તમને સારી ઊંઘ નથી આવતી તો, અપનાવો સારી ઊંઘ મેળવવા માટેના સરળ ઘરેલુ ઉપાયો.

0
2205

મિત્રો, આપણા સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ લેવી ખુબ ફાયદાકારક છે. અને જો તમે ભરપૂર ઊંઘ લેતા હોય, તો એ તમને ઘણા બધા રોગોથી દૂર રાખે છે. પણ જો તમને ભરપુર ઊંઘ નથી આવતી તો તમને ઘણા રોગો થવાના શરુ થઇ જાય છે. અને ઊંઘ ના આવવાના કારણે શરીર સ્ફૂર્તિલું અને ઉર્જાવાન નથી રહેતું.

પૂરતી ઊંઘ ના મળવાથી દિવસભર માથામાં દુ:ખાવો, થાક લાગવા જેવી સમસ્યા પણ થાય છે. જણાવી દઈએ કે ઊંઘ ના આવવાનું મુખ્ય કારણ છે, વ્યસ્ત દિનચર્યા અને અસંતુલિત ખાન-પાન. મિત્રો, જો તમારા માંથી કોઈને સારી ઊંઘ ના આવતી હોય, તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવીને ભરપૂર ઊંઘ લઇ શકો છો.

સારી ઊંઘ માટે ઘરેલુ ઉપચાર :

જો તમારે સારી ઊંઘ જોઈએ છે, તો રાત્રે ઊંઘતા પહેલા પોતાના મગજ માંથી બધા પ્રકારના માનસિક તણાવોને નીકાળી નાખો. તમારે પોતાની વ્યસ્ત દિનચર્યામાં ઊંઘવાનો ચોક્કસ સમય નક્કી કરી લેવાનો છે. અને દરરોજ ૬ કલાક કે તેથી વધુ ઊંઘ લેવાનો પ્રયત્ન કરો. અને ખાસ ઊંઘની સાયકલ હોય છે દોઢ કલાકની. એટલે ઊંઘો ત્યારે દોઢ કે ત્રણ કે છ કે સાડા સાત એમ દોઢ દોઢ કલાક વધારીને એ મુજબ એલાર્મ સેટ કરીને ઉઠો તો ક્યારેય સવારે ઉઠો ત્યારે થાક જેવું નહિ લાગે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સર્પગંધા, અશ્વગંધા અને ભાંગ આ ત્રણેયને બરાબર માત્રામાં લઇ લો. આને પીસીને એનું ચૂર્ણ બનાવી લો. રાત્રે સુતા સમયે 3-5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ પાણીની સાથે લેવાથી સારી ઊંઘ આવે છે.

અન્ય એક ઉપાય કરવાં માટે અશ્વગંદા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, જેઠીમધ, આંબળા, જટામાંસી, ખુરાસાની, અજમો આ બધાને 50-50 ગ્રામ લઈને ફાઇન પાવડર બનાવી લો. અને રાત્રે ઊંઘના પહેલા લગભગ 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ દૂધની સાથે લેવું. તમને એક અઠવાડિયાની અંદર આનો પ્રભાવ દેખાશે અને તમને સારી ઊંઘ આવશે.

જણાવી દઈએ કે, રાત્રે ઊંઘતા પહેલા પોતાના હાથ, મોં, પગને સારી રીતે સાફ પાણીથી ધોઈને ઊંઘવાથી પણ ઊંઘ સારી આવે છે. તેમજ ક્યારેય પણ ઊંઘવાના પહેલા ચા કે કોફીનું સેવન કરવું નહિ. કારણ કે, આનાથી મગજની નસ ઉત્તેજિત થઇ જાય છે જેના કારણે સારી ઊંઘ આવતી નથી.

એ સિવાય જો રાત્રે ઊંઘવાના પહેલા પગના તળિયા પર સરસીયાના તેલથી માલિશ કરવામાં આવે, તો એનાથી મગજ શાંત અને સ્થિર થાય છે અને સારી ઊંઘ આવે છે. (માલીશ કરતા પહેલા પગ સારી રીતે ધોઈને સાફ કરી લેવા.)

મિત્રો, જો તમને તણાવના કારણે ઊંઘ ન આવતી હોય, તો પોતાના મનપસંદ સંગીત સાંભળો કે પછી સાહિત્ય વાંચો. એવું કરવાથી મન શાંત થાય છે અને સારી ઊંઘ આવે છે.

ઊંઘવાના પહેલા હાથ-પગને સારી રીતે સાફ કરો અને પોતાના તળિયાની માલીસ કરો. આનાથી લોહીનું ભ્રમણ સારું થાય છે અને થાક દૂર થાય છે. સારી ઊંઘ મેળવવા માટે રોજ ઊંઘવાના પહેલા તળિયાની મસાજ કરો. આનાથી અનિદ્રા સમસ્યા દૂર થઇ જાય છે.

મન મુજબ પોતાનો પલંગ નક્કી કરવો અને જે બાજુ તમને ઊંઘવામાં આરામ મળે છે, તે બાજુ ઊંઘવાનો પ્રયત્ન કરો. અનિચ્છનીય રીતે ઊંઘવાથી શરીરમાં થાક રહે છે, જે ઊંઘ આવવામાં બાઘા ઉત્પન્ન કરે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત શરીર માટે યોગ અને વ્યાયામ ખુબ અસરકારક માનવામાં આવે છે. જેને કરવાથી ઊંઘ પણ સારી આવે છે. શવાસન, વજ્રાસન, ભ્રામરી પ્રાણાયમ વગેરે આવા જ આસન છે. નિયમિત રૂપથી આ આસન કરવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે, અને થાક પૂરી રીતે દુર થઇ જાય છે.