જો કારની બ્રેક થઇ જાય ફૈલ, તો આ રીતોથી રોકી શકો છો ગાડી, જાણો ઈમરજન્સીમાં શું કરવું.

0
2815

મિત્રો, જે લોકો કાર ચલાવતા હોય એ ક્યારેય એવું નથી ઇચ્છતા કે, એમની કારની બ્રેક ફેલ થાય. પણ કોઈક વાર એવા સંજોગ બની જાય છે, અને કોઈ કારણ સર કારની બ્રેક ફેલ થઈ જાય છે. અને અચાનક જયારે કાર ચાલકને ખબર પડે કે, જે કાર તે ચલાવી રહ્યો છે તે કારની બ્રેક ફેલ થઇ ગઈ છે. ત્યારે એની માનસિક સ્થિતિ ઘણી જ ખરાબ થઈ જાય છે. એ સમયે જો યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો અકસ્માત થાય જ છે. પણ જો તમે સમજદારીથી કામ લો તો અકસ્માતને થતો અટકાવી શકાય છે.

તમે બધા જાણો છો કે, તમારી કાર અને તમારી સેફટી માટે બ્રેક એક મહત્વ પૂર્ણ ભાગ છે. જો તમારી કારની બ્રેક ફેલ થઇ ગઈ હોય, તો તમારે ગભરાવાની જરૂર નથી. કારણ કે એવા કેટલાક ઇમર્જન્સી સ્ટેપ છે જે તમને મદદ કરે છે. ઓટોમોબાઇલ એડવાઈઝર ફોરમ અને કંટેટ પ્લેટફોર્મ કારટોક કેટલાક સ્ટેપ જણાવે છે, જે તમારી કારની બ્રેક ફેલ થાય ત્યારે તમને મદદ કરે છે.

ધીમે સ્પીડમાં બ્રેક થઇ ફેલ તો :

જણાવી દઈએ કે, જો ધીમી ગતિ પર કાર ચલાવતા સમયે બ્રેક ફેલ થાય છે, ત્યારે એન્જીનના આરપીએમ એટલા ઓછા હોય છે કે, તે કારમાં બ્રેક બુસ્ટને ઓપરેટ કરવા માટે પર્યાપ્ત જગ્યા નહિ બનાવી શકો. અથવા બીજા કારણોથી પણ બ્રેક ફેલ થાય છે જેમ કે, બ્રેક કેલિપર જામ થવું, માસ્ટર સીલીન્ડરનું લીક થવું, બ્રેક ફયુલનું બહાર નીકળી આવવું. સામાન્ય રીતે બ્રેક ફ્યુલના બહાર નીકળવા પર ડૈશ લાઈટ પર વોર્નિંગ લાઈટ ચાલુ થઇ જાય છે.

એવામાં શું કરવું?

૧. બ્રેકને દબાવવું : આવું થવા પર બ્રેક પૈડલને વારંવાર દબાવો અને છોડો. તમને કેટલાક બ્રેકીંગ એક્શન દેખાશે જેનાથી તમે કારને ધીની કરી શકો અને રોકી શકો છો.

૨. ઝડપથી ગિયરને પહેલા પર લાવવું અને ક્લચને છોડો, પણ એક્સેલરેટરને દબાવવું નહિ.

૩. હૈન્ડબ્રેકને સરળતાથી ઉપર કરો અને ગાડીને રોકો.

૪. કારને પહેલા ગિયર પર રાખીને એન્જીનને બંધ કરી દેવાનું છે. આ સમયે ક્લચને દબાવવું નહિ, અને બંધ એન્જીનને બ્રેક લગાવવા માટે છોડી દો.

૫. મિત્રો, જો તમે ટ્રાફિકમાં છો અને બ્રેક ફેલ થઇ ગયી છે, તો પોતાની હૈઝાર્ડ લાઇટ્સ, હૈડલાઈટ્સને ચાલુ કરી દો અને બીજા ડ્રાઈવરને ચેતવણી આપવા માટે હોર્ન વગાડો.

૬. જો રસ્તાની સાઈડમાં માટી કે રેતી હોય તો કારને ત્યાં લઇ જાવ. આનાથી કાર ધીમે થઇ જશે અને ઉભી રહી જશે.

હાઈ સ્પીડ પર બ્રેક ફેલ થાય તો :

મિત્રો જણાવી દઈએ કે, જો કાર હાઈ સ્પીડમાં હોય અને બ્રેક્સ ફેલ થઇ જાય, તો બનાવ ખુબ જોખમ ભર્યા અને ઝડપથી થાય છે. સામાન્ય રીતે હાઈ સ્પીડ પર કાર ચલાવતા ચાલકને ખબર પડે કે કારની બ્રેક કામ કરતી નથી, ત્યારે ખૂબ મોડું થઇ ગયું હોય છે. પરંતુ આવા સમયે શાંતિ રાખવી પડશે અને સમજદારીથી કામ કરવું પડશે.

શું કરવું?

આવા સમયે તરત ગીયરની નીચે લઈને આવો. અને કારની સ્પીડ ઓછી થવા પર ગિયરને પહેલા પર લઈને આવો.

બ્રેકને વારંવાર દબાવો. થઇ શકે છે કે વારંવાર દબાવવાથી બ્રેક કામ કરવા લાગી જાય.

ગિયર નીચે આવે એટલે હેંડબ્રેકને ઉપર કરો, પરંતુ રિયર વ્હીલ્સને સાવધાનીથી લોક કરો. કારણ કે આનાથી તમારી કાર નિયત્રંણમાં રહેશે નહિ.

કારને ગિયરમાં રાખવાની સાથે એન્જીનને બંધ કરો અને ક્લચને છોડવાનો પ્રયત્ન કરવો અને એન્જીનની સાથે બ્રેક લગાવો. પરંતુ આવું ફક્ત એક વાર કરવાનું છે. કારણ કે આનાથી તમે સ્ટિયરિંગ વ્હીલ પર પોતાનું કંટ્રોલ ગુમાવી શકો છો.

તેમજ કારના સ્ટયરીંગ વ્હીલ પર પોતાનું પૂરું કંટ્રોલ જાળવી રાખો.

આ બધા પ્રયત્નોથી કાર ન ઉભી રહે તો રસ્તાની સાઈડમાં રેતી કે કીચડ પર ડ્રાઈવ કરવા પ્રયત્ન કરો, જેથી કાર ધીમે થઇ જાય કે ઉભી રહી જાય.