આ છે દેશના સૌથી મોટા કરોડપતિ ભિખારી, જાણો કેટલી મિલકત છે તેની પાસે…

0
4875

મિત્રો ઘણીવાર આપણે વ્યક્તિના પહેરવેશ અને વર્તન પરથી એને જે સમજીએ છીએ તે હકીકતમાં કંઈ બીજું વ્યક્તિત્વ પણ નીકળે છે. દેખાવથી ભિખારી લાગતા વ્યક્તિ પણ કરોડપતિ નીકળે છે. આવો જાણીએ એવા કિસ્સા વિષે જેથી તમને પણ વિશ્વાસ આવી જાય. વાત કંઈક આ મુજબ છે. રાયબરેલીના ડીહ કસબામાં શનિવારે એક કરોડપતિ માનસિક અસ્થિર હાલતમાં રોડ ઉપર ભટકતો જોવા મળ્યો હતો. એક કોન્સ્ટેબલે તેને બોલાવીને પૂછપરછ કરી તો ખબર પડી કે તે એક પૈસાદાર પરિવારનો છે અને તેની કરોડોની સંપત્તિ છે. પોલીસે પૂરતી માહિતી લઈને તેને તેના પરિવાર સાથે મળાવ્યો હતો. અને કોન્સ્ટેબલ બૃજમોહને આ વિશેની સંપૂર્ણ માહિતી જણાવી હતી.

રાયબરેલીના ડીહ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ બૃજમોહન યાદવે જણાવ્યું, કે તેઓ શનિવારની સાંજે ડીહની એક દુકાનમાં ચા પી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની નજર એક ભીખારી જેવા માણસ ઉપર પડી હતી. તે સારી રીતે ચાલી શકવા પણ સમર્થ ન હતો.

એ કોન્સ્ટેબલે તેની નજીક જઈને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કશું બોલી પણ નહતો શકતો. ઘણી મહેનત કર્યા પછી તેણે તેનું નામ શિવવચન જણાવ્યું. અને કહ્યું તે બછરાવાના મદારી ખેડાનો રહેવાસી છે. કોન્સ્ટેબલે આગળ જણાવ્યું કે, પહેલાં મારી પોસ્ટિંગ બછરાવમાં જ હતી. તેથી મેં ત્યાં ફોન કરીને અમુક ઓળખીતા લોકો સાથે વાત કરી.

સાચી માહિતી મળતા તેના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને ત્યારપછી શિવવચનને તેમને સોંપી દેવામાં આવ્યા. શિવવચનના નાના ભાઈ રમણે કહ્યું, કે છેલ્લા 10 વર્ષથી મારા ભાઈની માનસિક સ્થિતિ સારી નથી. 3 મહિના પહેલા તેઓ દશેરાનો મેળો જોવા ગયા હતા અને ત્યાંથી તેઓ ખોવાઈ ગયા હતા. અમે એમના ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી અને પોલીસે પણ તેમને શોધવાનો પ્રયત્ન કર્યો હતો.

એમના પરિવારના લોકોએ જણાવ્યું કે, શિવ વચનના પિતા ગયા બક્સ સિંહ પાસે 70 વીંઘા જમીન છે. અને તેમની 6 દુકાનો છે. તેમજ ઘરમાં ટૂ અને ફોર વ્હિલર વાહનો પણ છે.

વર્ષો પહેલા શિવ વચન જ પોતે બધો વેપાર સંભાળતા હતા. પણ તેમના બીમાર થયા પછી હવે તેમનો બધો વેપાર નાના ભાઈ સંભાળે છે. તેમનો એક દીકરો અને એક દીકરી છે. દીકરો લખનઉમાં એન્જિનિયરિંગ કરે છે અને દીકરી 12 માં ધોરણમાં અભ્યાસ કરે છે.

બીજી પણ એક એવી જ ઘટના સામે આવી હતી જેમાં પણ રાયબરેલીમાંથી ભીખ માંગતા એક વૃદ્ધની ઓળખ કરોડપતિ તરીકે કરવામાં આવી છે. માનવામાં આવે છે કે, 26 ડિસેમ્બરે તે ભીખ માગતા એક કોલેજ પાસે પહોંચ્યો હતો. જ્યારે સંસ્થાપકની નજર તેના ઉપર પડી તો તેમણે તેને જમવાનું આપ્યું અને તેમને નવડાવ્યા પણ ખરા.

અને જ્યારે તેમના કપડાંની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી આધાર કાર્ડની સાથે એક કરોડ, છ લાખ, બાણું હજાર અને સાતસો એકત્રીસ રૂપિયાની એફડીની એક રસીદ પણ મળી હતી. આધાર કાર્ડથી ઓળખ કરવામાં આવી તો તે વૃદ્ધ તમિલનાડૂના કરોડપતિ વેપારી હોવાનું સામે આવ્યું હતું. તેમના પરિવારજનોને આ વાત ખબરપડી તો તેઓ રાયબરેલી આવ્યા અને પ્લેનમાં તેમને પોતાના ઘરે લઈ ગયા હતા.