જો તમે નોકરી કરો છો તો રોકાણના આ 4 વિકલ્પ તમારા માટે કમાણી કરી આપનારા બની શકે છે, જાણો વધુ વિગત

0
484

જો તમે કોઈ નોકરી ધંધો કરો છો અને તમારો પગાર એટલો છે કે, બધા ખર્ચા પછી પણ તેમાંથી પૈસા બચે છે, તો તમારે એ પૈસાનું ક્યાંક રોકાણ કરવું જોઈએ. જેથી ભવિષ્યમાં તમને એનો ફાયદો થઈ શકે. પણ રોકાણને લઈને લોકો ઘણી વખત અવઢવમાં રહે છે કે, તે પોતાના પૈસાનું રોકાણ ક્યાં કરે? અને ક્યા ક્યા સમયે, અને કેવી રીતે રોકાણ કરવું સારું રહેશે? આ બધી બાબતને ધ્યાનમાં રાખીને અમે એવા જ થોડા રોકાણના વિકલ્પો વિષે જણાવી રહ્યા છીએ, જ્યાં તમે તમારા પગારનું રોકાણ કરી શકો છો.

પબ્લિક પ્રોવીડંડ ફંડ :

પબ્લિક પ્રોવીડંડ એટલે પીપીએફ લાંબા ગાળાનો એક લોકપ્રિય રોકાણ વિકલ્પ હોય છે. તે સુરક્ષિત રોકાણ સાથે ઉત્તમ વ્યાજ પણ આપે છે. તેની ઉપર ૭.૯ ટકાના દરથી વ્યાજ મળે છે, જે બેંકમાં રોકાણની સરખામણીમાં ઉત્તમ છે. નાની બચત યોજનાઓ જેમ કે પીપીએફ ઉપર મળતા વ્યાજની સમીક્ષા દર ત્રણ મહીને સરકાર તરફથી કરવામાં આવે છે.

પીપીએફનું રોકાણ ઇઇઈ એટલે (Exempt Exempt Exempt) કેટેગરીમાં ટેક્સ ફ્રી હોય છે. રોકાણ કરવામાં આવેલી રકમ ઉપર વ્યાજ કર મુક્ત આવકની યાદીમાં જશે. એટલે મળતું વ્યાજ ટેક્સ ફ્રી રહેશે અને મેચ્યોરીટી ઉપર મળતી રકમ પણ સંપૂર્ણ ટેક્સ ફ્રી રહેશે.

ઇકવીટી મ્યુચ્યુઅલ ફંડ :

આ પણ રોકાણની ગણતરીએ ઉત્તમ વિકલ્પ છે. એવા રોકાણકારો જેમણે નવી નવી નોકરી શરુ કરી છે, તે આ રોકાણ કરી શકે છે. તેમના માટે આ સારો વિકલ્પ છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહિયાં તમે થોડી થોડી રકમ મહીને મહીને SIP દ્વારા રોકાણ કરી શકો છો. અહિયાં તમે ૫૦૦ રૂપિયાથી ઓછી રકમથી રોકાણ શરુ કરી શકો છો.

સોનું :

સોનું પણ રોકાણ માટે એક ઉત્તમ વિકલ્પ છે. તેમાં રોકાણની ઘણી સ્કીમો છે, જેમ કે ગોલ્ડ ETF, ગોલ્ડ ફ્યુચર, ગોલ્ડ કોઈનસ, ગોલ્ડ સ્કીમ. તેમાં સૌથી ઉત્તમ છે ગોલ્ડ ETF જેમાં ચોરીનો કોઈ ડર નથી રહેતો.

બેંક RD :

રીકરીંગ ડીપોઝીટ (RD) એટલે આ જમા ખાતામાં તમે થોડા થોડા કરીને દર મહીને રોકાણ કરી શકો છો. નિયમિત બચતની ગણતરીએ આ ઉત્તમ છે. એફડી અને આરડી બંને ઉપર મળતું વ્યાજ લગભગ એક સમાન જેવું જ હોય છે. આરડી ઉપર વ્યાજ દરો ૭.૨૫ ટકાથી ૯ ટકા સુધી હોય છે. તે ગ્રાહકપ્લાન અને બેંક ઉપર આધાર રાખે છે. મોટાભાગની બેંકોની રીકરીંગ ડીપોઝીટમાં રોકાણની ઓછામાં ઓછી મર્યાદા ૧૦૦ રૂપિયાથી શરુ થાય છે. અને વધુમાં વધુ મર્યાદા ૧.૫ લાખ રૂપિયા સુધી છે. ખાતામાં 5 થી 10 હજાર રૂપિયા સુધી મેંટેન રાખવાના રહે છે.

જો તમને આ માહિતી ગમી હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહીં. જેથી બીજા લોકો પણ આનો લાભ મેળવી શકે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.