જો કર્મચારીને પગાર આપવામાં કંપની કરશે મોડું, તો પગાર સાથે ચૂકવવું પડશે વ્યાજ

0
1337

મુંબઈ હાઈકોર્ટે હાલમાં જ મુંબઈ પોર્ટ ટ્રસ્ટને પોતાના એક કર્મચારીને લગભગ ૩૦ મહિના મોડેથી પગાર આપવા બદલ, પગાર સાથે વ્યાજની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે, જેણે પોતાના આધાર કાર્ડને પગાર ચુકવણી સાથે જોડવાની ના કહી દીધી હતી.

ન્યાયમૂર્તિ અખિલ કુરેશી અને ન્યાયમૂર્તિ એસ.જે. કાથાવાલાએ કર્મચારી રમેશ કુરહડે દ્વારા ફાઈલ કરેલી અરજીનો ઉકેલ લાવતા જણાવ્યું હતું કે, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા મોડી પગારની ચુકવણીને લઈને, અરજી કરનારને દર વર્ષે ૭.૫% સાદું વ્યાજ ચૂકવવાનું રહેશે. આ ચુકવણી ૩૧ જુલાઈ, ૨૦૧૯ સુધી કરવામાં આવશે.

પોર્ટ ટ્રસ્ટ વિરુદ્ધ રમેશ કુરહડેએ લીધો કોર્ટનો સહારો :

લાઈવ લો મુજબ, રમેશ કુરહડેએ પોર્ટ ટ્રસ્ટને ૨૩ ડીસેમ્બર ૨૦૧૫ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રને પાછો લેવાનો આદેશ આપવા માટે કોર્ટનો સહારો લીધો હતો. પરિપત્ર મુજબ મુંબઈ પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓને પગાર ચુકવણી સાથે પોતાનો આધાર કાર્ડ જોડવા માટે આધાર નંબર રજુ કરવાની જરૂર હતી. એના માટે ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૬ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. અને એવું કહેવામાં આવ્યું હતું કે, એમ કરવામાં નિષ્ફળ રહેવાવાળા કર્મચારીને આવતા મહિનાથી તેમને તેમના પગારની ચુકવણી નહિ કરવામાં આવે.

મુંબઈ પોર્ટ ટ્રસ્ટે આપ્યો રમેશ કુરહડેને પગાર :

કુરહડેએ એવું કહેતા આધાર કાર્ડ આપવા માટે ના પાડી હતી કે, નિયમ મુજબ કંપની પગાર આપતા પહેલા આધાર કાર્ડ નંબરને ચુકવણી સાથે જોડવા ઉપર દબાણ નથી કરી શકતી. જો કે તેમણે આ વિગતો પૂરી પાડી નથી, એટલા માટે પોર્ટ ટ્રસ્ટે તેનો પગાર કર્યો નથી. અરજી પેન્ડીંગ હોવા છતાંપણ એ સ્થતિ ઉભી થઇ રહી છે. કુરહડેએ તે સ્થિતિમાં કોર્ટનો આશરો લીધો, જયારે આધાર કાર્ડને જુદી જુદી યોજનાઓ અને ચુકવણી સાથે જોડવાની મંજુરીને કોર્ટ સામે પડકાર આપવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે એસ. પુટ્ટસ્વામી (આધાર) એટલે ભારત સંઘમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો. મુંબઈ પોર્ટ ટ્રસ્ટે પાછળથી અરજદારનો પગાર પણ જાહેર કરી દીધો જે લગભગ ૩૦ મહિના માટે અટકાવી દેવામાં આવ્યો હતો, અને પગાર ચુકવણી સાથે આધાર કાર્ડને લીંક કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.