ભારત-શ્રીલંકાની મેચમાં BCCI એ પીચ સૂકવવા માટે અપનાવ્યો ‘દેસી જુગાડ’, ટ્વીટર પર લોકોએ લીધી મજા

0
6655

ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે 3 મેચોની T-20 સિરીઝની પહેલી મેચ રદ્દ થઈ ગઈ. આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં નક્કી કરેલા સમય અનુસાર સાંજે સાત વાગ્યે શરૂ થવાની હતી, પણ ભારે વરસાદને કારણે વર્ષની પહેલી મેચ પર પાણી ફરી વળ્યું. જો કે, આ મેચ રમાડવા માટે બીસીસીઆઈએ પીચને સૂકવવા માટે દેશી ઘરેલુ નુશખો અપનાવ્યો.

તમને બધાને યાદ જ હશે કે, જયારે પણ આપણા કપડાં ભીના રહી જાય છે, તો આપણે લોકો વેક્યુમ ક્લીનર, સ્ટીમ આયરન અને હેયર ડ્રાયર જેવા ઉપકરણોની મદદ લઈએ છીએ. એવું જ કાંઈ અસમના મેદાન પર પણ જોવા મળ્યું, પણ પીચ સૂકવવાની આ અનોખી રીતે ટ્વીટર પર લોકોને મીમ્સ બનાવવાની જોરદાર તક આપી. આ કારણ છે કે ટ્વીટર પર લોકો હેયર ડ્રાયર અને સ્ટીમ આયરનથી પીચ સુકવતા ફોટા શેયર કરી બીસીસીઆઈના જુગાડુ અંદાઝની મજાક ઉડાવી રહ્યા છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.