જો રાત્રે ભાત ખાશો તો હૃદય, મગજ, ચામડી, સાંધા અને લીવર રહેશે તંદુરસ્ત, ક્લિક કરી જાણો કેવી રીતે.

0
4126

મિત્રો, સામાન્ય રીતે મોટા ભાગના ન્યુટ્રિશનિસ્ટ રાત્રે ભાત ન ખાવાની જ સલાહ આપે છે. પણ રુજુતા દિવેકર જે સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ છે તે રાત્રે દાળ-ભાત ખાવાની સલાહ આપે છે. આ બાબતે રુજુતાનું કહેવું છે કે, રાત્રે દાળ-ભાત ખાવાથી આપણું હૃદય અને લોહીનું સુગર સારું રહે છે. એટલું જ નહિ ભાત સરળતાથી પચી જનાર ખોરાક છે. એવામાં તે રાતની ઊંઘને પણ સારું બનાવવાનું કામ કરે છે.

તેમજ ભાત શરીરમાં વસા(ચરબી)ના ભંડારને નિયંત્રિત કરવા વાળા લેપ્ટીનની સંવેદનશીલતાને વધારવાનું પણ કામ કરે છે. રુજુતા આગળ જણાવે છે કે, ભાત ખાવાથી આપણા આંતરડા મજબૂત બને છે, અને તે કબજિયાતથી છુટકારો આપાવવામાં પણ મદદ કરે છે. ગુજરાતી ભાષામાં કહીએ તો રોજ શાંજે ખીચડી ખાવી જોઈએ.

જાણકારી માટે જણાવી દઈએ કે, ભાતમાં એમિનો એસિડ્સ વધારે માત્રામાં જોવા મળે છે. તે મગજના સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે. આના સિવાય એનો શરીરના સાંધા પર પણ ઘણો સારો પ્રભાવ રહે છે. ભાત ખાવાના ફાયદા તમારા વર્કઆઉટ પર પણ પડે છે. ભાતના સેવનથી વર્કઆઉટનું પરિણામ ઝડપથી સામે આવે છે.

મિત્રો, રુજુતા એ પણ જણાવે છે કે, ભાતમાં મેથીઓનીન, વિટામિન બી 1 અને રેજીસ્ટ્રેટ સ્ટાર્ચ જોવા મળે છે. મેથીઓનીન એક પ્રકારનો એમિનો એસિડ હોય છે, જેમાં સલ્ફર વધારે માત્રામાં જોવા મળે છે. તે ત્વચાની તમામ સમસ્યાઓથી છુટકારો આપવામાં ફાયદાકારક છે. તે વધતી ઉંમરને ઓછું કરવામાં પણ અસરકારક છે.

એટલું જ નહિ ભાત લીવર માંથી વિષાક્ત તત્વોને બહાર કરવાનું પણ કામ કરે છે. ચહેરાની કરચલીઓ અને સફેદ વાળથી છૂટકારો મેળવવા માટે પણ તમે ભાતનું સેવન કરી શકો છો. ભાતમાં જોવા મળતો વિટામિન બી 1 નાડીઓ અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સોજો અને બળતરા જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તે ઘણો અસરકારક છે.

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા મત મુજબ, ભાતનું પોષણ મૂલ્ય વધારી પણ શકાય છે. એના માટે તમે ભાત બનાવતા પહેલા એને પાણીમાં પલાળીને રાખો. રુજુતા આગળ જણાવે છે કે, ભાતનું સેવન કેન્સર જેવી ખતરનાક બીમારીઓથી પણ બચાવે છે. આ શરીરમાં વસાની સ્થિતિને સારી રાખે છે અને ખરાબ બેક્ટિરિયાને બનતા રોકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.