ભારતના 9 સૌથી શ્રીમંત ભિખારીઓ, જેમની કમાણી તમારા હોંશ ઉડાવી દેશે, એક પાસે તો ક્રેડીટ કાર્ડ પણ છે.

0
1750

મિત્રો, આપણો ભારત દેશ એક વિકાસશીલ દેશ ગણાય છે. અને આંકડા અનુસાર આપણા દેશમાં હજુ પણ 40 ટકા જેટલા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. અને નાની નાની મજૂરી કરીને અન્ય કોઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. આપણા દેશમાં તમને મોટાભાગે દરેક જગ્યાએ ચાર રસ્તા ઉપર તેમજ મંદિરની બહાર કોઈ ને કોઈ ભીખારી ભીખ માગતું જોવા મળતું હશે. આપણે એમની પરિસ્થિતિ જોઈને એક કે બે રૂપિયા કે કોઈ વાર દસ રૂપિયા આપતા હોઈએ છીએ.

પણ તમને એ ખબર પડે કે તમે જે ભિખારીને ભીખ આપો છો તે કરોડપતિ નીકળ્યા, તો એ સમયે તમારા ચહેરાના ભાવ ખરેખર જોવા જેવા હશે. જણાવી દઈએ કે આ વાત સાચી સાબિત થાય છે. આજે અમે તમને ભારતના 9 એવા ભીખારીઓ વિષે જણાવીશું જે ભારતના શ્રીમંત ભીખારીઓ ગણાય છે. જે દરેક રીતે સુખી છે, અને તેમના બાળકો કોન્વેન્ટ સ્કુલમાં ભણે છે, તેમની એમની પાસે પોતાનો બિઝનેસ પણ છે, દુકાનો છે, અને બેંક બેલેન્સ પણ કરોડોમાં છે, તેમ છતાં પણ તેઓ આજે પણ ભીખ માંગે છે.

ભરત જૈન :

મરાઠી ભાષી ભરત જૈનની ઉંમર અંદાજે 49 વર્ષથી વધુ હશે. જણાવી દઈએ કે તે દરરોજ ૮ થી ૧૦ કલાક મુંબઈના પરેલ ઉપર ભીખ માંગે છે, અને મહિને લગભગ ૬૫ હજાર રૂપિયા કમાઈ લે છે. આટલો પગાર તો ત્યાંના મુખ્યમંત્રીનો પણ નહિ હોય. એટલું જ નહિ તેની પાસે ૭૦-૭૦ લાખના બે ફ્લેટ છે.

તે ભાંડુ વિસ્તારમાં એક જ્યુસની દુકાનના માલિક છે. આ જગ્યા પર એમની બીજી ૧૦ દુકાનો છે, જેનું મહીને ૧૦ હજાર લેખે ભાડું આવે છે. ભરતના કુટુંબમાં તેના પિતા અને પત્ની અને બાળકો છે. ભરત ભારતના સૌથી મોટા શ્રીમંત ભિખારી છે. છતાં પણ તે પરેલ ઉપર ભીખ માંગતા જોવા મળે તો નવાઈ ન પામતા.

પપ્પુ કુમાર :

કહેવાય છે કે પટનાના પપ્પુ કુમારનું બેંક બેલેન્સ ૧ કરોડથી પણ વધુ છે. છતાં તે લોકો પાસે એવું કહીને ભીખ માંગે છે કે, ઘણા દિવસોથી ખાવાનું નથી ખાધું. કાંઈક ખાવા માટે તો આપી દો. તેના છોકરાને તે ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ભણાવી રહ્યા છે.

માસુ :

માસુ નામના આ ભિખારી ફિલ્મ સ્ટુડિયોમાંથી કપડા બદલીને રીક્ષા કરીને ભીખ માગવા વાળા સ્થળ સુધી જાય છે. આમ તો પરેલમાં રહે છે, અને ત્યાં તેમનો પોતાનો એક રૂમનો ફ્લેટ છે. એ સિવાય એમની પાસે ૩૦ લાખની બીજી સંપત્તિ છે. પરિવાર વાળાના સમજાવવા છતાં પણ તે ફેશનેબલ રીતે ભીખ માગવાનું નથી છોડતા.

કૃષ્ણા કુમાર ગીતે :

કૃષ્ણા કુમાર ગીતે પણ ૮ થી ૧૦ કલાક ભીખ માંગે છે, અને એમાંથી તે મહીને ૧૦ થી ૧૫ હજાર કમાઈ લે છે. એ સિવાય એની પાસે બેંક બેલેન્સ તરીકે લાખો રૂપિયા જમા છે. એનું પણ પોતાનું મકાન છે.

સાર્વિતયા દેવી :

જણાવી દઈએ કે સાર્વિતયા દેવી ભારત દેશની સૌથી પ્રસિદ્ધ મહિલા ભિખારી છે, અને તે પટનામાં રહે છે. તે વર્ષે ૩૬ હજાર રૂપિયા તો ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ભરે છે. એમણે પોતાની આવકમાંથી જ દીકરીના લગ્ન કરાવ્યા હતા. અને તેની પાસે પોતાનું ઘર પણ છે. કહેવાય છે કે તે સાત તીર્થ સ્થાનોની યાત્રા પણ કરી ચુકી છે.

સંભાજી :

સંભાજીનામનો આ ભિખારી મુંબઈના વિરારથી આવે છે. અને તેની રોજની સરેરાશ આવક ૧૫૦૦ રૂપિયાની જણાવાઈ છે. તેની પાસે પોતાના બે ઘર છે, અને તેણે બેંકમાં પણ રોકાણ કરી રાખ્યું છે.

હાજી :

આ યાદીમાં આગળ આવે છે હાજી નામનો ભિખારી. મુંબઈના આ ભિખારીની રોજની સરેરાશ આવક ૨૦૦૦ રૂપિયા છે. અને તહેવારોના સમયમાં તો તેની આવક હજી વધી જાય છે. તેની પાસે પણ પોતાનું ઘર છે, અને સાથે સાથે ૧૫ લાખનો એક પ્લોટ પણ છે. એટલું જ નહિ એનું પોતાનું ઝરીનું કારખાનું પણ છે. જ્યાં બીજા લોકોને કામ પર રાખ્યા છે. પોતાના પરિવારના લોકોના સમજાવ્યા છતાં પણ તે ભીખ માગવાનું નથી છોડતા.

રામબાઈ :

ખંભની રહેવાસી રામબાઈને ત્યાં બધા ઓળખે છે. જોકે એમણે પોતાની કુલ સંપત્તિનો ખુલાસો નથી કર્યો, પણ જયારે તેની સંપત્તિનો ખુલાસો થશે ત્યારે દરેક વ્યક્તિના હોંશ ઉડી જશે.

લક્ષ્મીદાસ :

આ બધામાંથી લક્ષ્મીદાસને સૌથી ઉંમરલાયક ભિખારી ગણવામાં આવે છે. મળેલી માહિતી અનુસાર તેમણે સન. ૧૯૬૪ થી ભીખ માંગવાનું શરુ કર્યું હતું. ત્યારે એમની ઉંમર ૧૬ વર્ષની હતી. અને આજે પણ તે ભીખ માંગે છે. લક્ષ્મીદાસને પોલીયો છે અને તેણે ભીખ માંગીને મોટું બેંક બેલેન્સ બનાવી લીધું છે. તેને બેંક દ્વારા ક્રેડીટ કાર્ડ મળ્યું હોવાની વાત પણ સામે આવી હતી.

આ માહિતી પત્રિકા અને રહસ્ય ટોક શો ના આર્ટિકલ અને વિડીયોમાંથી અનુવાદ કરીને લેવામાં આવી છે.