આ દવા તમે અથવા તમારા ઘરનું કોઈ સભ્ય લેતા હોય, તો એકવાર વાંચી લો કે જાણકારો એના વિષે શું કહે છે

0
3745

ફેસબુક પર આરોગ્યને લગતા એક ગ્રુપમાં જેમાં ઘણા ડોક્ટરો પણ મેમ્બર છે, એમાં પૂર્વી બી. દેસાઈ નામની એક મહિલાએ એક દવા જેનું નામ ડીક્લોફિનેક સોડિયમ 50 એમજી છે એનો ફોટો મૂકીને સાથે લખ્યું હતું કે, આ પેકેટમાં 500 ગોળીઓ આવે છે, જેની કિંમત 150 રૂપિયા લખેલ છે. મારા મમ્મી દરરોજ આ ગોળી ખાય છે, ને ગામના બીજા ઘણા લોકો આ ગોળીઓ ઘુંટણને સાંધાના દુઃખાવાના રાહત રુપે લે છે. પહેલા આ દવાઓ બંધ કરાવી હતી પણ ફરીથી આ પેકેટ મંગાવતા અહીં પોસ્ટ મૂકી રહી છું આ લેવાય કે નહીં તે જણાવશો.

બીજી વાત કે ગામમાં એક ડોક્ટર ગાડી લઈને આવતા અને દર અઠવાડીયે એક દીવસ પૈસા લઈને ઈંજેક્શન આપીને જતા જે બંધ કરાવેલ છે. આ સાથે ઉપરોક્ત દવાના ફાયદા અને નુકશાન બાબતે માહિતી આપવા વિનંતી કરી હતી.

એમના પ્રશ્નનો ઉત્તર આપતા અશ્વિન ભટ્ટ નામના એક યુઝરે લખ્યું કે, આ ઘણી ખતરનાક દવા છે. તે કિડની ફેલ થવા માટે જવાબદાર છે. એમણે આગળ લખ્યું કે, ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર પાવરફુલ પેઈન કિલર લેવાથી તમારું હાર્ટ અને કિડની ડેમેજ થશે અને દવા બીપી વધારશે.

ડોક્ટર વી એસ ચંદારાના આ બાબતે જણાવે છે કે, આ પ્રકારની દવાને NSAID નોન સ્ટીરોડલ એન્ટીઇન્ફ્લેમેટ્રી ડ્રગ કહેવાય છે, જે સોજો ઓછો કરે છે અને દુઃખાવામાં રાહત આપે છે. આવી દવા એસ ઓ એસ એટલે કે જરૂર પૂરતી લેવાની હોય છે. આવી દવાની તમારે વારંવાર જરૂર પડતી હોય, તો એનો મતલબ કે તમારી તકલીફ કે દુ:ખાવાનો કોઈ કાયમી ઈલાજ નથી.

આવી દવા લાંબો સમય લેવાથી પેટમાં અલ્સર કે ચાંદા પડે છે, કબજીયાત થાય, એસીડીટી થાય, લોહીના ટક્કા ઘટે અને છેલ્લે કિડની ખરાબ થતા ડાયાલીસીસ કરાવું પડે. વા કે રહોમેટીઝમથી પીડાતા લાખો દર્દીઓ આવી દવાની સાથે સ્ટીરૉયડ પ્રકારની દવાના બંધાણી થતા હોય છે, અને ધીમે ધીમે તેમનો બોન મેરો હોજરી અને કિડનીનું રીપેર ન થઈ શકે તેવું નુકસાન થતું હોય છે. ભગવાન બચાવે આવા ઉઘાડ પગા ડોક્ટરથી. તેઓ એ પણ જણાવે છે કે, દુ:ખાવો થતો હોય તો પેરા સીટામોલ અથવા તો તેની સાથે ટામાડોલ લઈ શકાય. નો પ્રૉબ્લેમ અને સેઈફ.

ડોક્ટર સુરેશ સાવજ આ દવા વિષે જણાવે છે કે, આ ડાઈકલોફેનેક સોડિયમ છે જેનો લોકો બેફામ યુઝ કરે છે. અને લોકો સમજ્યા વગર પીધા કરે છે. તેઓ જણાવે છે કે આ દવા વધુ લેવાથી કિડની ખતમ થઈ જશે.

પ્રદીપ જોશી એક કિસ્સો જણાવતા કહે છે કે, આ દવા ગીધ પક્ષીના નિકંદન માટે જવાબદાર છે. એમના જણાવ્યા અનુસાર “ભરવાડોએ ગાય ભેંશને દુ:ખાવા માંથી મુક્તિ માટે ચણા મમરાની જેમ આ ટીકડીઓ ગળાવી, અને તેનું માંસ ખાઈ ગીધના શરીરમાં આ દવાઓ જતા બધાજ ગીધ કિડની ફેલ થતા નિકંદન પામ્યા. હવે તમે પોતે જ નક્કી કરો આ દવા કેટલી જોખમી છે.” એમણે એ પણ કહ્યું કે, ફક્ત થોડા દિવસ લેવાથી હૃદયરોગનો હુમલો અને લકવો થવાની શકયતા અનેક ગણી વધી જાય છે, અને સતત લાંબો સમય લ્યો તો કિડનીઓ હંમેશ માટે કામ કરતી બંધ થયી જાય છે.

પ્રદીપ જોશી પોતાના બીજા મેસેજમાં જણાવે છે કે, જે દવાઓ વિકસિત દેશોમાં ડીગ્રી ધારી તબીબોના પ્રિસ્ક્રીપશન વગર મેડિકલ સ્ટોર વાળા ન આપી શકે, એ બધી દવાઓ અહીં બીજી પથીના તબીબો, અભણ ઉંટ ચિકિત્સકો, બાવાઓ, હકીમો અને મેડિકલ સ્ટોર તો શું પાનના ગલ્લા વાળાઓ બેરોકટોક બેફામ વેચે છે. ભાવનગરમાં કેટલાક પાન વાળા આ ડાઈકલોફીનેક અને સ્ટીરોઇડની બેટનેસોલ એ બંને ગોળીઓની પડીકીઓ બનાવી ગોઠણના દુઃખાવા વાળી વ્યક્તિઓને વેચે છે, અને પ્રજા હોંશે હોંશે ગળે છે ઝેર.

પ્રદીપ ચાવડા આ બાબતે જણાવે છે કે, આ સારી દવા તો નથી જ. એની આડઅસર ઘણી છે. મારા મતે તો કોઈ પેઈન કીલર સારી નથી. કારણકે એ કોઈ પેઈન કીલ કરતી નથી. એ ખાલી તમને પેઈન ફીલ થવા દેતી નથી. હા, પોસ્ટ ઓપરેશન પછી દર્દીને આપવામાં આવે છે, કારણકે કોઈ પર્યાય નથી. બાકી GEMS ની જેમ ના લેવાય.

તેમજ ધડુક દેવ ભારત કહે છે કે, આ બહુજ ખરનાક મેડીસીન છે. મારા મામીની બંને કિડની ફેલ થઈ ગઇ છે. હાલ દર ત્રીજા દિવસે ડાયાલીસીસ કરાવવું પડે છે. અરવિંદ બારોટ નામના એક યુઝર કહે છે કે, હું ડોક્ટર નથી, એટલે અધિકાર નથી. પણ, આ દવામાં આવતું ડાઇક્લોફેનેક જે દુ:ખાવો અને સોજામાં રાહત આપે છે. તે બહુ ચલણમાં છે, એવી ડીએએન-પી માં પણ આ જ ડ્રગ છે, જે વધુ પડતી લેવાય તો કિડની, આંતરડાને નુકસાન કરે છે. પેરસીટામોલ ની આડઅસર પ્રમાણમાં ઓછી છે.

જયેશ ગોસાઈ નામના યુઝરે લખ્યું કે, એનલગેસ્ટીક ઇફેક્ટ છે, લાંબો સમય લેવાથી રેનલ કોમ્પલિએશન થઇ શકે છે.

અશ્વિન ભટ્ટ આ વિષયમાં જણાવે છે કે, જેટલી ટેબ્લેટ પ્રિસ્ક્રીપશનમાં લખી હોય એટલી જ લેવાય. એમણે બીજા મેસેજમાં જણાવ્યું કે, આવી રીતે દવા વેચવા બદલ લીગલ એક્શન લઈ શકાય.

પ્રદીપ નગાડીયા જણાવે છે કે, આ પેઈનકીલર સૌથી વધારે નુકસાનકારક દવા છે.

નિમિષા ઠક્કર જણાવે છે કે, જે બી લોકો લેતા હોય તેને સમજાવો, ના પાડો બેન.

નીલ સોંદારવાએ કહ્યું જે, આ બંધ કરવો પ્લીઝ. મારા દાદી આમાંજ જતા રહ્યા છે.

જીતેન્દ્ર મકવાણા નામના યુઝર જણાવે છે કે, પ્લીઝ આજે અત્યારથી જ બંધ કરાવો. કયા સિટીમાં રહે છે, ત્યાં નજીકના સરકારી આયુર્વેદિક ડિસ્પેનસરી પર જાવ, ફ્રી માં બેસ્ટ ટ્રીટમેન્ટ મળશે.

સિધ્ધાર્થ નાઇક કહે છે કે, Aa tablet na levay, kaldikind dr. Ne batavi lavi.

રણધીર એમ. નાઇક કહે છે કે, જે લોકો આ દવા વાપરતા હોય તો તાત્કાલિક બંધ કરો. આ દવા ભયંકર નુકશાનકારક છે.

સિધ્ધાર્થ નાયક નામના અન્ય કે એક યુઝર કહે છે કે, Avoid This. Potentially Harmful.

બીએસ વૈદય પોતાના મેસેજમાં લખે છે કે, નીમ હકીમ ખતરેમેં જાન. આવાજ એક મોરબીનો વૈદરાજ મારાં પત્નીને દમનાં પડીકાં મોકલતો, જેમાં સ્ટીરોઈડનો ઓવરડોઝ હતો. સમયસર વડોદરાની ડ્રગ લેબમાં ચેક કરાવતાં પકડાયું, પણ ૩૫ વરસની ઉંમરથી ડાયાબીટીસનો રોગ પેસી ગયો. અમેરીકામાં મને અકસ્માત થયો ને મુઢમાર વાગ્યો, મારી પાસે ડીઈએન-એમઆર હતી, તે અહીંના ડોકટરને બતાવી તો તેણે કચરાપેટીમાં ફેંકી ક્યારેય નહી લેવાની ચેતવણી આપી.

અશ્વિન ભટ્ટ બી એસ વૈદયને કહે છે કે, ડાયાબિટીસ સ્ટેરોઇડને લીધે આવ્યો.

પ્રશ્ન પૂછનાર પૂર્વી બી ગોસાઈએ લખ્યું કે, આ પોસ્ટ અને કોમેન્ટસ મારા ઘરે બધાને વંચાવવી પડશે તો માનશે. સીધી રીતે કોઈ સમજતા નથી. આભાર.

તો મિત્રો, આ બધી વાતો પર એકવાર વિચાર જરૂર કરજો. અને કોઈ પણ સમસ્યા થવા પર સૌથી પહેલા સારા ડોક્ટરની મુલાકાત લઇ ચેકઅપ કરાવવું. મન ફાવે એમ અને કોઈના કહેવા પર એલોપેથી ગોળીઓ ગાળવાની શરુ ન કરી દેવી.