”દાતા ની બે કિડની ઉપલબ્ધ છે.. સેર કરો” વાંચીને ફોરવર્ડ કરતા હોય તો એકવાર આ વિગત વાંચી લેજો

0
758

આજકાલ એક મેસેજ ઘણો ફોરવર્ડ થઇ રહ્યો છે. તે ફેલાવનાર વ્યક્તિનો અકસ્માત થઇ ગયો, ભાઈને ડોકટરે બ્રેન ડેડ જાહેર કરી દીધો છે. અને કુટુંબના લોકો તેના અંગ ડોનેટ કરવા માંગે છે. બધું મળીને તમામ લોકોની ૪ કિડનીઓ, લીવર વગેરે વગેરે છે, જરૂરિયાત વાળા લેવા માટે સંપર્ક કરે…. પછી અમુક લોકોના છેલ્લે મોબાઈલ નંબર આપવામાં આવે છે.

આવા પ્રકારના મેસેજ ફોરવર્ડ કરવા વાળા તમામ લોકોને થોડા પ્રશ્નો :

૧. શું તમે આવા અંગદાન કરવા વાળા મેસેજને ફોરવર્ડ કરતા પહેલા તેની ચકાસણી કરીને જોયું, કે તે વાસ્તવિક મેસેજ હતો કે અવાસ્તવિક જુનો કે ખોટો મેસેજ હતો.

૨. તે મેસેજમાં તારીખ, હોસ્પિટલનું નામ, નંબર, ડોક્ટર વગેરેની સંપૂર્ણ જાણકારી હતી.

૩. સૌથી મહત્વનું, શું તમને અંગદાનના નિયમો વિષે માહિતી છે?

૪. શું તમને એ ખબર છે? કે જે રાજ્યમાં બેસીને તમે આ મેસેજ ફોરવર્ડ કરી રહ્યા છો, તે રાજ્યમાં અંગદાનની સુવિધા છે કે નહિ? તે રાજ્યમાં ઓર્ગન ટ્રાંસપ્લાન્ટ કરવા માટેના ઓર્ગનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે એયર એમ્બુલેંસથી લઈને નિષ્ણાંત ડોક્ટર વગેરેની વ્યવસ્થા છે કે નહિ.

૫. જે નંબર તે મેસેજમાં આપવામાં આવ્યો છે, શું તમે તેને ફેસબુક, ગુગલ, પોતાની ફોનબુકમાં એક વખત સર્ચ કરીને જોયું છે.

મિત્રો એક વાત તમારી જાણકારીમાં રાખી લો, કે કોઈપણ મૃત શરીરમાંથી અંગદાન કરાવવાની પ્રીક્રિયા એટલી સરળ નથી હોતી. તેની પોતાની એક અલગ પ્રોસેસ, નિયમો હોય છે. ત્યાર પછી જ કાયદેસર અંગદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે. મેં ઉપર થોડા મુદ્દા લખ્યા છે, તે જરૂર વાંચો ને પહેલા કોઈપણ મેસેજને ચકાસી લો, ત્યાર પછી જ આગળ ફોરવર્ડ કરો.

હંમેશા તરત લાગણીઓમાં ન આવી જાવ. તમારું આવી રીતે લાગણીશીલ થઇને એક અધૂરા મેસેજને ફોરવર્ડ કરી દેવો કોઈના માટે કેટલી મુશ્કેલીનું કારણ બની શકે છે, તે તમે ક્યારેય નહિ વિચાર્યું હોય.

મુશ્કેલી નંબર – ૧ :

તે નંબર ઉપર અસંખ્ય ફોન જવા લાગશે. તો મજબુર થઈને સામે વાળાને પોતાનો નંબર ઓફ કરવો પડી શકે છે. અને આવા પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં જન્મો જન્મ સુધી ભટકતા રહેશે.

મુશ્કેલી નંબર – ૨ :

એક વખત નંબર બંધ થયા પછી સંબંધિત ટેલીકોમ કંપની તેને ૬ મહિના પછી પોતાની જાતે જ બંધ કરી દે છે. પણ ત્યારે શું થશે જયારે એક અજાણ્યો માણસ ફરીથી તેને ઈશ્યુ કરાવશે. પરંતુ તમારો વાયરલ કરવામાં આવેલો મેસેજ તો ડીજીટલ વાતાવરણમાં ફરી જ રહ્યો હશે ને. એટલે કે જેના દ્વારા પણ નંબર લેવામાં આવશે તેનું પાગલ થવું નક્કી છે. કેમ કે તેને દરરોજ સેંકડો કોલ સહન કરવા પડશે અંગદાન કરવા માટેના.

મુશ્કેલી નંબર – ૩ :

તમારા આ ખોટા મેસેજને કારણે જ દરેક તે માણસ દુઃખી થશે જે અંગદાન કે કોઈ મેડીકલ સેવાની કામગીરી સાથે જોડાયેલો છે. કેમ કે તમે વેરીફીકેશન કર્યા વગર આ મેસેજની તમામ જવાબદારી તેની ઉપર પણ ઠોકી દેશો.

અમારા સોશિયલ મીડિયાના ક્રાંતિકારી મિત્રો, જો તમે વાસ્તવિકતામાં કોઈની મદદ કરવા માંગો છો, તો શરુઆત પહેલા પોતાનાથી કરો. પોતાના નજીકના સરકારી, ખાનગી દવાખાનામાં જઈને અંગદાનની સંપૂર્ણ જાણકારી લઈને ફોર્મ ભરો, અને આ તમામ પ્રક્રિયાથી તમારા કુટુંબીજનોને માહિતગાર કરો.