શું તમે પણ ગૃહિણી છો? તો જાણી લો આ અગત્યની માહિતી, જે તમારા પરિવાર માટે ખુબ જરૂરી છે

0
2269

આજનો આ લેખ ખાસ ગૃહિણીઓ માટે છે. જેવું કે તમે બધા જાણો છો કે ઘરની બધી જવાબદારી જો કોઈ માણસ પર હોય તો તે છે એક ગૃહિણી. ગૃહિણી નાના બાળકોને તૈયાર કરવાથી માંડીને મોટા વડીલોને જમવા સુધીનું બધુ જ કામ કરે છે. તે થાક્યા વગર આખા ઘરના બધા કામ કરે છે. તે એક માં, પત્ની, વહુ દરેકની ફરજ બજાવે છે. કહેવામાં એમનું કામ સહેલું લાગે, પણ જયારે તેઓ જે કામ કરે છે એ કામ આપણે કરવાં જઈએ ત્યારે ખબર પડે છે, કે તે કેટલું અઘરું છે. તેથી આજે અમે તમામ ગૃહિણીઓ માટે થોડી એવી અગત્યની માહિતી લઈને આવ્યા છીએ, જે જાણતા હોવ તો રોજીંદા જીવનમાં ઘણી ઉપયોગી રહે છે. તો આવો જાણીએ શું છે ખાસ આજના લેખમાં?

એલ્યુમિનિયમનાં વાસણોમાં રસોઈ ન કરવી :

મોટાભાગની ગૃહિણીઓ એવી છે જે ઘરના રસોડામાં એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરે છે. પણ એવું ન કરવું જોઈએ. કારણ કે આ એક ઝેર જેવી અસર કરે છે. એની પાછળનું કારણ એ છે, કે તે બધી વસ્તુ સાથે બહુ સહેલાઈથી ભળે છે. ઉદાહરણ તરીકે જો તમે એલ્યુમિનિયમની ડોલમાં રાત્રે પાણી ભરી રાખો, તો સવારે છારી બાઝેલી જોવા મળશે. તો એનો અર્થ એ થાય છે કે પાણીમાં રહેલા ક્ષાર અને એલ્યુમિનિયમની આંતરક્રિયા માત્ર થોડા સમય માટે પડી રહેવાથી પણ થાય છે. એજ રીતે જયારે જમવાનું બનાવવામાં આવે છે, ત્યારે ગરમ, ખાટા-ખારા મસાલા, તેલ, પદાર્થમાં રહેલા ક્ષાર વગેરેની સાથે એલ્યુમિનિયમના વાસણની આંતરક્રિયા વધારે ઝડપથી થાય છે. સાથે જ જણાવી દઈએ કે એલ્યુમિનિયમ પદાર્થો સાથે ભળીને શરીરમાં જાય તો અનેક પ્રકારના ગંભીર રોગોનું કારણ બને છે. આ કારણે રસોડમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવાં પર જ પ્રતિબંધ હોવો જોઈએ.

જમવા માટે કરો આ વાસણોનો ઉપયોગ :

સમયની સાથે સાથે રસોડામાં વપરાતા વાસણોમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. માર્કેટમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના વાસણ ઉપલભ્ધ છે. હવે એમાંથી જમવા માટે કયા વાસણ વાપરવા એ મુંઝવણ ઉભી કરે છે. તો એના માટે અમે તમને એને ક્રમ અનુસાર જણાવી દઈએ. સોનું, ચાંદી, પાંદડાં, કાંસુ, કલાઈ કરેલું પિત્તળ, માટી, કાચ, કાગળ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટીક. આમાંથી એલ્યુમિનિયમ અને પ્લાસ્ટીક આ બે નુકસાનકારક ગણાય છે. જયારે પાંદડાં, ચાંદી અને સોનું ઉત્તમ ગણાય છે.

જમવાનું ગરમ રાખવા માટે કયારેય ન કરવો જોઈએ થર્મલવેરનો ઉપયોગ :

બદલાતા સમય સાથે લોકો જમવાનું ગરમ રાખવા થર્મલવેર(એલ્યુમીનીયમ ફોઈલ) નો ઉપયોગ વધારે કરવાં લાગ્યા છે. જો તમે પણ થર્મલવેરનો ઉપયોગ કરો છો તો આજે જ બંધ કરી દેજો. એની પાછળનું કારણ એ છે કે તેના પર જે ધાતુનો ઢોળ ચઢાવેલો હોય છે, તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમજ કૃત્રિમ રીતે ગરમ રાખેલી વસ્તુ સમય પસાર થતા વાસી જ ગણાય ને. તેમજ જમવાનું ગરમ હોય એના કરતાં તાજું હોય એ વધુ મહત્વનું છે. વસ્તુ ગરમ હોય પણ તાજી ન હોય તો એનાથી નુકશાન તો થાય જ છે. માટે એવું ન કરવું જોઈએ.