જો ઘરમાં દેખાવા લાગે આ 4 સંકેત, તો સમજવું કે તમારું ઘર છોડવાના છે માં લક્ષ્મી, જાણો એ સંકેત વિષે

0
1906

જીવન સુખ દુઃખનું સંગમ છે. તેમાં જો કોઈ પણ વ્યક્તિ ગુમ થઇ જાય તો એને પોતાનું જીવન માત્ર કંટાળાજનક જ લાગે છે. દુઃખમાં માણસ સુખની રાહ જરૂર જુવે છે, પરંતુ સુખના દિવસોમાં માણસ દુ:ખની રાહ નથી જોતો. પરંતુ ગ્રહોની ચાલ મુજબ માણસે આ બંને જ વસ્તુમાંથી પસાર થવું પડે છે.

સુખ અને દુઃખ જીવના બે પૈડા છે, જેના વગર જીવનની કલ્પના નથી કરી શકાતી. તેવામાં જીવનના કોઈ પણ સમયે નિરાશ અને ઉદાસ ન થવું જોઈએ. પણ આજે અમે તમને એનાથી થોડું વિશેષ જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ કે તમારા માટે આ લેખમાં વિશેષ શું છે?

દરેકને સારી રીતે જીવન પસાર કરવા માટે આજકાલ પૈસાની સખત જરૂર હોય છે. અને તેની જરૂર પૂરી કરવા માટે માતા લક્ષ્મીનું તમારી ઉપર પ્રસન્ન થવું પણ જરૂરી છે. માતા લક્ષ્મી જયારે તમારાથી નારાજ થાય છે, તો તમારા ઘરમાં દુઃખોનો ડુંગર તૂટી પડે છે.

એટલું જ નહિ, તમારે એક એક પૈસા માટે આમતેમ ભટકવું પડે છે. તેવામાં જો તમને પહેલાથી જ તે સંકેતો વિષે ખબર પડી જાય, જેનાથી માતા નારાજ થવાના છે, તો કદાચ તમે તેમને પહેલા જ મનાવી શકો છો. તો આવો જાણીએ કે તે ક્યા એવા સંકેત છે, જે જોવા મળે તો સમજી લેવું જોઈએ કે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જઈ રહ્યા છે.

અન્નનું અપમાન :

શાસ્ત્રો મુજબ જે ઘરમાં અન્નનું અપમાન થાય છે, તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારે પણ વાસ નથી કરતા. તેવામાં જો તમારા ઘરમાં પણ અન્નનું અપમાન થવાનું શરુ થઇ ગયું છે, તો તમે સમજી જાવ કે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જવાના છે. તેવામાં તમારે ઘરમાં અન્નનું અપમાન કરવાનું બંધ કરી દેવું જોઈએ, અને માતા લક્ષ્મીને મનાવવા માટે તેમની પૂજા અર્ચના કરવાનું શરુ કરી દેવું જોઈએ.

વડીલોનું અપમાન :

જ્યોતિષ શાસ્ત્રો મુજબ જે ઘરમાં મોટા વડીલોનું અપમાન થાય છે, તે ઘરમાં માતા લક્ષ્મીજી કોઈપણ સ્થિતિમાં નહિ ટકે, તેવામાં જો તમારા ઘરમાં મોટા વડીલોનું અપમાન થાય છે, તો તેને તરત અટકાવી દેવું જોઈએ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વડીલોની ખુબ સેવા કરો. એમ કરવાથી માતા તમારા ઘરમાં ફરી વાસ કરશે. કેમ કે માતા પોતાના બાળકોથી વધુ સમય સુધી નારાજ નથી રહેતી.

ઘરમાં લડાઈ ઝગડા :

શાસ્ત્રો મુજબ જો તમારા ઘરમાં રોજ લડાઈ ઝગડા થાય છે, તો તમારે સમજી જવું જોઈએ કે, માતા લક્ષ્મી વહેલી તકે જ તમારું ઘર છોડીને જઈ શકે છે. કેમ કે માતા લક્ષ્મીને શાંતિ ઘણી વધુ પસંદ છે. તેવામાં તમારે ઘરમાં પ્રેમ અને ભાઈચારા સાથે રહેવું જોઈએ, જેથી તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે.

ખોટું બોલવું :

જો તમે હંમેશા ખોટું બોલો છો અને લોકો તમારા ખોટું બોલવાથી દુઃખી થાય છે, તો તમારા માટે તે સારા સંકેત નથી. તમારા અસત્યને ભલે કોઈ પકડી ન શકે, પરંતુ માતા લક્ષ્મી જરૂર પકડી લે છે. તેવામાં તે તમારાથી ગુસ્સે થઇ જાય છે અને તમારા ઘરને હંમેશા માટે છોડીને જતી રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.