જો બોડીની ચરબી ઝડપથી ઘટાડવા માંગો છો, તો રાતે સૂતા પહેલાં આ 9 માંથી કોઈ 1 ડ્રિંક પીવો.

0
2236

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. મિત્રો, રાત્રે જયારે આપણે ઊંઘતા હોઈએ છીએ, ત્યારે આપણા શરીરમાં મેટાબોલિઝ્મ અને ફેટ બર્નિંગ પ્રોસેસ સ્લો થઈ જાય છે. પણ જો રાત્રે સૂતા પહેલાં અમુક ખાસ ડ્રિંક્સ પીવામાં આવે, તો મેટાબોલિઝ્મ ઈમ્પ્રૂવ થઈ શકે છે. અને જેટલું તમારું મેટાબોલિઝ્મ સારું હશે, એટલી જ ઝડપથી પેટ ઉપર જામેલી ચરબી દૂર થઇ શકશે.

અને આજકાલ તો ઘણા બધા લોકોના પેટ પર ચરબીનો ઠર જામી ગયેલો હોય છે. જો તમે પણ એમાંથી એક છો અને વિવિધ પ્રકારના ઉપાય અજમાવીને થાકી ગયા છો, પણ એમાં કોઈ ખાસ ફરક નથી પડ્યો, તો હવે વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને એવા ખાસ ૯ ડ્રિંક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંનું કોઈ 1 ડ્રીંક રાતે પીવાથી આ સમસ્યામાં તમને ઝડપથી પરિણામ મળશે. તો આવો જાણીએ એમના વિષે.

૧. લીંબુ પાણી : જણાવી દઈએ કે લીંબુ પાણી શરીરના ટોક્સીનને દુર કરે છે, જેથી વધારાની ચરબી બર્ન થાય છે. તેના લીધે પેટ ઉપર જામેલી ચરબી ઓછી થાય છે.

૨. ડાર્ક ચોકલેટ શેક : ડાર્ક ચોકલેટ શેક તમારી ચરબી ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. પણ ધ્યાન રહે કે, ડાર્ક ચોકલેટ બનાવવા માટે ઓછી ચરબી વાળા દૂધનો જ ઉપયોગ કરવો. તેમાં ઓલેઈક એસીડ હોવાને કારણે તે લારને જેકેટ્સને બર્ન કરે છે.

૩. અજમાનું પાણી : જાણકારી માટે જણાવી દઈએ કે, અજમો શરીરનું મેટાબોલિઝ્મ ઈમ્પ્રુવ કરીને વજન ઉતારવામાં સહાયતા કરે છે.

૪. કોથમીરનું જ્યુસ : મિત્રો કોથમીરનું જ્યુસ પીવાથી શરીરમાંથી ટોક્સીન દુર થાય છે, અને પેટ ઉપર જામેલી ચરબી પણ તરત દુર થાય છે.

૫. તરબૂચનું જ્યુસ : મિત્રો તરબૂચમાં પાણી વધુ અને કેલેરી ઓછી હોય છે. તેમ જ તેમાં એન્ટીઓક્સીડેંટસ પણ હોય છે, જે શરીરના ટોક્સીન્સ દુર કરવામાં મદદ કરે છે.

૬. કુવારપાઠુંનું જ્યુસ : જાણકારી માટે જણાવી દઈએ કે, તે શરીરમાં ફ્રી રેડિકલ્સના ગ્રોથને અટકાવે છે. જેથી પેટ ઓછું થવામાં મદદ મળે છે.

૭. કાકડીનો રસ : કાકડીના રસમાં એન્ટીઈમ્ફ્લામેટરી અને એન્ટીઓક્સીડેન્ટસ ગુણ રહેલા હોય છે. જે પેટ ઉપરની ચરબી ઘટાડવાનું કામ કરે છે.

૮. પાયનેપલ અને આદુનું જ્યુસ : જણાવી દઈએ કે, આ બે વસ્તુમાંથી બનેલું જ્યુસ મેટાબોલિઝ્મ સારું રાખે છે, અને ચરબી બાળવામાં મદદ કરે છે. તેમાં વિટામીન ‘સી’ હોવાથી એમાંથી એનર્જી પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે.

૯. ગ્રીન ટી : તેમાં કેટેચિન્સ અને એન્ટીઓક્સીડેંટસ રહેલા હોય છે, જે મેટાબોલિઝ્મ ઈમ્પ્રુવ કરે છે, અને પેટ ઉપરની ચરબીને ઓગાળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.