જોરદાર નિર્ણય : આ રાજ્યમાં હવે ત્રણ વર્ષ સુધી કોઈ પણ જાતની પરમિશન વગર ચાલશે ઉદ્યોગ, સરકારી અધિકારી નહીં કરી શકે તપાસ

0
1189

દેશના યુવાનો અને ઉદ્યોગપતિઓને રાજી કરવા માટે રાજસ્થાન સરકારે નવા કાયદાનો અમલ કર્યો છે. તેની હેઠળ રાજસ્થાનમાં શરૂઆતમાં આ નવા ઉદ્યોગો ઉભા કરવા ઉપર ત્રણ વર્ષ સુધી કોઈપણ પ્રકારની મંજુરીની જરૂર નહિ પડે. એટલું જ નહિ કોઈપણ સરકારી કર્મચારી નવા ઉદ્યોગોની આસ-પાસ ભટકી પણ નહિ શકે. આ રાહતનો લાભ આખા દેશમાં ઉદ્યોગપતિઓ ઉઠાવી શકશે.

સરકારને માત્ર ઉદ્યોગો શરુ કરવાની માહિતી આપવાની રહેશે :

રોકાણકારોને આકર્ષિત કરવા માટે રાજસ્થાન સરકારે છેલ્લા અઠવાડીએ નાના, મોટા અને મધ્યમ ઉદ્યોગ (સ્થાપના અને સંચાલનની સુવિધા) આદેશ ૨૦૧૯ જાહેર કર્યો છે. તેમાં એક નવો ઉદ્યોગ કે ઇન્ડસ્ટ્રી ઉભી કરવા માટે રોકાણકારોને માત્ર પોતાના હેતુની જાહેરાત રજુ કરવાની રહેશે. સરકાર તરત જ પહોંચ પ્રમાણપત્ર જાહેર કરશે. ત્યાર પછી સંબંધિત રોકાણકાર કે ઉદ્યોગપતિ પોતાનો ઉદ્યોગ શરુ કરી શકે છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર એમએસએમઈ ઉદ્યોગો માટે એવી પોલીસી લાવી રહી છે, જેમાં ઉદ્યોગ ઉભા કરવા માટે કોઈપણ પ્રકારની મંજુરી લેવાની જરૂર નહિ રહે. પણ એ સમયે જ આદર્શ ચૂંટણી આચાર સંહિતા લાગવાને કારણે જ સરકાર આ નીતિ જાહેર કરી શકી ન હતી.

પ્રોડક્ટ બનાવવા અને શ્રમના કાયદાનું પાલન કરવાનું રહેશે :

રાજસ્થાનના અધિનિયમના બીજા કાયદા હેઠળ મંજુરી અને નિરીક્ષણમાંથી છૂટ મળે છે, પરંતુ જાહેર કરાયેલા બીજા પ્રચલિત નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમ કે જો કોઈ ફરસાણ બનાવવાના કારખાના ઉભા કરે છે, તો તેને ત્રણ વર્ષ સુધી પાણીનો ઉપયોગ, પદુષણ મંજુરી, ડાયવર્જન વગેરેની જરૂર નહિ રહે. પરંતુ તેને ફરસાણ બનાવતા દરમિયાન શ્રમ સાથે જોડાયેલા કાયદા જેવા કે, બાળ મજુરી અને ખાદ્ય શુદ્ધતાના નિયમ વગેરેનું પાલન કરવાનું રહેશે. એવી જ રીતે કેન્દ્રીય કાયદા નિયમ ઇપીએફ, ફેક્ટરી એક્ટ ૧૯૪૮, ઈએસઆઈસી વગેરેનું પાલન કરવાનું રહેશે.

ત્રણ વર્ષ પછી છ મહિનાનો વધુ સમય મળશે :

ત્રણ વર્ષ પુરા થયા પછી ઉદ્યોગોને છ મહિનાની અંદર જરૂરી મંજુરી મેળવવાની રહેશે. આ નિયમ ૫ માર્ચ પછી લાગુ પાડવામાં આવશે. એટલે કે ૫ માર્ચ પછી ઉભા કરવામાં આવેલા ઉદ્યોગો તેની હેઠળ આવરી લેવામાં આવશે. રાજસ્થાન ઉદ્યોગ વિભાગના નાયબ મુખ્ય સચિવ સુબોધ અગ્રવાલે કહ્યું કે, વિભાગ ટૂંક સમયમાં જ અરજી જમા કરવા અને પહોંચ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે વેબસાઈટ શરુ કરશે.

આમાં હજુ સુધી બે કંપનીઓએ રસ દાખવ્યો છે. અગ્રવાલે જણાવ્યું કે પૂર્વમાં રોકાણકારોને મંજુરી આપવામાં આવી રહેલી મુશ્કેલીને કારણે જ પ્રોજેક્ટની ગતિ ધીમી થઇ રહી હતી. એટલું જ નહિ, ઘણા ઉદ્યોગો શરુ જ થઇ શક્યા ન હતા. હવે નવા નિયમો અડચણોને દુર કરશે અને ધંધા કરવામાં સુવિધા વધારશે.

આ નિયમથી સ્ટાર્ટઅપ બિઝનેસ શરુ કરતા યુવાનોને પણ ઘણો ફાયદો થઈ શકે છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.