જો તમે કેશમાં કર્યા આ 5 કામ તો ઘરે પહોંચશે ટેક્સ નોટીસ, જાણી લો ઇન્કમટેક્ષના નિયમ.

0
359

કેશમાં નાની મોટી લેવડ-દેવડ કરવા વાળાએ તેની સાથે જોડાયેલા ટેક્સ નિયમો વિષે જરૂરી જાણવું જોઈએ, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો.

આજના ડીજીટલ યુગમાં મોટાભાગના લોકો ઓનલાઈન માધ્યમથી નાની મોટી ચુકવણી જાતે જ કરી લે છે. તેના માટે તેમણે બેંકોમાં લાંબી લાઈનોમાં ઉભા નથી રહેવું પડતું. પણ એક નક્કી લીમીટથી વધુ પેમેન્ટ કરતા પહેલા તમને ઇન્કમટેક્ષના નિયમો વિષે જાણકારી હોવી જોઈએ. ક્યાંક એવું ન બને કે તમે લેવડ-દેવડ કરી દીધી અને તમારું કામ થઇ ગયું. પણ પાછળથી ઇન્કમટેક્ષ વિભાગ તમને તેના માટે નોટીસ મોકલી દે. તેને ધ્યાનમાં રાખીને આજે અમે તમને 5 એવી લેવડ-દેવડ વિષે જણાવી રહ્યા છીએ, જેની ઉપર તમારે ઇન્કમટેક્ષ ચૂકવવો પડી શકે છે.

જો તમે પ્રોપર્ટી રજીસ્ટ્રાર પાસે મોટી રકમમાં કેશ લેવડ-દેવડ કરો છો તો પણ ઇન્કમટેક્ષ વિભાગને તેના વિષે જાણકારી આપવામાં આવે છે. નક્કી કરેલા નિયમો હેઠળ 30 લાખ રૂપિયા કે તેનાથી વધુની પ્રોપર્ટી કેશમાં ખરીદવા વેચવા ઉપર પ્રોપર્ટી રજીસ્ટ્રાર તેની જાણકારી ઇન્કમટેક્ષ વિભાગને આપે છે. ત્યાર પછી ઇન્કમટેક્ષ વિભાગ તમને તે પૂછી શકે છે કે, આ લેવડ દેવડ માટે કેશનો સોર્સ શું છે.

જો તમે ક્રેડીટ કાર્ડ કે બીલ પેમેન્ટ કરી રહ્યા છો, તો પણ તમારે ઇન્કમટેક્ષના નિયમો વિષે જરૂર જાણવું જોઈએ. જો કોઈ વ્યક્તિ એક વખતમાં 1 લાખ રૂપિયાથી વધુનું ક્રેડીટ કાર્ડ બીલ પેમેન્ટ કરે છે તો ઇન્કમટેક્ષ તરફથી પ્રશ્ન પૂછી શકાય છે. તે પણ ધ્યાનમાં રાખવું પડશે કે, એક નાણાકીય વર્ષ દરમિયાન 10 લાખ રૂપિયાથી વધુ બીલ પેમેન્ટ કેશમાં કરી રહ્યા છો, તો ટેક્સ વિભાગ તેના સોર્સ વિષે માહિતી માંગી શકે છે. આ પ્રકારના લેવડ દેવડ વિષેની માહિતી કાર્ડ કંપની જ ઇન્કમટેક્ષ વિભાગને આપે છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) ના નિયમો હેઠળ જો કોઈ વ્યક્તિ પોતાની બેંક કે કોઈ બીજી સહકારી બેંક એકાઉન્ટમાં એક નક્કી લીમીટથી વધુ કેશ જમા કરે છે, તો બેંક તેની જાણકારી ઇન્કમટેક્ષ વિભાગને આપી દેશે. ડીપોઝીટની એ લીમીટ 10 લાખ રૂપિયા છે. તમે એક નાણાકીય વર્ષ દરમિયાન તમારા બેંક એકાઉન્ટમાં એક વખત કે ઘણી વખત 10 લાખ રૂપિયાથી વધુ ડીપોઝીટ કરશો તો તેની ઉપર ટેક્સ આપવો પડશે.

જો તમે એફડી કરાવવા માટે એક મોટી રકમ કેશમાં ડીપોઝીટ કરો છો, તો તમારે તેની ઉપર ટેક્સ આપવા માટે તૈયાર રહેવું પડશે. જો તમે એક નાણાકીય વર્ષ દરમિયાન એક વખતમાં કે એકથી વધુ વખતમાં 10 લાખ રૂપિયા કે તેનાથી વધુ ડીપોઝીટ કરો છો, તો બેંક તેની જાણકારી ઇન્કમટેક્ષ વિભાગને આપે છે. ત્યાર પછી ઇન્કમટેક્ષ વિભાગ તમને તે પૈસાના સોર્સ વિષે પૂછી શકે છે. એવી સ્થિતિથી બચવા માટે તમે ઓનલાઈન માધ્યમથી કે ચેક દ્વારા પેમેન્ટનો સહારો લઇ શકો છો.

જો તમે શેર બજાર, મ્યુચુઅલ ફંડ, ડીબેંચર કે બોન્ડનું ખરીદ વેચાણ કેશમાં કરો છો, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નક્કી નિયમો હેઠળ તમે આ પ્રકારની લેવડ દેવડમાં એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ 10 લાખ રૂપિયાની જ લેવડ દેવડ કરી શકો છો. તેથી જરૂરી છે કે તમે તેનું પણ ધ્યાન રાખો.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.