બોલીવુડની આ 4 સુંદર અભિનેત્રીઓ અજય દેવગનના પ્રેમમાં હતી પાગલ, એક તો હાલમાં પણ કુંવારી છે.

0
2879

બોલીવુડ લોકોને પ્રેમ કરવાની રીતો શીખવાડે છે. એવામાં બોલીવુડના લોકોને પ્રેમ થવો સામાન્ય વાત છે. અને બોલીવુડમાં લોકોના બે ત્રણ અફેયર તો થઈ જ જાય છે. તેમજ બોલીવુડની ગલીઓ માંથી અફેયરના સમાચાર કોઈનાથી છુપાયેલા નથી રહેતા. કયારે કયા કલાકાર કોને ડેટ કરી રહ્યા છે, એ બધી વસ્તુઓ તો છુપાવવા છતાં પણ નથી છુપાતી. આજકાલ કલાકાર પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. પણ એવી નથી કે આ ફક્ત હાલની વાત છે, પણ જ્યારથી બોલીવુડની દુનિયા શરુ થઈ છે, ત્યારથી અફેયરનો સિલસિલો શરુ જ છે. પહેલા પણ કલાકારોના એક થી વધુ અફેયર રહેતા હતા.

એ કળીમાં આજે અમે તમને બોલીવુડના સિંઘમ એવા અજય દેવગનના પ્રેમમાં કઈ કઈ અભિનેત્રીઓ પાગલ હતી, એવા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

બોલીવુડના એવા કલાકાર જેમનું નામ કોઈ વિવાદમાં આવ્યું ન હોય તો એ છે અજય દેવગન. અજય દેવગન પોતાની ફિલ્મોને લઈને જેટલા વધારે હેડલાઈનમાં રહે છે, એના કરતા ઘણા વધારે તે પોતાના અફેયરને લઈને રહી ચૂકયા છે. અજય દેવગને જયારે ફિલ્મી કરિયર શરુ કર્યુ હતું, ત્યારથી એમનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાય ચુક્યું છે.

પણ પાછળથી તેમણે કાજોલ સાથે લગ્ન કર્યા અને જીવનમાં સેટલ થઈ ગયા. હાલમાં તે ખુશહાલ જીવન જીવી રહ્યા છે અને એમના બે બાળકો પણ છે. એ તો તમે જાણતા જ હશો કે અજય દેવગન અને કાજોલે લવ મેરેજ કર્યા હતા, પણ એ પહેલા અજય દેવગનના જીવનમાં ઘણી અભિનેત્રીઓ આવી, જેમની આપણે આજે ચર્ચા કરીશું.

કરિશ્મા કપૂર :

કરિશ્મા કપૂરની સુંદરતા પર તો આખું બોલીવુડ મરે છે અને તે છે જ એટલી સુંદર. કરિશ્મા કપૂરે પોતાના ફિલ્મી કરિયરમાં દિલ ચોરી લેવાવાળી ફિલ્મો કરી છે. પરંતુ હવે તે સંપૂર્ણ રીતે ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. કરિશ્મા કપૂરે અને અજયે ઘણી બધી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે, અને એ દરમ્યાન એ બંને એક બીજાની નજીક પણ આવ્યા હતા. અજય દેવગન અને કરિશ્માનો સંબંધ ઘણો ઊંડો હતો, એને એ જ કારણ છે કે કાજોલ અને કરિશ્મા વચ્ચે લાંબા સમય સુધી દુશ્મની રહી હતી, પણ બંને અભિનેત્રી સમયની સાથે બધું ભુલાવીને આગળ વધી.

મનીષા કોઈરાલા :

અભિનેત્રી મનીષા કોઈરાલા હાલમાં તો ફિલ્મોથી દૂર થઈ ચુકી છે, પરંતુ એમણે પોતાના જમાનામાં એમણે એકથી એક ચઢિયાતી ફિલ્મો બોલીવુડને આપી છે. મનીષાના જીવનમાં પણ ઘણા બધા અભિનેતાઓ આવ્યા, પણ અજય દેવગન સાથે એમની નિકટતા સૌથી વધારે ચર્ચામાં રહી હતી. ફિલ્મ ‘ધનવાન’ થી બંનેનો સંબંધ શરુ થયો હતો. પણ થોડા સમય પછી એમનો સંબંધ ટૂટી ગયો, ત્યાર બાદ બંને જ પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા અને પાછા વળીને નથી જોયું.

રવીના ટંડન :

90 ના દશકની સુપરસ્ટાર અને લાખો દિલોના ધબકારા બનેલી રવીના ટંડને અજય દેવગનનું પણ દિલ ચોર્યુ હતું. બંને જણાએ ફિલ્મ જીગરમાં એક સાથે કામ કર્યુ હતું. અને ત્યાર બાદ બંને એકબીજાની નજીક આવ્યા. પણ આગળ જતા અજય દેવગનની તબ્બુ સાથે નિકટતા વધવા લાગી, એ કારણે આ બંનેનું બ્રેકઅપ થયું હતું.

તબ્બુ :

તબ્બુને કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી. એમણે પોતાના કરિયરમાં ઘણી બધી ફિલ્મો કરી છે. આજે પણ એમનું નામ શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં આવે છે. તેમજ તબ્બુએ હજી સુધી લગ્ન નથી કર્યા, પરંતુ એવું નથી કે એમણે કયારેય કોઈને પ્રેમ નથી કર્યો. તબ્બુ પોતાના અંગત જીવનમાં અજય દેવગનને ઘણો પ્રેમ કરતી હતી, અને બંનેનો સંબંધ પણ ઘણા દિવસો સુધી ચાલ્યો હતો, પણ આગળ જતા એ તુંટી ગયો. તબ્બુ સાથે સંબંધ તૂટ્યા પછી અજય દેવગને કાજોલ સાથે લગ્ન કરી લીધા અને તબ્બુ આજે પણ કુંવારી છે.