1600 શહેરોમાં 1.5 કરોડ ઘર જલ્દી બની જશે જીઓ હોમ, જાણો વધુ વિગત

0
4618

જીઓ ફાઈબરની સેવા લેવા માટે રજીસ્ટર્ડ થઇ ગયેલા ૧૬૦૦ શહેરોના ૧.૫ કરોડ ઘર વહેલી તકે જીઓ હોમ બની જશે. જીઓની આ સેવા ૫ સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. જીઓ ફાઈબરના ગ્રાહકો માટે જીઓ પોસ્ટ પેડ પ્લસ સેવા પણ લોન્ચ થઇ રહી છે. આ બંને સેવાઓ લીધા પછી તમારું ઘર ૧૦૦ ટકા જીઓ હોમ બની જશે. ન્યુઝ એજન્સીઓ જણાવી રહી છે, કેવી રીતે તમે અત્યારે તમારા ટેલીવિઝનથી કોઈને વિડીયો કોલ નથી કરી શકતા, પરંતુ આ બંને પ્લાન લીધા પછી તમે કોઈપણ સંબંધીને ટેલીવિઝન સ્ક્રીનથી વિડીયો કોલ કરી શકશો.

એક જ જીઓ સેટ ટોપ બોક્સથી આખુ ઘર કનેક્ટ થઇ જશે :

તમારા ઘરના દરેક ડીવાઈસ પછી તે કમ્પ્યુટર હોય, ટેલીવિઝન હોય કે લેપટોપ હોય, દરેક ડીવાઈસ ઉપર તમે દરેક સુવિધા લઇ શકશો. એટલે કે તમે તમારા ઘરમાં ક્યાય પણ બેસીને જીઓ ફાઈબર ઉપર આપવામાં આવતી દરેક સુવિધા લઇ શકશો.

ડીટીએચ સેવા હેઠળ એકથી વધુ ટેલીવિઝન ઉપર સુવિધા લેવા માટે અલગથી ચાર્જ આપવાના રહેશે. જીઓ ફાઈબરમાં એક જ જીઓ સેટ ટોપ બોક્સથી આખું ઘર કનેક્ટ થઇ જશે. તમને અનલીમીટેડ સિનેમા જોવાની સુવિધા મળશે, કેમ કે જીઓ ફાઈબરમાં ઓટીટી સુવિધા ઇન બીલ્ટ રહેશે. એટલે કે અલગથી નેટફ્લીક્સ અને એમેઝોન પ્રાઈમના પૈસા આપવાની જરૂર નહિ રહે.

બોલીને બદલી શકાશે ચેનલ :

જીઓ ફાઈબર સાથે તમને એક વિશેષ સુવિધા મળશે કે, તમે ટીવી સામે ઉભા થઈને કોઈ હીરો-હિરોઈનનું નામ લેશો અને તમારા ટેલીવિઝન સ્ક્રીન ઉપર તેના લેટેસ્ટ મુવીનું લીસ્ટ આવશે. એટલે કે કોઈ ચેનલને બદલાવવા માટે તમારે રીમોન્ટની જરૂર નહિ રહે. બોલીને તમે ચેનલ બદલી શકશો. દરેક પ્રકારની ગેમ પણ તમે તમારા ટેલીવિઝન સ્ક્રીન ઉપર રમી શકશો. ગેમિંગમાં તમારા મિત્રોને જોડવા માંગો છો, તો તે સુવિધા પણ તમને મળી રહેશે. એક સાથે ઘણા મિત્રો ટેલીવિઝન સ્ક્રીન ઉપર પબજી ગેમ રમી શકશે.

હોમ સિક્યુરીટીની સુવિધા પણ :

ઘરના રક્ષણ માટે પણ તમને મદદ મળી રહી છે. જીઓ ફાઈબર અને જીઓ પોસ્ટ પેડ પ્લસની જેમ તમને ઘરની દરેક પ્રકારની ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) એક બીજા સાથે જોડી શકશો. હોમ સિક્યુરીટીની જેમ તમને આ સુવિધા મળી શકે છે કે, તમારા ઘરની બહાર કોઈ વ્યક્તિ કૉલ બેલ વગાડે છે, તો તેનો ચહેરો તમારા ફોનની સ્ક્રીન ઉપર આવી જશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.