ભારતીય છોકરાએ ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયાની છોકરીને કર્યું પ્રપોઝ, છોકરીએ ગળે લાગીને પહેરી વીંટી.

0
248

ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયાની લાઈવ મેચમાં લાગ્યો રોમાન્સનો તડકો, સ્ટેડિયમમાં વિદેશી છોકરી પતાવી ગયો દેશી બોય.  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી બીજી વનડે દરમિયાન એક રોચક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. ટારગેટ ચેઝ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન કાંઈ ખાસ નહીં રહ્યું. ફેન્સ પોતાની ટીમથી ઘણા નિરાશ દેખાઈ રહ્યા હતા. પણ મેદાનની બહાર એક ભારતીય યુવકે દરેકનું દિલ જીતી લીધું.

સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવેલા એક વિડીયોમાં ભારતીય છોકરાએ ઓસ્ટ્રેલિયાની છોકરીને પ્રપોઝ કર્યું, જેના પર છોકરીએ હા કહી. પ્રપોઝલ સ્વીકાર કરીને છોકરી તે છોકરાને ભેટી પડી. ત્યાર બાદ તે વીંટી પહેરતા દેખાઈ હતી. ત્યાં હાજર રહેલા તમામ દર્શકોએ તાળીઓ વગાડીને તેમને અભિનંદન આપ્યા.

મેદાનમાં લાગેલી મોટી સ્ક્રીન પર આ અનોખું પ્રપોઝલ જોઈને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ તાળીઓ વગાડતા જોવા મળ્યા.

સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ : ઓસ્ટ્રેલિયા ક્રિકેટે સોશિયલ મીડિયા પર તેનો વિડીયો શેયર કરતા કહ્યું છે, શું આ આજની સૌથી મુશ્કેલ રમત હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સે અલગ-અલગ રિએક્શન આપ્યા. એક યુઝરે કહ્યું કે, મેચ દરમિયાન એક સારી મોમેન્ટ. તો એકે લખ્યું કે અહીં તો મેચ ભારતે જ જીતી.

ભારતની બેટિંગની 20 મી ઓવરની ઘટના : ચાલુ મેચમાં પ્રપોઝ કરવાની આ ઘટના ભારતની બેટિંગની 20 મી ઓવરમાં કેમેરામાં કેદ થઈ. તે સમયે ટીમનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 126 રન હતો. કેપ્ટન વિરાટ કોહલી 35 અને શ્રેયસ અય્યર 30 રન બનાવીને ક્રિઝ પર જામેલા હતા.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.