ખાવાથી પણ પાચન ક્રિયામાં સુધારો જોવા મળે છે.

(7.) ભોજન કરતા પહેલા એલોવેરા જ્યુસ પીવાથી છાતીમાં બળતરા અને દુ:ખાવાનો ઈલાજ થાય છે. અને જો તમને એસીડીટી વધારે છે, તો જમ્યાના અડધા કલાક પછી એલોવેરા જ્યુસ પીવું. આ ઉપચારથી એસોડીટીનો સ્થાયી ઈલાજ કરી શકાય છે.

(8.) અન્ય ઉપાય એ છે કે પેટમાં એસિડ બનવાથી થતી સમસ્યાઓ દૂર કરવા લસણનું સેવન કરવું. (9.) પેટમાં વધારે બનતા એસિડના ઉપચારમાં યોગ પણ ફાયદાકારક સાબિત થાય છે. કપાલભાતિ પ્રાણાયામ અને ભાસ્ત્રિકા પ્રાણાયામ દરરોજ કરવાથી એસિડથી બચાવ થઇ શકે છે. (10.) જો તમે વધારે ખાવાનું ખાઈ લીધું છે, તો સેકેલું જીરું અને કાળામરી પાઉડર છાસમાં નાખીને પીવો. આનાથી પેટમાં વધારે એસિડ બનતો નથી.

છાતીમાં બળતરા અને પેટમાં એસિડના અન્ય ઉપાય :

એક વાતનું ધ્યાન રાખવું કે પેટમાં એસિડની સમસ્યા વધારે થવા પર વધારે ખાવાનું ખાવાથી બચવું જોઈએ. જયારે આપણે પેટ ફૂલ થયા પછી પણ ખાવાનું ખાઈએ છીએ, ત્યારે તે એસીડીટી અને છાતીમાં બળતરાનું મુખ્ય કારણ બને છે. પેટ અને ગેસથી જોડાયેલી સેંકડો બીમારીઓથી બચાવે છે -ગેસ્ટ્રો સંજીવની.

પરેજી :

એસીડીટી અને છાતીમાં બળતરાના ઈલાજ માટે દવા અને ઉપાય કરવાની સાથે સાથે આ પણ જાણી લો કે, શું ખાવું જોઈએ? અને શું ન ખાવું જોઈએ? આ રોગની પરેજીમાં વધારે મરચા વાળો આહાર, ફાસ્ટ ફૂડ, તળેલું ખાવાનું, કોલ્ડ ડ્રિન્ક, પકોડા, પુરી, પરાઠા, ચા, કોફી અને કાચા ફળ ખાવા નહિ.

તેમજ પેટમાં એસિડને નિયત્રિત રાખવા માટે પાણી વધારે પીવું જોઈએ. એસીડીટીને કારણે પેટ ગળું અને છાતીમાં બળતરા રહે છે તો કેળું ખાવું જોઈએ. કારણ કે કેળામાં એસીડ સામે લડવાની શક્તિ હોય છે. આહારમાં ખાટ્ટી વસ્તુનું સેવન કરો નહિ. ખાટી વસ્તુમાં એસિડની માત્રા વધારે હોય છે જેનાથી પેટમાં એસીડ બને છે.

તમે સવાર, બપોર અને રાતના નાસ્તા અને ભોજનનો સમય નિર્ધારિત કરો, અને દરરોજ તે જ સમયે ખાવાનું ખાઓ. ખાવાનું હમેશા ધીરે ધીરે અને ચાવી ચાવીને ખાવું જોઈએ. જલ્દી ખાવાનું ગળવાથી આને પચાવવા માટે પેટમાં વધારે એસીડ બનતું રહે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પણ એસીડીટી થઇ શકે છે, એટલા માટે ૩ થી 4 કલાકમાં કંઈક ખાઈ લેવું જોઈએ.