તમે પણ સફરજન ખાવાના શોખીન છો? તો એકવાર આ વિડીયો જરૂર જોજો, નહીં તો પસ્તાવો થશે

0
4042

મિત્રો આજે અમે તમને સફરજન વિષે થોડી મહત્વની જાણકારી આપવાના છીએ. કારણ કે સફરજન એક એવું ફળ છે જેનું સ્વાસ્થયની દ્રષ્ટીએ ઘણું મહત્વ છે. અને સફરજનની ગણતરી પણ ઊંચા પ્રકારના ફળોમાં કરવામાં આવે છે. સફરજનના ઝાડના મૂળ પ્રદેશમાં યુરોપ અને એશિયાના ઠંડા પ્રદેશોનો સમાવેશ થાય છે. સફરજન વિષે એવું કહેવામાં આવે છે કે, રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાની જરૂર નથી રહેતી.

આમ તો સફરજનની ઘણી બધી જાતો હોય છે. પણ એમાં ચાર્લ્સ રોસ, બેમલે સીડગીલ, ગોલ્ડન ડીલીશન, પ્રિન્સ આલ્બર્ટ, ન્યુટલ વન્ડર, બ્લેનહિમ ઓરેન્જ, લેકસ્ટન સુપ્રર્વ, ઓરેન્જ પિપીન, રેડ સોલ્જર અને અમેરિકન મદુર આ દસ જાતો મુખ્ય અને પ્રખ્યાત છે. સફરજનને કાચું ખાવા સિવાય એમાંથી અથાણું, મુરબ્બો, ચટણી અને શરબત પણ બનાવવામાં આવે છે. અને આજના આ લેખમાં અમે તમને એના એવા ફાયદા જણાવવાં જઈ રહ્યા છીએ, જે ઘણા ઓછા લોકોને ખબર હોય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સફરજનમાં ફોસ્ફરસ રહેલું હોય છે, આથી એને ખાવાથી પેટ સાફ થાય છે અને આમાશયની પૃષ્ટિ થાય છે. મિત્રો તમે અડધા લીટર પાણીને ઉકાળીને એમાં બે સફરજનના નાના નાના ટુકડા કરીને એમાં મુકી દો. પછી જયારે આ પાણી ઠંડુ થઇ જાય તો તેને ગાળીને પી લો. (જો તેમાં મીઠાશની જરૂર હોય, તો તેમાં સાકર ભેળવી શકો છો.) આ સફરજનનું પોષ્ટિક અને સ્વાદિષ્ટ સરબત છે.

આ સરબત તરત જ લોહીમાં ભળીને હ્રદય, મગજ, યકૃત અને શરીરના દરેક કોષમાં શક્તિ અને સ્ફૂર્તિ પહોચાડે છે. દાંત કળતા હોય, દાંતમાં જગ્યા હોય, પેઢા ફૂલતા હોય તો એવા સમયે ભોજન પછી રોજ સફરજન ખાવાથી ફાયદો થાય છે. તેના પ્રયોગથી દાંત અને પેઢા ઠીક થઇ જાય છે.

એટલું જ નહિ જે લોકો ડાયટ ઉપર હોય, તેમના માટે સફરજન ઘણા સારા માનવામાં આવે છે. કારણ કે સફરજનમાં 0% કેલેરીનું પ્રમાણ હોય છે. તેમજ તેમાં ઘણા બધા પોષ્ટિક તત્વો પણ હોય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉપરાંત સફરજન એનીમિયા, પાચનને લગતી બીમારીઓને પણ દુર કરે છે. સફરજનના ઉપયોગથી તમારા ચહેરા ઉપર એક અલગ જ પ્રકારનું તેજ આવે છે, જેથી તમે બીજાના પ્રમાણમાં આકર્ષિત લાગો છો. તેનું એક કારણ તે પણ છે કેમ કે સફરજનને ફાઈબરનો ખજાનો માનવામાં આવે છે.

આવો જાણીએ સફરજનો જુદા જુદા રોગોમાં ઉપચાર :

ભૂખ વધારવામાં મદદ રૂપ : એક ગ્લાસ સફરજનના રસમાં સ્વાદ પ્રમાણે સાકર ભેળવીને થોડા દિવસો સુધી પિતા રહેવાથી ભૂખ ઓછી લાગવાની સમસ્યા પણ સારી થઈ જાય છે. ખાટા સફરજનના રસમાં લોટ બાંધીને રોટલી બનાવીને રોજ ખાવી પણ ફાયદાકારક છે.

તાવનો ઈલાજ : જાણકારી માટે જણાવી દઈએ કે, નબળા હ્રદયને કારણે પણ શરદી-તાવ આવતા હોય છે. જો રોગીને તાવની દવાઓથી ફાયદો નથી થતો, તો એમનો તાવ ઠીક કરવા માટે ભોજન પહેલા છાલ સહિત સફરજન ખાવડાવવાથી મગજની નબળાઈ દુર થઈને તાવમાં રાહત થઇ જાય છે.

આનો અન્ય એક પ્રયોગ આ મુજબ છે. સફરજનના ઝાડની 4 ગ્રામ છાલ અને 200 ગ્રામ પાંદડા ઉકાળીને 10-15 મિનીટ સુધી ઢાંકીને રાખો. ત્યાર પછી તેને ગાળી લો. તેમાં એક ટુકડો લીંબુનો રસ અને 10 ગ્રામ કે ૨૦ ગ્રામ ખાંડ ભેળવીને ખાવાથી તાવનો ડર, થાક અને બળતરા દુર થાય છે તે યકૃતના વિકારથી થનાર તાવમાં પણ લાભદાયી છે. આ પ્રયોગથી તાવ ઉતરે છે અને મન આનંદિત રહે છે.

ટાયફોઇડમાં રાહત આપે : જણાવી દઈએ કે, સફરજનનો મુરબ્બો 15-20 દિવસ સુધી સતત ખાવાથી હ્રદયની નબળાઈ અને હ્રદય બેસી જવાની તકલીફમાં સારું થઇ જાય છે.

મેલરિયાનો તાવ : મેલેરીયાના તાવમાં સફરજન ખાવાથી તાવ તરત ઠીક થઇ જાય છે.

ખાંસીમાં ફાયદાકારક : મિત્રો પાકા સફરજનનો એક ગ્લાસ રસ કાઢીને એમાં સાકર ભેળવીને સવારે પીવાથી જૂની ખાંસીમાં ઘણો લાભ થાય છે.

સુકી ખાંસી : રોજ પાકા સફરજન ખાવાથી સુકી ખાંસીમાં લાભ થાય છે. મગજના રોગ, કફ (બલગમ), ખાંસી, ટી.બી.વગેરે રોગમાં સફરજનનો રસ અને મુરબ્બો ખાવાથી ફાયદો થાય છે.

બાળકોના પેટના રોગોમાં : બાળકોને રોજ સફરજન ખવરાવવાથી બાળકોના પેટમાં તમામ રોગ ઠીક થઇ જાય છે.

બાળકોના દસ્ત(ઝાડા) માં રાહત અપાવે : જયારે નાના બાળકોને દૂધ નથી પચતું, કે પછી દૂધ પીવરાવવાથી જ ઉલટી અને ઝાડા થવા લાગે, તો આ સમયે તેને દૂધ બંધ કરીને થોડા થોડા સમયે સફરજનનો રસ પીવરાવવાથી ઉલટી અને ઝાડામાં રાહત થઇ જાય છે. જુના દસ્તમાં પણ તે ઘણું ફાયદાકારક છે.

એટલું જ નહિ પણ મરડો થઈને થતા મરોડ અને ઝાડામાં પણ તે ફાયદાકારક છે. સફરજન લોહીના ઝાડાને પણ બંધ કરે છે. ઝાડામાં સફરજન છોતરા વગરના ખાવા જોઈએ. સફરજનનો મુરબ્બો પણ ફાયદાકારક છે. સફરજનના છોતરા કાઢીને નાના નાના ટુકડા કરીને દુધમાં ઉકાળો. તે દુધનો અડધો કપ દર કલાક વચ્ચે રોગીને પીવરાવવાથી ઝાડા બંધ થઇ જાય છે.

હાઈ બ્લડપ્રેશરમાં ફાયદાકારક : જેમને હાઈ બ્લડપ્રેશર રહે છે એમને રોજ બે સફરજન ખાવાથી સારો લાભ થાય છે.

પેશાબ વધુ આવવાની સમસ્યા : સફરજન ખાવાથી તમારે વારંવાર પેશાબ જવાનું ઓછું થઇ જશે.

ઊંઘ ન આવવાની સમસ્યા : જણાવી દઈએ કે સફરજનનો મુરબ્બો ખાવાથી ઊંઘ આવવા લાગે છે. સફરજન ખાઈને સુવું પણ ઊંઘ લાવવામાં મદદરૂપ છે.

દારૂ પીવાની ટેવ દુર કરવાં : સફરજનનો રસ વારંવાર પીવાથી અથવા સારું પાકેલું એક એક સફરજન રોજ ત્રણ વાર ખાવાથી દારૂ પીવાની ટેવ છૂટી જાય છે. નશાના સમયે સફરજન ખાવાથી નશો ઉતરી જાય છે. એના માટે સફરજનનો રસ પણ પી શકાય છે. ભોજન સાથે સફરજન ખાવાથી પણ દારૂની ટેવ છૂટી જાય છે.

પથરીનો ઈલાજ : જેમને કીડની અને મૂત્રાશયમાં પથરી બનતી રહેતી હોય, કે પછી ઓપરેશન કરાવીને પથરી કઢાવી નાખ્યા બાદ પણ પથરી રહી ગઈ હોય, તો તેવા સમયે સફરજનનો રસ પિતા રહેવાથી પથરી બનવાનું બંધ થઇ જાય છે, તથા બનેલી પથરી ઘસાઈ ઘસાઈને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. તે કીડનીને સુદ્ધ કરે છે, અને એનાથી કિડનીનો દુઃખાવો દુર થાય છે. જો થોડા દિવસો દર્દી સફરજન ઉપર જ રહે તો પથરી નીકળી જાય છે. વધુ ભૂખ લાગે છે અને બીજા શાક – શાકભાજી કે ફળ ખાવા.

પેટના કરમિયા દુર કરે : બે સફરજન રાત્રે સુતી વખતે થોડા દિવસો એટલે ઓછામાં ઓછા 7 દિવસ સુધી ખાવાથી જીવડા મરીને ગુદા વાટે મળ સાથે બહાર નીકળી જાય છે. સફરજન ખાધા પછી આખીરાત પાણી ન પીવો.

નબળાઈ દુર કરે : જણાવી દઈએ કે, સફરજનનું રોજ સેવન કરવાથી હ્રદય, મગજ અને આમાશયને એક સરખી રીતે શક્તિ મળે છે. તેનાથી નબળાઈ પણ દુર થાય છે. સવારે 2-3 સફરજન ઉપર ગરમ દૂધ પીવાથી નબળાઈ દુર થાય છે.

કબજિયાત : ખાલી પેટ સફરજન ખાવાથી કબજિયાત(પેટની ગેસ) દુર થાય છે. ભોજન કર્યા પછી સફરજન ખાવાથી કબજિયાત થાય છે. સફરજનના છોતરા દસ્તાવર હોય છે. કબજિયાત વાળા રોગીઓને સફરજન છોતરા સાથે ખાવા જોઈએ. સફરજન, દ્રાક્ષ કે પપૈયું ખાવાથી કબજિયાત (પેટની ગેસ) માં રાહત મળે છે. સફરજન સવારે છાલ સાથે ખાવાથી કબજિયાત (પેટની ગેસ) ઠીક થઇ જાય છે.

યાદશક્તિ વધારે : મિત્રો, જે લોકોનું મગજ અને સ્નાયુઓ નબળા થઇ ગયા હોય, જેમનામાં યાદશક્તિનો અભાવ હોય એવા લોકોને સફરજન ખવડાવવાથી એમની યાદશક્તિ વધી જાય છે. આ માટે એક કે બે સફરજન છાલ ઉતર્યા વગર જ ખુબ ચાવી ચાવીને ભોજન કરવાના 15 મિનીટ પહેલા ખવડાવો.

પેઢાના રોગ : પેઢા ફૂલતા હોય તો ભોજન કર્યા પછી રોજ એક સફરજન ખાવા. તેનાથી દાંત અને પેઢાના રોગ ઠીક થઇ જાય છે.

મિત્રો તમે એ તો સાંભળું જ હશે જે અતિ સર્વત્ર વર્જ્યતે. તો એટલા માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, સફરજનના સેવનનું પ્રમાણ 1 વારમાં 1 થી 3 સફરજન સુધી જ છે. અને ગળું બેસી જવાના સમયે તથા ગાયક કલાકારોએ સફરજનનું સેવન ન કરવું જોઈએ.

તેમજ જણાવી દઈએ કે, માર્કેટમાં અશુદ્ધ સફરજન ઘણા મળે છે, તો તમે નીચેનો વિડીયો એકવાર જરૂર જોઈ લેજો. જેથી તમે પણ પોતાને અને પરિવારને ખરાબ વસ્તુઓથી દુર રાખી શકો.

વિડીયો :