તમે પણ કમાવવા માંગો છો ભરપૂર પૈસા, તો કરો આ દેશમાં નોકરી, નાનકડા કામ માટે પણ મળે છે લાખોનો પગાર.

0
2161

આ દુનિયામાં આજના મોંઘવારીના જમાનામાં કદાચ જ કોઈ એવું વ્યક્તિ હશે, જે પૈસા કમાવવા નહિ માંગતા હોય. પોતાની જરૂરિયાત અને શોખ પુરા કરવાં માટે દરેક વ્યક્તિ સારી નોકરીની સાથે સાથે વધારે પૈસા કમાવવા માંગે છે. પણ ઘણી વાર ખુબ મહેનત કર્યા પછી પણ માણસને પોતાની જરૂરિયાત પુરી કરવા જેટલા પણ પૈસા મળતા નથી.

આથી લોકો બીજા દેશમાં એટલે કે, એવા દેશ જ્યાંનું ચલણ વધારે ઊંચું હોય અને પગાર ધોરણ પણ ઊંચું હોય, ત્યાં નોકરી કરીને વધારે પૈસા કમાવવાનું પસંદ કરે છે. એવામાં તમે કે તમારો કોઈ મિત્ર કે સંબંધી બીજા દેશ જવાનું નક્કી કરી લીધું હોય, તો એકવાર આ દેશો વિષે પણ જાણી લો. આ દુનિયાના કેટલાક એવા દેશ છે જ્યાં સૌથી વધારે પગાર આપવામાં આવે છે. (આ લિસ્ટ 2016 ના આંકડા પર આધારિત છે, એટલે હાલમાં ત્યાં પગાર ઘણો વધી ગયો હશે.)

1. અમેરિકા :

જણાવી દઈએ કે, દુનિયામાં સૌથી વધારે પગાર આપનારો દેશ અમેરિકા છે. અને અમેરિકામાં 31.6 % ટેક્સ આપ્યા પછી પણ એક વ્યક્તિને આખા વર્ષમાં ઓછામાં ઓછા 41,355 ડોલર પગાર મળી જાય છે. એટલે તમે અમેરિકામાં નાનામાં નાનું કામ પણ કરશો, તો તમે એક વર્ષમાં 26 લાખ રૂપિયાથી વધારે કમાઈ શકો છો. એટલે જ લોકો સૌથી પહેલા અમેરિકા જવાનું પસંદ કરે છે.

2. લકજમબર્ગ :

મિત્રો, આ યાદીમાં બીજો નંબર આવે છે લકજમબર્ગનો. જણાવી દઈએ કે, લકજમબર્ગને આખા યુરોપમાં આર્થિક કેન્દ્રના રૂપમાં ઓળખવામાં છે. લકજમબર્ગ યુરોપમાં સ્ટીલ ઉપલબ્ધ કરાવવા વાળા દેશ તરીકે ઓળખાય છે. લકજમબર્ગમાં એક વ્યક્તિને 38,951 યુરો વાર્ષિક પગાર તરીકે આપવામાં આવે છે. આ પગાર વ્યક્તિને ત્યારે આપવામાં આવે છે, જયારે તેના મૂળ પગાર માંથી 37.7 ટકા ટેક્સ કાપી લેવામાં આવે. એટલે એક વર્ષમાં તમે લગભગ 31 લાખ રૂપિયા કમાઈ શકો છો.

3. નોર્વે :

જણાવી દઈએ કે, નોર્વેને દુનિયાના સૌથી અમિર દેશો માંથી એક માનવામાં આવે છે. આનું મુખ્ય કારણ છે તેની પાસે રહેલા નેચરલ રિસોર્સ છે. નોર્વેમાં તેલ, હાઈડ્રોપાવર, ફિશિંગ અને મિનરલ વધારે માત્રામાં જોવા મળે છે. નોર્વેમાં લોકોને જે પગાર મળે છે, તેનો 37 ટકા ટેક્સ કાપી લેવામાં આવે છે. અને તેના પછી પણ તેમને વાર્ષિક લગભગ 33,492 પગાર મળે છે.

આના સિવાય અહીંયા ઓવરટાઈમ કામ કરવા પર અલગથી પૈસા આપવામાં આવે છે. ભારતના હિસાબથી જોવા જાય તો એક વર્ષમાં ટેક્સ કાપીને 27 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.

4. સ્વીટ્ઝરલૈંડ :

મિત્રો, સ્વીટ્ઝરલૈંડને દુનિયાના સૌથી ઉમદા દેશો માંથી એક માનવામાં આવે છે. અહીંયા સરકારી પારદર્શિકા, જીવનની ગુણવત્તા, આર્થિક અને માનવ વિકાસ વગેરે જાણીતા છે. સ્વીટ્ઝરલૈંડમાં એક વ્યક્તિની સરેરાશ ઇનકમ 33,491 સ્વિસ ફ્રેન્ક છે.

એની સાથે જ ત્યાં અઠવાડિયામાં કામ કરવાનો સમય પણ નક્કી કરેલો છે. અને ત્યાં કામ કરવા વાળાને મહત્તમ 35 કલાક જ અઠવાડિયામાં કામ કરવું પડે છે. આ હિસાબથી તમે એક વર્ષમાં તમે અહીંયા ઓછા માં ઓછા 23 લાખ રૂપિયા કમાઈ શકો છો.

5. ઓસ્ટ્રેલિયા :

જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાને દુનિયામાં તેલ અને મિનરલની સૌથી વધુ નિકાસ કરતો મોટો દેશ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં સરેરાશ એક વ્યક્તિને વાર્ષિક 31,588 ઓસ્ટ્રેલિયન ડોલર પગાર મળે છે. આ પગાર 27.7 ટકા ટેક્સ કાપીને પછી મળે છે. અને ઓસ્ટ્રેલિયામાં દર અઠવાડિયે 36 કલાક જ કામ કરવું પડે છે. તમે એક વર્ષ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરીને ઓછામાં ઓછું 16 લાખ રૂપિયા કમાઈ શકો છો.

6. જર્મની :

મિત્રો, જર્મનીમાં લોકોને સરેરાશ ઓછો પગાર એટલા માટે મળે છે, કારણ કે જર્મનીના લોકો પોતાના પગાર માંથી 49.8 ટકા ટેક્સ આપે છે. અને આખા યુરોપમાં જર્મની સૌથી શક્તિશાળી દેશો માંથી એક છે. જર્મનીમાં લોકોનો સરેરાશ વાર્ષિક પગાર 31,252 યુરો છે. તેમ છતાં ત્યાં વાર્ષિક 25 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.

7. ઓસ્ટ્રિયા :

કોઈ દેશે પોતાના લોકોને કેટલું મહત્વ આપવું જોઈએ, આનું સૌથી સારૂ ઉદાહરણ ઓસ્ટ્રિયા છે. ઓસ્ટ્રિયામાં ઉચ્ચ સ્તરની ઈંડસ્ટ્રી કામ કરે છે. ઓસ્ટ્રિયામાં લોકો ટેક્સ કપાયા પછી વાર્ષિક સરેરાશ 31,173 ડોલર કમાઈ લે છે. ઓસ્ટ્રિયામાં પણ ટેક્સ અને સોશિયલ સિક્યોરિટી કોનટ્રીબ્યુશનના માટે 49.4 ટકા ટેક્સ આપવો પડે છે. ટેક્સ આપ્યા પછી પણ તમે અહીંયા એક વર્ષમાં 24 લાખ રૂપિયા કમાઈ શકો છો.

8. કેનેડા :

જાણકારી માટે જણાવી દઈએ કે, સાઉદીઅરબ પછી દુનિયામાં જો કોઈ દેશ સૌથી વધારે તેલ ઉત્પાદન કરે છે, તો તે છે કેનેડા. કેનેડા પાસે ઝીંક, યુરેનિયમ, ગોલ્ડ, નિકલ, એલ્યુમિનિયમ વગેરેનો પણ મોટો ભંડાર છે. કેનેડામાં ટેક્સ કાપ્યા પછી સરેરાશ વાર્ષિક પગાર 29,365 કેનેડિયન ડોલર છે. અહીંયા 31 ટકા ટેક્સ કપાય છે. કેનેડામાં એક અઠવાડિયામાં 36 કલાક કામ કરવાનું હોય છે. અહીંયા તમે ટેક્સ આપ્યા પછી પણ દર વર્ષે લગભગ 16 લાખ રૂપિયા કમાઈ શકો છો.