આ સંકેત તમારા ઘરમાં મળે તો સમજી લો કે થવાનું છે કાંઈક સારું, જાણો વધુ વિગત

0
1782

દરરોજ આપણી સાથે કોઈને કોઈ એવી ઘટનાઓ બનતી રહે છે, જેની ઉપર ઘણી વખત આપણું ધ્યાન જાય છે, તો ઘણી વખત તેના વિષે કાંઈ સમજી નથી શકતા. પરંતુ શું તમને ખબર છે? કે આપણા જીવનમાં બનતી ઘટનાઓ કોઈક વાર સારા સંકેત આપે છે, તો કોઈક વાર ખરાબ સંકેત આપે છે. બૃહદ સંહિતામાં એક સંપૂર્ણ અધ્યાય તે વિષય ઉપર લખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ તમામ વસ્તુ માન્યતાના આધારે પ્રચલિત છે. આવો જાણીએ આ સંકેતો વિષે.

જો સવારના સમયે ગાય તમારા દરવાજા ઉપર આવીને બોલવાનું શરુ કરી દે, તો તે સંકેત સૌભાગ્ય સૂચક છે. એવું થાય તો તમે સમજી જાવ કે આવનારા સમયમાં કાંઈક સારું થવાનું છે. તમને ક્યાંયથી પણ સારા સમાચાર મળી શકે છે. તે ઉપરાંત જો તમારા દરવાજા ઉપર કાગડો સવારના સમયે બોલે છે તો સમજી જાવ કે તમારા ઘરે કોઈ મળવા આવવાનું છે. જો કાગડો બપોરના સમયે તમારા ઘરે બોલે છે, તો તે સંકેત આપે છે કે તમારા ઘરે કોઈ પત્ર આવવાનો છે.

જો તમારા ઘરના આંગણામાં વાંદરો ક્યાંકથી કેરીની ગોટલી લાવીને નાખી દે, તો તે સંકેત વેપારમાં પ્રગતીનો સંકેત માનવામાં આવે છે. તે ઉપરાંત ઘરના દક્ષીણ ભાગમાં કોઈ તીડ બોલે છે તો અચાનક સુખ, સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ થઇ શકે છે. જો તમારા ઘરમાં કોઈ પણ પક્ષી ચાંદીનો ટુકડો લાવીને નાખી દે, કે પછી કોઈ બીજી વસ્તુ લાવીને નાખી દે, તો તે પણ ધનવૃદ્ધીનો સંકેત માનવામાં આવે છે.

ઘરના ધાબા કે દીવાલ ઉપર કાળી કીડીઓનું ફરવું પણ ઘણું શુભ હોય છે. તે ઉપરાંત જો તમારા ઘરની વંડી ઉપર બેસીને કોઈ સોનેરી ચકલી કે કોઈ કોયલ મધુર અવાજ કાઢે છે, તો સમજી લો કે ઘરના માલિકનું ભાગ્યોદય થશે અને આવનારું જીવન સુખમય રહેશે. જો બિલાડી આવીને તમારા ઘરના આંગળામાં કે કોઈ રૂમમાં બચ્ચાને જન્મ આપે છે, તો સમજી લો કે તમારા ઘરમાં લક્ષ્મી આવવાની છે.

તમે કોઈ સારા કામ માટે ઘરેથી નીકળો છો અને રસ્તામાં તમને કોઈ વ્યક્તિ ગોળ ખરીદતા કે પછી ગોળ લઇ જતા જોવા મળે, તો સમજી જાવ કે તમારું કામ પૂરું થશે અને વધુ લાભ થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.