એક ઇન્ડિયન ફેમિલી બાલીની હોટલમાંથી આવું કરતા પકડાયો, ઘટનાનો વિડીયો થયો વાયરલ

0
903

મિત્રો, લોકો હોટલમાં રોકાય તો ત્યાંથી સાબુ કે શેમ્પુ વગેરે લઇ જતા હોય છે. પણ આવા લોકોની સંખ્યા ઓછી છે. પણ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે, તે આપણને શરમમાં મૂકી દે એવી છે. જણાવી દઈએ કે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં હોટલના રૂમમાંથી સામાન ચોરી કરનાર ભારતીય પર્યટકોનો ભાંડો ફૂટ્યો છે.

2 મિનિટનો આ શરમજનક વિડીયો ઇન્ડોનેશિયાના બાલીનો છે. એમાં હોટલનો એક કર્મચારી રિસોર્ટની બહાર ભારતીય પરિવારના બેગ્સને તપાસી રહ્યો છે. મળેલી જાણકારી અનુસાર પહેલાં ભારતીય પરિવારે ત્યાંના સ્ટાફની સાથે વિવાદ કર્યો હતો. પરંતુ તેમ છતાંપણ હોટલનો કર્મચારી તેમનો સામાન તપાસતો રહ્યો. તેણે એ બધી જ વસ્તુ બહાર કાઢી જે ભારતીય પરિવારે હોટલના રૂમમાંથી ચોરી હતી.

જણાવી દઈએ કે, એ ભારતીય પરિવારે ચોરેલા સામાનમાં ટુવાલ, ઇલેક્ટ્રોનિક અને સજાવટના સામાન સિવાય બીજી પણ વસ્તુઓ સામેલ હતી. આ વીડિયોમાં એક મહિલા ત્યાંના કર્મચારીને કહે છે કે, અમે માફી માંગીએ છીએ. આ એક ફેમિલી ટુર છે. અમે તમને નાણાં ચૂકવી દઇશું. અમને જવા દો કારણ કે અમારે ફલાઇટ પકડવાની છે. આ વીડિયોમાં અન્ય સુરક્ષાકર્મી પણ એ પરિવારના સામાનની તપાસ કરતાં જોવા મળે છે. એક ભાઈ એમ કહેતા પણ સંભળાઇ રહ્યો છે કે, હું ચૂકવણી કરી દઇશ. પરંતુ હોટલ કર્મચારીએ પૈસા લેવાની ના પાડી દીધી.

જવાબમાં ત્યાંના કર્મચારીએ કહ્યું કે, હું જાણું છે કે તમારી પાસે પૈસા છે પરંતુ આ સમ્માનજનક નથી. જણાવી દઈએ કે આ વીડિયો હેમંત નામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. એમણે કેપ્શનમાં લખ્યું હતું કે, આ ભારત માટે ખૂબ જ નિંદનીય. જે પણ વ્યક્તિ પાસે ભારતીય પાસપોર્ટ છે, તેમણે ધ્યાન રાખવું જોઇએ કે આપણે આપણા દેશના એમ્બેસડર છીએ, અને એ જ રીતે વર્તન કરવું જોઇએ. ભારતે આ લોકોનો પાસપોર્ટ રદ્દ કરી દેવો જોઇએ, જે આપણી વિશ્વસનીયતાને ખરાબ કરે છે.

અને આ વિડીયો સોશિયલ મીડિયા પર આ વાયરલ થયા બાદ ઘણા બધા યુઝર્સે એના પર તીખી પ્રતિક્રિયાઓ આપી. એક યુઝરે લખ્યું કે, આ તમામ ભારતીયો માટે ખૂબ જ શરમજનક છે. તો બીજા યુઝરે લખ્યું કે, ખૂબ જ નિંદનીય. જે પણ લોકો આ પરિવારને જાણે છે તેમણે વીડિયો વોટ્સએપ પર શેયર કરવો જોઇએ જેથી કરીને પાછા ભારત જઇને આ પરિવાર કોઇને મોં દેખાડી શકે નહીં. સરકારે તમામ એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ રજૂ કરવી જોઇએ જેથી કરીને તેમની સ્વદેશથી પરત ફરતાં જ ધરપકડ કરી શકાય.

મિત્રો, ચોરી કરવી ગુનો છે એ બધા જાણે જ છે. એટલે કોઈને આ બાબતે વધારે સમજાવવાની જરૂર નથી. પણ જો તમે આ રીતે ક્યાંક ગયા હોય અને તમારી સાથે આવેલ કોઈ અન્ય વ્યક્તિને તમે આમ કરતા જોવ તો તરત તેને રોકજો. આપણા દેશની લાજ જવા ના દેતા.

જુઓ વિડીયો :