આવી રીતે ખાશો ઈલાયચી તો મગજ કોમ્પ્યુટરથી પણ ઝડપી ચાલશે, જાણો ઈલાયચી ખાવાની રીત.

0
3116

આમ તો આપણા ભારત દેશમાં ઈલાયચીનો ઉપયોગ માઉથફ્રેશનર તરીકે કરવામાં આવે છે. તેમજ તેને મીઠા ભોજન જેવા કે હલવા, ખીર, દૂધપાક, ગુલાબજાંબુ વગેરેમાં પણ નાખવામાં આવે છે. ઈલાયચી બે પ્રકારની હોય છે. પહેલી નાની ઈલાયચી જે આપણા સ્વાદમાં ઉત્તમ સુગંધ માટે ઓળખવામાં આવે છે. અને એક બીજા પ્રકારની ઈલાયચી હોય છે, જેને આપણે મોટી ઈલાયચી કહીએ છીએ.

જણાવી દઈએ કે, મોટી ઈલાયચી ખરેખર એક મસાલો હોય છે, જેને ભોજનમાં ટેસ્ટ આપવા માટે નાખવામાં આવે છે. અને ઈલાયચી આપણા આરોગ્ય માટે ખુબ સારી રહે છે. તેની અંદર વિટામીન ‘સી’, પોટેશિયમ, કેલ્શિયમ જેવા પોષક તત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો આવો જાણીએ ઈલાયચી ખાવાથી કયા કયા ફાયદા થાય છે.

ઈલાયચીથી કરો તમારું મગજ મજબુત :

મિત્રો, એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે, ઈલાયચી આપણા મગજને મજબુત એટલે કે શક્તિશાળી કરવા માટે સૌથી સારો નુસખો છે. તેનો સાચી રીતે ઉપયોગ કરવાથી આપણી યાદશક્તિ વધી શકે છે. અને તેનાથી આપણી વિચારવાની અને સમજવાની શક્તિ બમણી થાય છે.

તો મગજની શક્તિ વધારનારો આ નુસ્ખો બનાવવા માટે તમે 3 બદામ, 3 પીસ્તા અને 4 ઈલાયચી લઈને એને એકસાથે વાટી લો. હવે આ મિશ્રણને એક ગ્લાસ દુધમાં નાખો અને એને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી દૂધ અડધું થઈ જાય. ત્યારબાદ દુધમાં સાકર નાખીને પીવું. આ નુસખો મોટા લોકોની સાથે બાળકોના મગજને તેજ કરવા માટે પણ ખુબ ફાયદાકારક છે.

આવો જાણીએ ઈલાયચી ખાવાથી બીજા કયા કયા ફાયદા થાય છે.

પાચનતંત્ર મજબુત કરવાં માટે :

મોટા ભાગના ઘરોમાં ભોજન પરું થાય એટલે દરેકને ઈલાયચી આપવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે, કારણ કે ઈલાયચી ખાવાથી ખોરાકને વહેલા પચવામાં મદદ મળે છે. જમ્યા પછી ઈલાયચી ખાવાથી કબજિયાત, એસીડીટી, પેટનો દુઃખાવો કે બળતરા જેવી સમસ્યા થતી નથી. સાથે જ ઈલાયચી તમારા ગળા કે છાતીમાં થતી બળતરામાં પણ આરામ આપે છે.

કેવી રીતે સેવન કરવું : પાચનતંત્ર મજબુત કરવાં માટે 3 ઈલાયચી, આદુનો એક સુકો ટુકડો, 2 લવિંગ અને 1 ચમચી ધાણા આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને એનું ચૂર્ણ બનાવી લો. હવે આ ચૂર્ણનો બે વખત સવાર અને સાંજ ભોજન પછી ખાવ. આનાથી પેટ સાથે સંકળાયેલી બધી તકલીફો ઠીક થઇ જાય છે.

શરદી અને ખરાશ :

ઠંડીમાં શરદી ખાંસી થવી સામાન્ય વાત છે. શરદી ખાંસી થવા પર રોજ સવારે ખાલી પેટ 1 થી 2 ઈલાયચી ખાઈ લો, અને પછી પાણી પી લો. આમ કરવાથી ખાંસી તો ઠીક થઇ જશે, સાથે જ ગળામાં થતી ખરાશથી પણ આરામ મળશે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાં માટે :

જણાવી દઈએ કે, જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ રહે છે તેમણે ઈલાયચીનો ઉપયોગ રોજ કરવો જોઈએ. કારણ કે તેની અંદર રહેલ પોટેશિયમ અને ફાઈબર શરીરના બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવાનું કાર્ય કરે છે.