પેટ્રોલ, ડીઝલની ચોરી રોકવા કોર્ટે આપ્યો આઈડિયા, જે પાઇપથી પેટ્રોલ ભરવામાં આવે છે તેનાથી થાય છે ચોરી

0
1027

આજના સમયમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘણા વધારે છે. અને એમાં પણ અમુક પેટ્રોલ પમ્પ વાળા ખુબ સરળતાથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરે છે. એ કારણે આટલી મોઘવારીમાં લોકોને મોટો ફટકો પડી રહ્યો છે. આ સંદર્ભમાં અદાલતમાં માંગ કરવામાં આવી છે કે, પેટ્રોલ પમ્પમાં પારદર્શી પાઈપ લગાવવામાં આવે. અને આ માંગ ઈંદોરની જનોપયોગી લોક અદાલતમાં કરવામાં આવી છે. અરજીકર્તા જણાવે છે કે આવું કરવાથી પેટ્રોલ અને ડીઝલની થતી ચોરી રોકાઈ શકે છે. અને એના સંદર્ભમાં જ કલેકટર અને ફૂડ કંટ્રોલરને કોર્ટની નોટિસ ફરકારી જવાબ માંગ્યો છે.

એ સિવાય ઘણા પેટ્રોલ પંપ દ્વારા હલકી ગુણવત્તાનું પેટ્રોલ વેચવામાં આવી રહ્યું છે. તો એવામાં તમે સરળતાથી પેટ્રોલ-ડીઝલની શુદ્ધતાની ઓળખ સેકેન્ડોમાં કરી શકો છો. એના માટે તમારે ફક્ત ફિલ્ટર પેપર ઉપર પેટ્રોલ કે ડીઝલના બે ટીપા નાખવાના છે.

આ કામ કરવા માટે સૌથી પહેલા તો ડિલિવરી નોઝલના આગળના ભાગને સારી રીતે સાફ કરી લો. હવે એ નોઝલ વડે ફિલ્ટર પેપર ઉપર પેટ્રોલના ટીપા એડ કરો. બે મિનિટ સુધી તેને એમ જ રહેવા દેવાનું છે, તેટલા સમયમાં પેટ્રોલ પેપર માંથી ઉડી જશે. સુકાઈ ગયા પછી ઘાટો કલર રહે તો સમજી લેવાનું કે એ પેટ્રોલ ભેળસેળ યુક્ત છે.

જણાવી દઈએ કે આ ટેસ્ટ કરવાં માટે તમારે ફિલ્ટર પેપરને અન્ય કોઈ જગ્યા પરથી ખરીદવાની જરૂરત નથી. કારણ કે તમે પેટ્રોલ પમ્પ સંચાલક પાસે જ તે માંગી શકો છો. મિત્રો, ફેડરેશન ઓફ પેટ્રોલ-ડીલર એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ડ પારસ જૈન જણાવે છે કે, ઘણા બધા પેટ્રોલ પમ્પ વાળા પેટ્રોલમાં સોલવન્ટ મિક્ષ કરે છે, જેનાથી પેટ્રોલ મિક્ષ થવા છતાં ડાધ છોડતું નથી. તો આવા કેસમાં તમે પેટ્રોલની ડેન્સિટી તપાસીને એની શુદ્ધતા તપાસી શકો છો. દરેક પેટ્રોલ પમ્પ પર ડેન્સિટી જાર હોય છે તેનો ઉપયોગ કરી તેમે પેટ્રોલની શુદ્ધતા તપાસી શકો છો.

શુદ્ધ પેટ્રોલની ડેન્સિટી કેટલી હોવી જોઈએ?

મિત્રો તમે ડેન્સિટી જારની મદદથી પેટ્રોલની શુદ્ધતાની તપાસ કરી શકો છો. જણાવી દઈએ કે 730 થી 800 ની વચ્ચે પેટ્રોલની ડેન્સિટી હોવી જોઈએ. આટલી ડેન્સિટીને શુદ્ધ માનવામાં આવે છે. ભેળસેળ યુક્ત પેટ્રોલની ડેન્સિટી 730 થી ઓછી અને 800 થી વધારે હોય છે.

અને ડીઝલની ડેન્સિટી 830 થી 900 ની વચ્ચે હોય છે. એની તપાસ તમે ડેન્સિટી જારથી કરી શકો.

જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમે પહેલા ફિલ્ટર પેપરમાં તપાસ કરી ચુક્યા છો પણ તેમાં તમે સંતુષ્ટ નથી તો તમે ડેન્સિટી જારનો ઉપયોગ કરી તપાસ કરી શકો છો. જણાવી દઈએ કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 મુજબ, બધા ગ્રાહકોને પેટ્રોલની શુદ્ધતા માપવાનો અધિકાર હોય છે.

જો તમારે ડેન્સિટી ચેક કરવી હોય તો તમે હાઈડ્રોમીટર, 500ml જાર, અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ ઓફ મટીરિયલ્સ (ASTM), થર્મોમીટર, કન્વર્જન ચાર્જની જરૂર પડે છે. હાઈડ્રોમીટર બધા પ્રકારના લિકવિડની ડેન્સિટી તપાસવા માટે શ્રેષ્ઠ ઉપકરણ છે. અને તમને આ બધી વસ્તુઓ પેટ્રોલ પમ્પમાં મળી જશે. અલગ-અલગ ધનત્વના ટેમ્પ્રેચર પર ડિફરન્સ કાઢવામાં આવે છે.

પેટ્રોલ પંપ વાળા નોઝલમાં છેડછાડ કરીને 100 થી 150 ml ઇંધણની હેરાફેરી કરતા હોય છે. આંકડો તમને નાનો લાગે પણ આખા દિવસનો સરવાળો કરવામાં એ તો તે ઘણો વધી જાય છે. એવામાં જો તમને એવું લાગે કે ઓછા પેટ્રોલમાં તે બરાબર ચેક નથી કરતા, તો 5 લીટરનો ટેસ્ટ કરવો જોઈએ. 5 લિટરનું પ્રમાણિત વાસણ પણ પેટ્રોલ પમ્પ પર હોય છે. તપાસ કરવા માટે તમે 5 લીટર પેટ્રોલ કે ડીઝલ એમાં નાખીને ચેક કરી શકો છો કે માપ સરખું છે કે નહિ.

અશુદ્ધ પેટ્રોલ-ડીઝલ વેચે તો શું કરવું?

જણાવી દઈએ કે કંપનીના અધિકારીઓનો નંબર દરેક પેટ્રોલ પમ્પમાં લખેલો હોય છે. અને ભેળસેળ સાબિત થાય તો તમે સીધા અધિકારીને ફરિયાદ કરી શકો છો. અને તમે ગ્રાહક કોર્ટમાં પણ એની ફરિયાદ કરી શકો છો. તેમજ પેટ્રોલ વેચનાર કંપની પાસે વળતર પણ માંગી શકો છો. કંપનીમાં ફરિયાદ થાય ત્યારે શોકોઝ નોટિસ પેટ્રોલ પમ્પના સંચાલકોને મોકલવામાં આવે છે અને પેનલ્ટી લગાડવામાં આવે છે.