દરેક ભારતીયએ જરૂર વાંચવું જોઈએ ભારત અને તુર્કી વચ્ચેના આ સંબંધ વિષે.

0
239

ટર્કી અને આપણા દેશમાં કોમન છે 9000 શબ્દો, જાણો એવી વાતો જે દરેક ભારતીયને ખબર હોવી જોઈએ. તુર્કી કે ટર્કી કે તેનું સાચું નામ રીપબ્લિક ઓફ તુર્કી જે પણ કહો, આ સુંદર દેશ દરેક ભારતીયને કોઈને કોઈ રીતે આકર્ષે છે. દરિયા કાંઠા અને ભીડભાડવાળા બજારો ઉપરાંત સમૃદ્ધ ઈતિહાસવાળા તુર્કી વિષે દરેક ભારતીયે આ વાતો જાણવી જોઈએ.

પ્રાચીન ભારત અને અનાતોલીયા જે વર્તમાન ટર્કી છે, કહેવામાં આવે છે કે બંને દેશો વચ્ચે આર્થિક અને સંસ્કૃતિક સંબંધ વૈદિક યુગ (૧૦૦૦ ઈ.સ. પૂર્વ) થી પહેલાના છે. પહેલા વિશ્વ યુદ્ધમાં ભારતે અંગ્રેજો વિરુદ્ધ ટર્કીનો સાથ આપ્યો હતો.

ભારત અને ટર્કી વચ્ચે ઐતિહાસિક સંબંધ ઘણા ગાઢ છે. તુર્ક સુલતાનો અને મુસ્લિમ શાસકો વચ્ચે રાજનૈતિક મિશનોની પહેલી આપ લે વર્ષ 1481-82 સુધી રહ્યા છે. પછી 5 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી મળ્યા પછી ટર્કીએ ભારતને માન્યતા આપી, અને બંને દેશો વચ્ચે રાજકીય સંબંધ સ્થાપિત થયા. આમ તો અમુક કારણો સર દ્વિપક્ષીય સંબંધ એટલા સારા વિકસિત થઇ શક્યા નથી.

કલ્ચરલ ઓવરલેપની વાત કરીએ, તો બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સમાનતા સંબંધોની એક મજબુત કડી છે. ભાષા, સંસ્કૃતિ અને સભ્યતા, કળા અને વાસ્તુકલા અને વેશભૂષા અને ભોજન જેવા ક્ષેત્રોમાં ભારત ઉપર તુર્ક પ્રભાવ ઘણો રહ્યો છે. જો માત્ર ભાષાઓની વાત કરીએ તો ભારત અને ટર્કીની ભાષાઓમાં 9,000 થી વધુ શબ્દો કોમન છે.

થોડા સમય પહેલા સુધી ટર્કી કશ્મીર વિવાદ ઉપર પાકિસ્તાનની સ્થિતિના એક મુખ્ય સમર્થક હતા. ન્યુક્લીયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતને સામેલ કરવા માટે ટર્કી પણ થોડાક વિરોધીઓમાંથી એક હતું. પરંતુ હાલના વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધ સામાન્ય રણનીતિ લક્ષ્યોને કારણે સુધર્યા છે. હવે ફરીથી શિક્ષણ ઉદ્યોગ અને વાણીજ્યના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર વધી રહ્યો છે.

ભારતનું જીએમઆર ગ્રુપ ઇસ્તાંબુલમાં સબીહા ગોકેન ઈંટરનેશનલ એયરપોર્ટના મુખ્ય હિતેચ્છુમાંથી એક છે. હવે બંને દેશ મુખ્ય અર્થવ્યવસ્થાઓના જી 20 સમૂહના સભ્ય છે, જ્યાં બંને દેશોએ વિશ્વ અર્થવ્યવસ્થાના પ્રબંધન ઉપર નજીકના સહયોગીની ભૂમિકા ભજવી છે. જુલાઈ 2012 માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 7.5 બિલીયન અમેરિકી ડોલર હતો, આ આંકડા 2015 સુધી ઘણા વધી ચુક્યા હતા, જો કે 2020 સુધી કાયમ છે.

ભારત સાથે ટર્કીની હાલની દુશ્મનીની કડી કશ્મીર જ છે. ટર્કીના રાષ્ટ્રપતિ રચપ તૈયપ એર્દવાને કશ્મીર ઉપર પાકિસ્તાનના વલણનું ઘણું સમર્થન કર્યું છે. ત્યાં સુધી કે ટર્કીએ સંયુક્ત રાષ્ટ્રમાં પણ કશ્મીર મુદ્દો ઉઠાવ્યો જેને લઈને ભારત તરફથી આકરી પ્રતિક્રિયા આવી. જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 દુર કર્યાને આ 5 ઓગસ્ટના રોજ એક વર્ષ પૂરું થઇ ગયું, તો ટર્કીએ મૌન ન રાખ્યું અને પાકિસ્તાનની વાતને સમર્થન આપ્યું.

ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુ આધુનિક ટર્કીના સંસ્થાપક મુસ્તફા કમાલ અતાતુર્કની રાજકીય વિચારધારાની ઘણી પ્રશંસા કરતા હતા. પાશાએ ટર્કીને એક બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક દેશ બનાવ્યો જો કે કોઈ પણ ઇસ્લામિક દેશ માટે મુશ્કેલ કામ છે. આમ તો શીતયુદ્ધ દરમિયાન ભારત અને ટર્કીના સંબંધોના સમીકરણ ઝડપથી બદલાવા લાગ્યા. ટર્કી અમેરિકી ટુકડીમાં સામેલ થઇ ગયું જયારે ભારત ગુટ-નિરપેક્ષ આંદોલનનો ભાગ હતું અને રશિયાની વધુ નજીક હતું. 1965 અને 1971 ના યુદ્ધમાં જયારે ટર્કીએ પાકિસ્તાનને સમર્થન આપ્યું, તો બંને દેશોના સંબંધોમાં કડવાશ ઘણી વધી ગઈ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.