આ ફોટાને ZOOM કરીને જોશો તો તમારું મગજ હલી જશે, જો આનું રહસ્ય સમજાશે તો જેમ્સ બોન્ડ બની જશો.

0
4975

મિત્રો, એ વાતમાં કોઈ શંકા નથી કે આજકાલ સોશિયલ મીડિયાનું ચલણ ઘણું જ વધી ગયું છે. અને લોકો પણ એના પર કંઈક નવું ને નવું શેયર કરતા જ રહે છે. એમાં અમુક ફોટા કે વિડીયો એટલા જોરદાર હોય છે, કે તે તરત જ વાઇરલ થઈ જાય છે. કદાચ આ કારણ છે કે દરરોજ આપણને રોજ નવા નવા ફોટો જોવા મળી રહે છે. અને આજે અમે તમને કંઈક આવા જ ફોટા દેખાડવાના છીએ, જે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા જોવા મળ્યા છે.

અને આ ફોટા એટલા વાયરલ થયા હતા કે તમે એનો અંદાજો પણ નહિ લગાવી શકો. અને આ બધા ફોટાની સૌથી વધારે ખાસ વાત એ છે કે, આ ફોટા ઘણા અજીબોગરીબ પ્રકારના છે. આથી આ ફોટા એક વાર જોવામાં આવે તો એના વિષે વધારે ખબર ના પડે. આ ફોટોઝને તમે જયારે જુઓ ત્યારે તમને એક તરફ હસવાનું આવે અને બીજી તરફ તમને ખબર નહિ પડશે કે, તમે આ શું જોઈ રહ્યા છો.

આપણા વડીલો હંમેશા એવું કહેતા હોય છે કે, આપણે જે વસ્તુને જે નજરથી જોઈએ છીએ, તે તેવી જ દેખાય છે. પણ મિત્રો, આ ફોટોઝમાં એકદમ ઉલટું છે. અને અમે આવું કેમ કહી રહ્યા છીએ, એતો જયારે તમે ફોટો જોશો ત્યારે જ તમને ખબર પડશે. પણ તમારે આ ફોટોઝને સમજવા માટે એક કે બે વાર નહિ પણ ઘણી વાર આ ફોટોઝ જોવા પડશે.

પહેલો ફોટો : તમે આ પહેલા ફોટાને જોઈ લો. આને જોયા પછી તમને પણ ખબર નહિ પડશે કે તમે શું જોઈ રહ્યા છો. આ ફોટોમાં એક છોકરો અને બે છોકરીઓ છે. અને તેમાં એક છોકરીએ બીજી છોકરીને એવી રીતે ઉંચકી છે કે, તેને સમજવું ખુબ મુશ્કેલ છે કે કઈ છોકરી ઉભી છે અને કઈ ઉંચકાયેલી છે. એટલા માટે તમે ફોટોને એક વાર ઝૂમ કરીને જરૂર જોજો.

બીજો ફોટો : મિત્રો, આ ફોટોમાં સૌથી વધારે કન્ફ્યુઝ થવા વાળું દ્રશ્ય એ છે કે, ત્યાં છોકરો ઉભો છે કે છોકરી ઉભી છે. એવું એટલા માટે કારણ કે માથું તો છોકરાનું દેખાઈ રહ્યું છે, પરંતુ પગ અને કપડાં છોકરીના દેખાઈ રહ્યા છે. એટલા માટે તમે આને થોડી વાર ધ્યાનથી જુઓ.

ત્રીજો ફોટો : આ ફોટોને જોઈને આવું લાગે છે, આ બંને છોકરીનું શરીર એક બીજા સાથે જોડાયેલું છે. જો તમે આ ફોટોને ધ્યાનથી જોશો, તો તમને ખબર પડી જશે, કે આ ફોટોમાં શું બતાવવામાં આવી રહ્યું છે.

ચોથો ફોટો : જણાવી દઈએ કે, જયારે તમે આ ફોટાને ઝૂમ કરીને જોશો તો તમને ખબર પડી જશે કે, આમાં છોકરીના કાનની બનાવટ ખુબ અલગ છે. અને બીમારીના કારણે આ છોકરીનો કાન આવો થઇ ગયો છે.

પાંચમો ફોટો : હવે આ ફોટામાં તો છોકરી એક જ દેખાઈ રહી છે, પરંતુ તેના બુટ ચાર દેખાઈ રહ્યા છે. એટલા માટે આ ફોટો વાસ્તવિકમાં ખુબ કન્ફ્યુઝ કરવા વાળો છે.

છઠ્ઠો ફોટો : મિત્રો, આ ફોટોમાં વૈન પર ગાડીનું પોસ્ટર એટલી ચોકસાઈથી લગાવ્યું છે કે, એમાં વેનની બાજુમાં અલગથી ગાડી ઉભી હોય એવું દેખાય છે. તે તમને ફોટાને ઝૂમ કર્યા પછી ખબર પડશે.

સાતમો ફોટો : તમને આ ફોટામાં બ્રાઉન કલરની બિલાડી દેખાઈ રહી હશે અને એનો પડછાયો દેખાઈ રહ્યો હશે. પણ મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ આ ફોટામાં એક નહિ પણ બે બિલાડી છે. હા, ફોટો ઝૂમ કરશો તો તમને બ્રાઉન રંગની બિલાડીના કાન વાળા ભાગનો પડછાયો અલગથી દેખાશે અને કાળા રંગની બિલાડીની આંખ દેખાશે.