IIT બોમ્બેથી બી. ટેક – એમ. ટેક કરેલા યુવકે જોઈન કરી રેલવે ગ્રુપ ડી ની એટલે કે સાવ છેલ્લી કક્ષાની નોકરી

0
599

દેશની સૌથી પ્રસિદ્ધ એન્જીનીયરીંગ સંસ્થાઓમાં ગણવામાં આવતી આઈઆઈટીમાંથી બી. ટેક અને એમ. ટેક કર્યા પછી કુમાર શ્રવણે રેલ્વે ગ્રુપ ડી માં નોકરી જોઈન કરી છે. તેને સરકારી નોકરીનો ક્રેઝ કહો કે પછી રોજગારીની મર્યાદિત તક, પરંતુ શ્રવણ કુમારે ટ્રેક મેન્ટેનર બનીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. પટના બીહટા પાલીગંજ નિવાસી શ્રવણના જણાવ્યા મુજબ, કોઈ નોકરી નાની કે મોટી નથી હોતી. જીવનમાં જે તક મળે તે છોડવી ન જોઈએ.

કુમાર શ્રવણે ૩૦ જુલાઈના રોજ ધનબાદ રેલ્વે મંડળમાં યોગદાન આપ્યું. તેની પોસ્ટીંગ હાલમાં ચંદ્રપુરા પીડબ્લ્યુઆઈ હેઠળના તેલોમાં કરવામાં આવી છે. શ્રવણના ટીમમાં જોડાવાથી તેના સાથીઓ ઉત્સાહિત છે, ત્યાં રેલ્વે માટે પણ ગ્રુપ ડી ના હોદ્દા ઉપર આઈઆઈટીનો સ્ટુડન્ટ મળવું ગૌરવની વાત છે.

૨૦૧૦માં આઈઆઈટીમાં મળી હતી સફળતા :

કુમાર શ્રવણને ૨૦૧૦માં આઈઆઈટી જેઈઈમાં સફળતા મળી હતી. તેનો કેટેગરી રેન્ક (સીએમએલ) ૧.૫૭૦ હતો. શ્રવણે આઈઆઈટી મુંબઈમાં ઈંટીગ્રેટેડ ડુએલ ડીગ્રી કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. ૨૦૧૫માં તેમણે એક સાથે બીટેક અને એમટેકની ડીગ્રી પ્રાપ્ત કરી. તેની બ્રાંચ મેટ્રોલોજી એંડ મેટેરીયલ સાઈન્સ હતી. આઈઆઈટી ક્રેક કરતા પહેલા પણ મેટ્રિક અને ઈંટરમીડીએટમાં શ્રવણે ઘણો સારો દેખાવ કર્યો હતો.

સરકારી નોકરીમાં રક્ષણ મળે છે, તે પ્રાઈવેટમાં નથી :

શ્રવણે વાતચીતમાં જણાવ્યું કે, જે સરકારી નોકરીમાં રક્ષણ છે તે પ્રાઈવેટ નોકરીમાં નથી. રેલ્વેની વાત જ અલગ છે. રેલ્વે સાથે જોડાઈને તે ઘણા ખુશ છે. એક પ્રશ્નના જવાબમાં શ્રવણે જણાવ્યું કે, કોર્ષ પૂર્ણ થયા પછી આઈઆઈટી કેમ્પસ માટે ઘણી કંપનીઓ આવી હતી. પરંતુ તમામ નન ફોર સેક્ટરમાં જોબ આપી રહી હતી. તેને કોર સેક્ટરમાં કામ કરવું હતું. આ તેમની પહેલી નોકરી છે.

એમણે આરઆરબી એનટીપીસીની પણ પરીક્ષા આપી છે. અને ભવિષ્યમાં ખાતાકીય પ્રમોશન માટે પણ પ્રયાસ કરશે. હાલમાં તે સંપૂર્ણ ધગશ સાથે રેલ્વે તરફથી મળેલી જવાબદારીઓ નિભાવી રહ્યા છે. શ્રવણના મોટા ભાઈ રણજીત કુમાર પટનામાં પીડબ્લ્યુડીમાં નોકરી કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.