આ 4 પરિસ્થિતિઓમાં જો તમે કોઈનો જીવ પણ લઈ લો, તો નહી નોંધાય કોઈ કેશ…. પોલીસ પણ કરશે મદદ

0
4472

તમે કોઈ પણ ગુનો કરો છો, તો તમને એની કાયદાકીય જોગવાઈઓ અનુસાર સજા મળે છે. અને એવું દરેક દેશમાં થાય છે. જો એવા કાયદા ન હોય તો દરેક જગ્યાએ ગુના થવાના વધી જાય, અને આખી દુનિયા અસ્ત વ્યસ્ત થઈ જાય. એટલા માટે કાયદા કાનૂન ઘણા જરૂરી છે. અને તમારાથી કાયદાનું ઉલ્લંઘન થાય છે, તો તમારી પર કેશ નોંધાય છે અને કાર્યવાહી થાય છે. પણ અમુક એવી પરિસ્થિતિઓ પણ છે, જેમાં તમે કોઈનો જીવ લઈ લો તો તમારા પર કેશ નોંધાતો નથી, તેમજ એમાં આગળ કાર્યવાહી કરીને પોલીસ તમને ન્યાય અપાવવામાં મદદ કરે છે.

મિત્રો કાયદો તમને તમારી રક્ષા માટે પણ કેટલાક અધિકાર આપે છે. અને આપણને આ અધિકારોની જાણકારી હોવી જોઈએ. જેથી કોઈક વાર વિકટ પરિસ્થિતિ સર્જાય તો આપણે એમાં યોગ્ય નિર્ણય લઈ શકીએ. મિત્રો જણાવી દઈએ કે હાઇકોર્ટના વકીલનું કહેવું છે કે, કોઈ વ્યક્તિના હાથમાં બંદૂક કે કોઈ બીજુ હથિયાર છે અને તમને એવું લાગે છે કે, તે તમારો જીવ લેનાર છે. તો એવા સંજોગોમાં તમે પોતાનો બચાવ કરી શકો છો.

પોતાના જીવ કે પ્રોપર્ટીની રક્ષા માટે જો કોઈ વ્યક્તિ કોઈનું મર્ડર કરી નાખે છે, તો તે ગુનેગાર માનવામાં આવતો નથી. ઇન્ડિયન પેનલ કોર્ટના સેક્શન 103 અને 104 મુજબ દરેક વ્યક્તિને સેલ્ફ ડીફેનનો અધિકાર છે. અને આ દરમિયાન જો તમારી સામે વાળા વ્યક્તિનું મૃત્યુ પણ થઇ જાય છે, તો બચાવ કરવા વાળો ગુનેગાર માનવામાં આવતો નથી. પણ તેણે કોર્ટમાં આ સાબિત કરવું પડશે કે તેને પોતાનો જીવ બચાવવા માટે મર્ડર કરવું જરૂરી હતું. તમે આ અધિકારનો ફાયદો ઉઠાવીને જાણી જોઇને કોઈનો જીવ લઈ શકો નહિ.

જાણકારી માટે જણાવી દઈએ કે કેટલાક કિસ્સાઓમાં એવું પણ થાય છે કે, પોલીસની તપાસમાં આ વાત સાબિત પણ થઇ જાય છે કે સેલ્ફ ડિફેન્સ માટે મર્ડર કરવું જરૂર થઇ ગયું હતું. એવામાં કોર્ટમાં પણ કેસ જઈ શકતો નથી અને પોતાના બચાવ માટે મર્ડર કરવા વાળા વ્યક્તિ પર કોઈ પ્રકારનો કેસ નોંધાતો નથી.

ચોરી, લૂંટ, ગુનાહિત આગ, રેપ જેવા મામલામાં એવું લાગે છે કે જીવને ખતરો છે, તો આવું કરવા વાળનું મર્ડર પણ કરી શકાય છે. તેમજ કોઈ પ્રોપર્ટીને નુકશાન પહુંચાડી રહ્યો છે, જેમ કે ઘરમાં આગ લગાવી રહ્યો હોય તો પણ આવા પગલાં ઉઠાવી શકાય છે. પણ યાદ રહે કે કદાપી કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવવો નહિ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.