વર્લ્ડ કપમાં પહેલી વાર લાગુ થશે ICC ના આ સાત નિયમ

0
1340

ક્રિકેટ વર્ડ કપની ૧૨ની સીઝન ઇંગ્લેન્ડ-વેલ્સમાં ૩૦મેથી શરુ થઇ જશે. આ વખતે જ્યાં માત્ર ૧૦ ટીમ જ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે અને નવા નિયમ પણ લાગુ પડી રહ્યા છે.

ખાસ કરીને છેલ્લો વર્ડ કપ ૨૦૧૫માં રમાયો હતો, પરંતુ ત્યાર પછી આઈસીસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા નિયમ લાગુ કરી દીધા. એ કારણ છે કે ૪ વર્ષ પછી ૨૦૧૯ વર્ડ કપમાં એ બધા નિયમ પણ લાગુ થશે.

આમ તો બધા નિયમ વનડે ક્રિકેટમાં આમ તો લાગુ પડી ગયા છે, પણ વર્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં આ નિયમ પહેલી વખત લાગુ પડશે.

આવો જાણીએ આ ૭ નિયમ વિષે જે આ વખતે વર્ડ કપમાં લાગુ પડશે.

હેલ્મેટથી આઉટ, પણ હેન્ડલ દ બોલ નોટઆઉટ :

જો બેટ્સમેનનો હવાનો શોટ ફિલ્ડરના હેલ્મેટને લાગીને ઉછળે અને કોઈ ફિલ્ડરે કેચ લઇ લીધો, તો બેટ્સમેનને આઉટ આપી દેવામાં આવશે. પરંતુ હેન્ડલ દ બોલની સ્થિતિમાં બેટ્સમેનને નોટઆઉટ ગણવામાં આવશે.

ખરાબ વર્તન કરે તો અમ્પાયર બહાર મોકલી દેશે :

જો અંપાયરને લાગે કે કોઈ ખેલાડીએ ઘણું જ ખરાબ વર્તન કર્યું છે, તો તે આ ખેલાડીને આઈસીસી કોડ ઓફ કંડકટની લેવલની કલમ ૧.૩ હેઠળ દોશી માનીને તરફ મેચમાંથી બહાર મોકલી શકે છે.

અંપાયર કોલ ઉપર રીવ્યુ ખરા નહિ રહે :

જો બેટ્સમેન કે ફિલ્ડીંગ ટીમ ડીઆરએસ લે છે અને અમ્પાયર્સ કોલને કારણે અમ્પાયરનો નિર્ણય માન્ય રહે છે, તો ટીમના રીવ્યુ ખરાબ નહિ થાય.

દડો બે વખત બાઉન્સ થયો તો નો બોલ ગણાશે :

મેચ દરમિયાન ઓ બોલર કોઈ દડો ફેંકે છે અને તે દડો બે બાઉન્સ સાથે જો બેટ્સમેન સુધી પહોચે છે, તો તે નો બોલ ગણાશે. પહેલા નો બોલ આપવાનો નિયમ ન હતો. નો બોલ ઉપર બેટ્સમેનને ફ્રી હીટ પણ મળે છે.

બેટની ઓન દ લાઈન હોય તો પણ રનઆઉટ ગણાશે :

પહેલા રનઆઉટ, સ્ટમ્પીંગની બાબતમાં બેટ લાઈન ઉપર હોય તો નોટઆઉટ ગણવામાં આવતા હતા પરંતુ હવે ઓન દ લાઈન બેટ હોય તો આઉટ ગણાશે. જો બેટ કે બેટ્સમેન ઉપર ક્રીજની અંદર છે અને હવામાં પણ છે, તો પણ બેટ્સમેન નોટઆઉટ ગણાશે.

બેટની પહોળાઈ અને જાડાઈ પણ નક્કી થઇ ગયા છે :

દડો-બેટમાં બરોબરીનો મુકાબલો રાખવા માટે એટનો આકાર નક્કી કરી દેવામાં આવ્યો છે. બેટની પહોળાઈ ૧૦૮ મી.મી. લંબાઈ ૬૭ મી.મી. અને ખૂણા ઉપર ૪૦ મી.મી.થી વધુ ન હોઈ શકે. શંકા જવાથી અંપાયર બેટ માપપટ્ટીથી બેટની પહોળાઈ માપી શકશે.

લેગ બાઈ અને બાઈના રન અલગથી જોડાશે :

પહેલા જો કોઈ બોલર નો બોલ ફેંકતા હતા, તો તે વખતે બાઈ કે લેગ બાઈથી થયેલા રન નો બોલમાં જોડાતા હતા, પરંતુ હવે એમ નહી થાય. નો બોલના રન અલગથી અને બાઈ-લેગ બાઈના રન અલગથી જોડવામાં આવશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.