ભારતીય રેલવે આપવા જઈ રહી છે 3 લાખ કર્મચારીઓને હંમેશાની રજા, આ લોકોની જશે નોકરી, જાણો વધુ વિગત

0
536

ભારતીય રેલ્વે કામચોરી કરવા વાળા કર્મચારીઓને છુટા કરવાની તૈયારીમાં છે. પીટીઆઈ – ભાષાના અહેવાલ મુજબ, રેલ્વેએ તમામ ઝોનલ ઓફીસમાંથી એવા કર્મચારીઓની યાદી તૈયાર કરવાનું જણાવ્યું છે. સમાચાર એજન્સીએ રેલ્વે મંત્રાલય સાથે જોડાયેલા એક સૂત્રના હવાલેથી જણાવ્યું છે કે, એક આદેશ બહાર પાડવામાં આવ્યો, જેમાં એવા લોકોની યાદી બનાવવા માટે જણાવવામાં આવ્યું છે, જે ૫૫ વર્ષની ઉંમર પાર કરી ગયા છે કે ૨૦૨૦ ના પહેલા ક્વાર્ટર સુધી રેલ્વેમાં તેમની નોકરીના ૩૦ વર્ષ પુરા થઇ ગયા છે.

આમ તો તે બાબતમાં રેલ્વે તરફથી મંગળવારે સ્પષ્ટીકરણ બહાર પાડવામાં આવ્યું, અને તેને રૂટીન પ્રક્રિયા ગણાવવામાં આવી છે. રેલ્વે તરફથી ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ આદેશ બહાર પાડવામાં આવ્યા છે. તેની સાથે જ તેમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ વચ્ચે અલગ અલગ વર્ગોમાં ૧,૮૪,૨૬૨ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. અને ૨,૮૩,૬૩૭ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાંથી લગભગ દોઢ લાખ જગ્યાઓ માટે પરીક્ષા પૂરી થઇ ગઈ છે, અને બાકીની પ્રક્રિયા આવતા બે મહિનામાં પૂરી કરી લેવામાં આવશે.

અને અહેવાલ મુજબ, રેલ્વે બોર્ડે ઝોનલ ઓફિસોને જે પત્ર મોકલ્યો છે, તે મુજબ ઝોનલ રેલ્વે પાસેથી આશા રાખવામાં આવે છે કે, તે પોતાના સ્ટાફનું એક સર્વિસ રેકોર્ડ તૈયાર કરે, જેની સાથે તેની કામગીરી વિષે જણાવવામાં આવ્યું હોય. આ રેકોર્ડમાં તે કર્મચારીઓને લેવામાં આવે જે પોતાની ૫૫ વર્ષની ઉંમર પાર કરી ચુક્યા હોય, કે ૨૦૨૦ના પહેલા ક્વાર્ટર સુધી રેલ્વેમાં ૩૦ વર્ષ નોકરી કરી પેન્શન મેળવવા યોગ્ય થઇ ગયા હોય.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને જ ક્રાઈટેરિયામાં આવતા લોકોની એક યાદી તૈયાર કરવામાં આવે. ૨૦૨૦ના પહેલા ક્વાર્ટરનો અર્થ પત્રમાં સ્પષ્ટ કરતા તેને જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૦ દર્શાવવામાં આવ્યું છે.

૯ ઓગસ્ટ સુધી ઝોનલ ઓફીસ મોકલી આપશે યાદી :

રેલ્વેનો આ પત્ર ૨૭ જુલાઈએ બહાર પાડવામાં આવ્યો તેથી તે તારીખ આપવામાં આવી છે. સાથે જ તેમાં રેલ્વે બોર્ડે ઝોનલ ઓફિસોએ યાદી મોકલવાની છેલ્લી તારીખ ૯ ઓગસ્ટ નક્કી કરી છે.

રેલ્વે સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે આ એક સમય સમયે કરવામાં આવતી કામગીરી છે જેના દ્વારા તે કર્મચારીઓની માહિતી મેળવી શકાય છે જે કામ નથી કરી રહ્યા અને તેમની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરી તેને સમય પહેલા નિવૃત્ત કરી શકાય છે. આ સરકાર આવા પ્રકારની કાર્યવાહીને લઈને ઘણી ગંભીર છે.

આવા પ્રકારની કાર્યવાહી માટે જાગૃત છે સરકાર :

લોકસભાને હાલમાં જ એ માહિતી આપી દેવામાં આવી હતી કે, જુદા જુદા સરકારી વિભાગોમાં કામ કરવા વાળા વર્ગ-A અને વર્ગ-B ના ૧.૧૯ લાખથી પણ વધુ ઓફિસરોની કામગીરીની તપાસ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા સમય પહેલા નિવૃત્તિના કાયદા હેઠળ કરવામાં આવી હતી.

રેલ્વે સાથે જોડાયેલા વર્તુળો મુજબ હાલમાં રેલ્વેમાં ૧૩ લાખ કર્મચારી છે અને મંત્રાલય ઈચ્છે છે કે આ સંખ્યાને ઘટાડીને ૨૦૨૦ સુધીમાં ૧૦ લાખ સુધી લઇ જઈ શકાય.

કર્મચારીઓ વિષેની આ માહિતી મોકલશે ઝોનલ ઓફીસ :

ઝોનલ રેલ્વે ઓફિસરો દ્વારા કર્મચારીઓને માનસિક અને શારીરિક ફીટનેશ, તેની અપડેટ અને શિસ્ત વિષે માહિતી મગાવવામાં આવી છે. તે ઉપરાંત એક બીજો વિભાગ છે, જેમાં પૂછવામાં આવ્યું છે કે, કર્મચારીનો સંસાધનોના ખર્ચથી લઈને શું વલણ છે. તે પત્ર વ્યવહાર-મેલ વગેરે કરી શકે છે કે નહિ, અને તેના વર્તનનું પણ મુલ્યાંકન કરવાનું છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.