ખુશખબર : મોદી સરકારે બનાવ્યો નિયમ, પ્રાઇવેટ કર્મચારીઓનો મહિનાનો પગાર ઓછામાં ઓછો 24 હજાર રૂપિયા જાણો વધુ વિગત

0
2446

મિત્રો, વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર નક્કી કર્યો હતો અને એમાં વધારો પણ કર્યો હતો. તેમજ પીએફમાં સરકાર તરફથી થતા અનુદાનમાં પણ વધારો કર્યો હતો. છતાં પણ ઘણી કંપનીઓ તેમજ સંસ્થાઓ વિરુદ્ધ ફરિયાદ આવે છે કે, તેઓ આ લઘુત્તમ પગારના નિયમનું પાલન નથી કરતા. પણ હવે એવું ન કરવા પર એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે એવું સરકારે જણાવ્યું છે. આવો તમને એની વિસ્તૃત માહિતી આપીએ.

નવી દિલ્લી : સરકારે કહ્યું છે કે કર્મચારીઓને એમના કામના બદલે લઘુત્તમ પગાર આપવો જરૂરી છે. અને જે કંપનીઓ વિરુદ્ધ આ વિષયમાં ફરિયાદ આવશે, એમની તપાસ કરવામાં આવશે અને માપદંડનું પાલન નહિ કરવા વાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

કાર્મિક અને લોક ફરિયાદ મંત્રી જીતેન્દ્ર સિંહે લોકસભામાં બુધવારે એક પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સરકારે 2017 માં લઘુત્તમ પગાર પર સંશોધન કરીને એને 40% વધાર્યો છે. એના માટે કાયદો પણ બનાવવામાં આવ્યો છે, અને જે પણ લોકો આ કાયદાનું પાલન નથી કરી રહ્યા, એમની ફરિયાદ આવવા પર એમની તપાસ કરવામાં આવશે, અને દોષીઓ વિરુષ કડક કાર્યવાહી કરવામાં આવશે.

લઘુત્તમ પગાર 18 હજારથી વધારીને 24 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે :

એમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના હિત માટે એમની સરકાર પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાનું પાલન કરતા ગયા વર્ષે સરકારે પીએફમાં સરકારની ભાગીદારી 12% કરી દીધી છે. એ રીતે પ્રસવકાળ માટે અવકાશનો સમય ગાળો 24 મહિના કરી દેવામાં આવ્યો છે. લઘુત્તમ પગાર 18 હજાર રૂપિયાથી વધારીને 24 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે. શ્રમિકોની સુવિધા માટે એક પોર્ટલ પણ છે જેમાં ફરિયાદ દાખલ કરી શકાય છે.

કરાર આધારિત લોકોની નિમણૂકમાં આરક્ષણ આપવા સંબંધિત સવાલ પર એમણે કહ્યું કે, જે સંસ્થાઓમાં 45 દિવસ કરતા વધારે સમય માટે નિમણૂક કરવામાં આવે છે, ત્યાં આ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. પણ જ્યાં ઠેકાદાર નિમણૂક કરી રહ્યા છે, ત્યાં આરક્ષણ લાગુ કરવો સંભવ નથી. ઠેકાદાર પોતાની રીતે લોકોની નિમણૂક કરે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.