ભારતના ભીમ કુંડ રહસ્ય છે અકબંધ, ડિસ્કવરી ચેનલ પણ હાર્યુ એની સામે, આ વાત તમને પણ નહિ ખબર હોય

0
6988

આપણા ભારતમાં ઘણા બધા ધાર્મિક સ્થળ આવેલા છે. જેમાંથી અમુક ધાર્મિક સ્થળ પોતાની અંદર રહસ્ય છુપાવીને રહેલા હોય છે. જે જાણવું કોઈ પણ વ્યક્તિ માટે અશકય હોય છે. આજે અમે એવા જ એક ધાર્મિક સ્થળ વિષે જણાવીશું, જેનું રહસ્ય જાણવું આજ સુધી સંભવ નથી થયું. અને એ સ્થળ છે ભીમ કુંડ. મધ્યપ્રદેશના છતરપુરથી 70 કિલોમીટર દૂર માંજરા ગામની પાસે ભીમ કુંડ ધાર્મિક સ્થળ આવેલું છે. વૈજ્ઞાનિકો માટે આ જગ્યા એક ખુબ રહસ્યમય જગ્યા છે. અને દરેક વાર અહીંયા આવવા પહેલા વિજ્ઞાનિકોને એટલી જ જિજ્ઞાસા હોય છે, જેટલી અહીંયા પહેલી વાર આવનાર કોઈ સામાન્ય માણસને હોય છે. ડિસ્કવરી ચેનલે અહીંયા અનેકો વાર મરજીવાને અંદર ઉતાર્યા છે, જેથી તે આ કુંડની ઊંડાઈ માપી શકે પણ તેમને દરેક સમયે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ કુંડનું પુરાણોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં આ કુંડનું નામ ભીમ કુંડ જણાવવામાં આવે છે. આ કુંડ વિષે કહેવામાં આવે છે કે જયારે કોઈ આપદા આવાની હોય છે, તો આ કુંડનું પાણીનું સ્તર જાતે ઉપર આવવા લાગે છે. નેપાળ અને ગુજરાતમાં આવેલ ભૂકંપના પહેલા પણ અહીંયાનું જળ સ્તર વધવા લાગ્યું હતું. 2004 ના પૂર દરમિયાન આ કુંડમાં 15 મીટર લાંબી લહેરો ઉઠી રહી હતી. જેના કારણે આ આખી દુનિયાની મીડિયામાં હેડલાઈન બની ગયું હતું.

આપત્તિના સમયે ચેતવણી આપવાનું કામ કરનાર, આ કુંડના આ રહસ્યને ઉજાગર કરવા માટે ડિસ્કવરી ચેનલે અહીંયા પોતાના મરજીવાને અંદર મોકલ્યા. પણ આ મરજીવાને આ કુંડની ઊંડાઈની ખબર પડી નહિ અને ન તો આ કુંડમાં આવનારી ચેતવણીના રહસ્ય વિષે ખબર પડી નહિ. પણ તેમને કેટલાક રહસ્યમય જળીય વાતું મળ્યા.

જણાવી દઈએ કે એમાં ગયેલા કેટલાક મરજીવાઓએ જણાવ્યું, કે જયારે તેઓ આ કુંડમાં 80 મીટર નીચે ગયા તો ખબર પડી કે નીચે બે કુંડ છે. જેમાંથી એકમાંથી પાણી નીકળે છે અને બીજામાં પાણી ચાલ્યું જાય છે. મરજીવાઓએ આગળ જણાવ્યું, કે કદાચ આ કોઈ સમુદ્ર સાથે જોડાયેલું હોઈ શકે છે. એટલા માટે અહીંયા આપત્તિના સમયે લહેરો ઉઠવા લાગે છે. પણ સાચો જવાબ આજ સુધી કોઈ આપી શક્યું નહિ.

આ કુંડની બીજી ખાસ વાત એ છે, કે પર્વતની નીચે બનેલું આ કુંડ એવા પ્રકારે બનેલું છે, કે આના પર સૂર્યના કિરણો સીધા પડે છે. અને જયારે આના પર સૂર્યના કિરણો પડે છે તો આ કુંડનું પાણી રંગીન ચમકવા લાગે છે. પૌરાણિક કથા મુજબ જોવા જઈએ તો પાંડવો અજ્ઞાત વાસ દરમિયાન પર્વતો અને જંગલોમાં પોતાનો આશરો શોધતા હતા. એ દરમ્યાન એમને ક્યાંય પણ આશરો ન મળવા પર તેઓ અહી આવ્યા. ત્યારે દ્રૌપદીને તરસ લાગી તો તેને પાણી પીવાની ઈચ્છા જણાવી. ત્યારે ભીમે પોતાની ગદાથી આ પર્વત પર પ્રહાર કર્યો અને તે પર્વત જમીન નીચે ઘસી ગયો. ત્યાર બાદ ત્યાંથી એક જળ ધારા નીકળી તેનું જ પાણી પી ને પાંડવોએ પોતાની તરસ દૂર કરી. એટલા માટે આ કુંડને ભીમ કુંડ પણ કહેવામાં આવે છે.

જણાવી દઈએ કે આ કુંડની અન્ય એક ખાસ વાત એ છે, કે આ કુંડનું પાણી એકદમ સાફ પારદર્સી અને ભૂરૂ છે. જેને હિમાલય માંથી નીકળેલ જળ ધરાનું મિનરલ વોટર જણાવે છે. ઘણા લોકો અહીંથી પાણીની બોટલ ભરીને લઇ જાય છે. સામાન્ય રીતે જો પાણીના અંદર કોઈનું મૃત્યુ થઇ જાય છે તો થોડા સમય પછી લાશ પાણીના કિનારે આવી જાય છે. પણ આ કુંડમાં આવું કઈ થતું નથી. અહીંયા કોઈ ડૂબી જાય છે તો તે પાછો આવતો નથી.