તમે ક્રિકેટ જોતા રહી ગયા આ બાજુ આ મહિલા ખેલાડીએ ઇતિહાસ રચી દીધો

0
1507

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, જેવું કે તમે જાણો છો કે હમણાં ક્રિકેટ વર્લ્ડ કપ પૂર જોશમાં ચાલી રહ્યો છે. અને ભારતીય ટિમ એમાં સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી ચુકી છે. અને દરેક વ્યક્તિની નજર ભારતીય ક્રિકેટ ટિમ પર ટકેલી જ છે. પણ ભારતની દીકરી રેસમાં ગોલ્ડ મેડલ જીતીને લાવી છે. એણે ભારતનું નામ રોશન કર્યું છે, પણ ઘણા ઓછા લોકો એના વિષે જાણે છે.

ભારતની નેશનલ રેકોર્ડ હોલ્ડર દુટી ચંદે ઇટલીમાં રમાઈ રહેલ વર્લ્ડ યુનિવર્સલ ગેમ્સમાં ઇતિહાસ રચ્યો છે. દુટી ચંદ અહીં મહિલાઓના ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીતવાવાળી પહેલી મહિલા બની ગઈ છે. દુટી ચંદે 100 મીટર રેસ 11.32 સેકન્ડમાં પુરી કરીને રેસ જીતી છે. સ્વિત્ઝરલેન્ડની ડેલ પોંટે 11.33 સેકન્ડ સાથે બીજા નંબર પર અને જર્મનીની ક્વાયાઈ 11.39 સેકન્ડ સાથે ત્રીજા નંબર પર રહી છે.

11.24 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ રાખવા વાળી દુટી ચંદ કોઈ વૈશ્વિક ઇવેન્ટમાં 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતવા વાળી પહેલી મહિલા બની ગઈ છે. ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો હિમા દાસ પછી દુટી ચંદ બીજી રેસર છે જેમણે ગ્લોબલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હિમાએ ગયા વર્ષે વર્લ્ડ જુનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર રેસ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

“મને નીચે ખેંચો, હું હજુ મજબુતીથી ઉપર આવીશ.”

દૂતી વર્લ્ડ યુનિવર્સીયાડના ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીતવા વાળી બીજી ભારતીય છે. તેનાથી પહેલા 2015 માં ઈંદ્રજિત સિંહે શોટપૂટમાં પહેલો સ્થાન મેળવ્યો હતો. જીતની ખુશીને ટ્વીટર પર શેયર કરતા દૂતીએ જણાવ્યું કે “મને નીચે ખેંચો, હું હજુ મજબુતીથી ઉપર આવીશ, વર્ષોની કરેલ ઘણી મહેનત અને તમારા આશીર્વાદથી મેં વર્લ્ડ યુનિવર્સીટી ગેમ્સની 100 મીટર રેસમાં ગોલ્ડ જીતીને રેકોર્ડ બનાવ્યો.” સિલ્વર ઓર બ્રાઊઝ મેડલ વિજેતાની સાથે ફોટો પોસ્ટ કરતા દૂતીએ લખ્યું, “મારી સાથે ફોટોમાં બધા વિજેતા છે”.

રાષ્ટ્રપતિએ આપ્યા અભિનંદન :

આ ક્ષણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ખેલ મંત્રી કિરણ રિજિજૂએ દૂતીને આપ્યા અભિનંદન. રિજિજૂએ રેસનો એક વિડિઓ પણ પોતાના હૈંડલ પર શેયર કર્યો છે. રાષ્ટ્રપતિને ધન્યવાદ આપતા દૂતીએ જણાવ્યું કે, તે ઓલમ્પિકમાં પણ પોતાનો સર્વશ્રેષ્ઠ આપીને ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયત્ન કરશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.