જો તમે પણ ફેસબુક પર કરી છે આ 9 વસ્તુ અપડેટ, તો તરત કાઢી નાખો, નહીતો પડશે મોંઘુ.

0
1989

મિત્રો એમાં કોઈ શંકા નથી કે, વર્તમાન સમયમાં સોશિયલ સાઈટ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગઈ છે. એક રીતે આ વસ્તુ આપણા માટે ફાયદાકારક પણ છે. કારણ કે એના માધ્યમથી આપણે લાખો કિલો મીટર દૂર રહેતા આપણા સબંધીઓ અને મિત્રો સાથે જોડાયેલા છી. અને કેટલીક વાર તો આપણે સોશિયલ સાઇટસ પર પોતાની પર્સનલ લાઇફ વિષે પણ ચર્ચા કરીએ છીએ. જો કે એ નાથી ઘણા લોકોએ તેના સાઈડ ઈફેક્ટ ભોગવા પડી શકે છે. અને ફેસબુક એવીજ એક સોશિયલ સાઇટ છે, અને તે ટોપ પર પણ ચાલે છે.

ફેસબુક પર આપણે પોતાના પર્સનલ જીવનને ઘણી બધી વાતો અને વસ્તુઓ શેયર કરીએ છીએ. જેના કારણે આપણે કોઈક વાર મુશ્કેલી પણ આવે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સોશિયલ સાઈટનો ઉપયોગ કરતા સમયે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, જેથી આનાથી થનારા દુષ્પરિણામથી બચી શકાય.

1. ફોન નંબર :

જણાવી દઈએ કે, આજના સમયમાં તમારે એવી આશા ન રાખવી જોઈએ કે, કોઈ પણ છોકરી-છોકરો જેને તમે પસંદ કરો છો, તે તમારો નંબર જોઈને તમને મેસેજ મોકલશે. તમારા મોબાઈલ નંબરનો મિસયુઝ થઇ શકે છે. આજથી 6-7 વર્ષ પહેલા જયારે ફેસબુકે જણાવ્યું હતું કે, તમારો ફોન નંબર તમારી સિક્યોરિટી માટે જરૂરી છે, ત્યારે તે સાચું હતું, પરંતુ હવે આ જરૂરી નથી. તો હવે તમે તમારા ફેસબુક પ્રોફાઈલની પર્સનલ ડીટેઈલ માંથી તમારો ફોન નંબર હટાવીને, તમે ઓન્લી મી ઓપશન સિલેક્ટ કરી દો. જેથી તમારો નંબર બીજું કોઈ જોઈ શકે નહીં.

2. ડ્રંક ફોટોને હટાવો :

જેવું કે આપણે બધા જોઈએ છીએ કે, સોશિયલ મીડિયા પર કેટલીક વાર લોકો નાઈટઆઉટ, પબ, ડિસ્કો વગેરેમાં કરેલી પાર્ટીના ફોટો એડ કરે છે. પરંતુ તમારે આ વાત નહિ ભૂલવી જોઈએ કે, ફેસબુકના તમારા પ્રાઇવસી સેટિંગને હૈક પણ કરી શકાય છે. એવામાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતા માતાપિતાને આ ફોટો જોઈને નિરાશા થશે. દારૂ પીતો તમારો ફોટો તમારી ડ્રિમ જોબને આડે પણ આવી શકે છે.

ઘણી કંપનીઓ કર્મચારીને જોબ આપતા પહેલા તેની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પણ ચેક કરે છે, એટલા માટે આવા ફોટો અપલોડ કરવાથી બચવું જોઈએ. કે તેમાં તમે ઓન્લી મી અને ફક્ત ફ્રેન્ડ જ જોઈ શકે એ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો.

3. ડેટ ઓફ બર્થ :

આમ તો સોશિયલ મીડિયા પર તમારી ડેટ ઓફ બર્થની જરૂર ‘બર્થડે’ ગ્રીટીંગ માટે જ હોય છે. એવામાં કોઈ વ્યક્તિ તમારા ડેટ ઓફ બર્થની સાથે તમારું નામ, સરનામું વગેરેનો દુરુપયોગ કરી શકે છે. કોઈએ પણ પોતાની આઇડેન્ટિટીનું મિસયુઝ થવા દેવું જોઈએ નહિ, એટલા માટે તમે ફક્ત બર્થડે ગ્રીટિંગ માટે આને શેયર કરવાની જરૂર નથી હોતી. પણ તમે આને પણ ઓન્લી મી કે ફ્રેન્ડ પુરતી સીમિત કરી શકો છો.

4. લોકેશન :

ફેસબુક પર ઘણા લોકો મુસાફરી દરમિયાન પોતાના લોકેશન શેયર કરે છે. પણ આ સારું નથી. કારણ કે આનો પણ ખોટો ફાયદો ઉઠાવી શકાય છે. આજના સમયમાં સોસાયટીમાં ચોરી થવાની સંભાવના વધારે થઇ ગઈ છે. અને આજના ચોર એટલા સમજદાર થઇ ગયા છે કે, આસપાસના લોકોની લોકેશનની જાણકારી રાખે છે. જે દિવસ લોકેશનમાં ખબર પડે કે આ લોકો આખા પરિવારના સાથે મુસાફરી કરવા ગયા છે, તે દિવસે તેઓ ચોરી કરે છે.

5. ઍરપોર્ટ અને હોલિડે ફોટો :

એવી ઘણી વાર જોવા મળે છે કે, લોકો બીજાને ચીડવવા માટે ઍરપોર્ટ અને હોલિડેના ફોટોસ ફ્રેડ્સ સાથે શેયર કરે છે. પણ તમે હોલિડેથી પાછા આવ્યા પછી પણ આ વસ્તુ અપલોડ કરી શકો છો. તમે અપલોડ કરેલ ફોટો બધા જોઈ શકે છે. જો તમે સોશિયલ મીડિયામાં બધું અપડેટ આપતા હોવ, તો આવી સ્થિતિમાં તમારા ઘરમાં ચોરી થવાની સંભાવના ઘણી વધી જાય છે. જો ઘરે કોઈ વૃદ્ધ માણસને મૂકી ગયા હોય તો તેના જીવને પણ ખતરો થઇ શકે છે.

6. બોસ (માલિક) ની મિત્રતા ખરાબ :

જણાવી દઈએ કે, સોશિયલ મીડિયામાં ખાસકરીને તમે જો તમારા બોસને પોતાના ફ્રેન્ડ લિસ્ટ માંથી બહાર રાખશો તો સારું રહશે. ટ્વીટર, લિક્ડઈન પર તમે ચાહો તો પોતાના બોસને લિસ્ટમાં રાખી શકો છો. પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં રાખવાનું વિચાર પણ ન રાખવો. કારણ કે એવા ઘણા કિસ્સાઓ બન્યા છે, જેમાં યુઝર્સને પોતાના વિચાર અને અભિપ્રાય શેયર કરવાને કારણે જોબ માંથી નીકાળી દેવામાં આવે છે. અને તમારી ખરાબ આદતોથી પણ બોસ પર અને જોબ પર અસર થાય છે.

7. એક્સ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ફોટા :

આ વાત ઘણી સામાન્ય છે કે, લોકો સોશિયલ મીડિયા પર પોતાની એક્સ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ફોટોઝ શેયર કરે છે. આવી સ્થિતિમાં તમારે એક્સ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ફોટા તરત ડીલીટ મારી દેવી જોઈએ. આનાથી ન ફક્ત તમારા ભવિષ્યમાં ફેર પડશે, પણ બીજા ફ્રેન્ડ્સ તમારા વિષે ખોટી ધારણા પણ બનાવી શકે છે.

8. સિંગલ કે એન્ગેજ?

તેમજ સોશિયલ મીડિયામાં ખાસ કરીને પોતાના સ્ટેટ્સમાં સિંગલ કે એન્ગેજ ના લખવું જોઈએ. ઘણી વાર સોશિયલ સાઇડ્સમાં પોતાના પરિવારના લોકો પણ જોડાયેલા હોય છે. આનાથી તમારી જિંદગીમાં ખરાબ અસર થાય છે.

9. ફ્રેન્ડ લિસ્ટ :

તમારે સોશિયલ મીડિયા પર તમારી ફ્રેન્ડ લિસ્ટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈપણ અજાણી વ્યક્તિને તમારા ફ્રેન્ડ લિસ્ટ માંથી કાઢી લેવા અથવા કોઈ અજાણીયા વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો તેનો સ્વીકાર કરવો નહિ.