આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે.

0
642

દીકરીને દહેજમાં આપવામાં આવે છે એવી વસ્તુ કે આપણું ઘર હોય તો ઉભી પુંછડીએ ભાગવું પડે, આ ગામની કેટલીક ખાસિયતો એવી છે કે અચરજ થાય.

છતીસગઢમાં સર્પલોક : કોરાબા જીલ્લાના સોહાગપુરના સંવરા જાતીની સંસ્કૃતિ અને આજીવિકામાં સાંપ છે સૌથી મુખ્ય.

કોરબા. ઘરમાં સાંપ ઘુસી જાય તો લોકો બહાર ભાગવામાં જ પોતાના માટે ભલું સમજે છે. આ ચોમાસામાં એટલા સાંપ જોયા કે કોરબાને બીજું સર્પલોક કહેવા લાગ્યા છે. શહેરથી લઈને ગામડા વિસ્તારોમાં અજગર, અહીરાજ, ધામણ, કોબ્રા અને કરૈત જેવા ઝેરીલા સાંપ સામેલ છે. ઘણા કિસ્સામાં લોકોના જીવ પણ ગયા છે.

પણ એક ગામ એવું પણ છે, જ્યાંના નાના નાના બાળકો માટે કોબ્રા-કરૈત અને અહીરાજ, જેવા ઝેરીલા સાંપો સાથે રમવું બાળકોની રમત છે. ખાસ કરીને આ જાતીની સંસ્કૃતિ, પરંપરા અને આજીવિકામાં સાંપનું ઘણું મહત્વ છે, જેની અનુભૂતિ કરાવવા માટે નાની ઉંમરમાં જ તેના હાથમાં સાંપ આપી દેવામાં આવે છે, જેથી તે એક બીજાના જીવનમાં સારી રીતે સામેલ થઇ જાય.

નાનપણમાં જ સાંપો સાથે દોસ્તીની આ પરંપરા જીલ્લા મથકથી 40 કી.મિ. દુર ગામ સુહાનપુરના સંવરા વિસ્તારમાં પૂર્વજોથી ચાલી આવે છે. આ જાતીના બાળકો માટે આ ઝેરીલા સાંપ સાથે રમવું જ આખા દિવસનું સૌથી સરળ કામ છે. છેલ્લા 40 વર્ષથી અહિયાં રહેતા સંવરા જાતિના લોકો માટે સાંપ માત્ર રોજગારીનું સાધન જ નહિ પરંતુ પૂર્વજોથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતિમાં સામેલ છે.

ઝેરીલા કોબ્રાનો ફૂફાડો સાંભળતા જ રૂંવાડા ઉભા થઇ જાય છે, પણ અહિયાંના આ માસુમ બાળકો માટે આ સાંપ કોઈ રમકડા જેવો છે, જેને પોતાના હાથમાં લપેટવો, ગળામાં પહેરવો અને કોઈ લોલીપોપની જેમ લઈને આમ-તેમ ફરતા રહેવું આનંદદાયી છે. ત્રણથી પાંચ વર્ષના બાળકો પણ આ સાંપોને એવી રીતે પકડી લે છે, જેમ કે સાંપ અને તેની વચ્ચે કોઈ જૂની દોસ્તી હોય.

દહેજમાં સાત ઝેરીલા સાંપ, જેથી સુખી રહે દીકરી

લગ્નમાં કન્યા પક્ષ તરફથી ભેંટ સ્વરૂપ તે તમામ વસ્તુ તો આપવાનો રીવાજ સાંભળ્યો જ હશે તમે, જેમાં કન્યાનું ઘર સુખી અને સમૃદ્ધ થઇ જાય. પણ સંવરા જાતીનો આ રીવાજ જાણીને તમે પણ ચકિત થયા વગર નહિ રહો. આ સંવરા જાતીમાં દીકરીના લગ્ન સમયે દહેજમાં વાસણ-કપડા સાથે સાત ઝેરીલા સાંપ આપીને વિદાય કરવાનો રીવાજ છે, જેથી સાસરિયાની આવકમાં વૃદ્ધી-સમૃદ્ધી થાય. ઝેરીલા સાંપ ભેંટ આપવાની વાત કદાચ તમે ક્યારેય સાંભળી નહિ હોય, પણ સંવરા જાતિની સંસ્કૃતિમાં સામેલ આ રીવાજ તેની રીતે એક અચરજથી ઓછુ નથી.

પૂર્વજોની પરંપરાનું કોઈ પણ કિંમતે પાલન

સંવરા જાતીના લોકો ગામના એક વિસ્તારમાં નાની-નાની ઝુપડીઓ બનાવીને રહે છે. તેમની જીવનશૈલી ઉપર નજર કરીએ તો રોજગારી કહો કે આજીવિકા, આ જાતી માત્ર સાંપો ઉપર આધારિત છે. જગ્યાએ જ્ગ્યાએ ફરીને, રોડ-ચોગાન ઉપર સાંપ બતાવીને ઇનામમાં થોડા પૈસાની માંગણી જ તેમનો ધંધો છે. આવી રીતે થતી કમાણીથી જ તેનું અને તેમના બાળકોનું ભરણપોષણ નિર્ભર છે. ત્યાં સુધી કે કોઈ બીજું કામ, મજુરી મળ્યા પછી પણ સાંપ લઈને ફરવાની પૂર્વજોની પરંપરાનું પાલન દરેક માટે ફરજીયાત છે.

ખેલ-તમાશાથી જ જીવન ચાલે છે

વર્ષોથી સાંપ પકડવાનું કામ કરી રહેલા આ લોકોનું કહેવું છે કે આ પરંપરાને આગળ પણ જાળવી રાખવામાં આવશે. તે કારણ છે કે બધા પોતાના બાળકોને પણ સાંપ પકડવાની કળા શીખવે છે. તેને પણ સાંપ પકડવામાં મજા આવે છે. સંવરા જાતીની દશા જોઇને સમજી શકાય છે કે આજે પણ તે શિક્ષણ અને જાગૃતતાની ખામીને કારણે વિકાસના ધ્યેયથી દુર છે.

આ ગામમાં લગભગ 20 કુટુંબ વસવાટ કરે છે, પરંતુ તંત્ર તરફથી સુવિધાઓ આજ સુધી નથી મળી શકી. ન તો તેમની પાસે રોજગાર છે અને ન તો રહેવા માટે કોઈ ચોક્કસ સ્થાન છે, એટલા માટે સાંપોનો ખેલ જ તેમના માટે જીવનનો સૌથી મોટો ધંધો છે, જેને તે છોડવા તૈયાર નથી.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.