હવે ઘરે તૈયાર કરો સ્વાદિષ્ટ ઇદડા, થશે વારંવાર ખાવાનું મન થશે.

0
2163

આ રેસિપીથી હવે ઘરેમાં બનાવો સ્વાદિષ્ઠ અને સોફટી ઇદડા, વારંવાર ઘરે જ બનાવીને ખાશો.

મિત્રો, ગુજરાતીની વાત કરવામાં આવે તો એ દરેક કામમાં હંમેશા પ્રથમ હોય છે, ભલે એ કોઈ રાજકારણ, નવો બીજનેસ હોય કે પછી કોઈ ખાવાની બાબત હોય. ગુજરાતીઓ દરેક વસ્તુમાં કઈને કઈ ઉમેરીને ટેસ્ટી અને અલગ ટેસ્ટ આપે છે. તો આજે અમારા દ્વારા તમારા માટે એક ખાસ રેસીપી લઇને આવ્યા છીએ. જે લગભગ બધા લોકોની મનપસંદ હોય છે. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવાય છે ઇદડા.

બનાવવા માટેની સામગ્રી :

ચોખા, ત્રણ કપ

અડદની દાળ, એક કપ

પલાળેલા પૌઆ, ચોથા ભાગનો કપ

મરચા-આદુની પેસ્ટ, ત્રણ મોટી ચમચી લીલા

હીંગ, એક નાની ચમચી

ઇનો, એક ચમચી

લાલ મરચું, એક મોટી ચમચી

કાળામરી, એક ચમચી

મીઠું, સ્વાદ મુજબ

તેલ, ચોથા ભાગનો કપ

કોથમીર, એક ચમચી

બનાવવા માટેની રીત :-

મિત્રો, આ સ્વાદિષ્ઠ ઇદડા બનાવવા માટે તમારે સૌથી પ્રથમ ચોખા અને અદડની દાળ બંને સાથે પાંચ કલાક માટે પલાળી રાખવાના છે. ચોખા, અદડની દાળની સાથે સાથે પલાળેલા પૌઆને પણ મિક્સરમાં નાખીને દળી લેવા. ફરીથી પાંચ કલાક માટે બાજુમાં મૂકી રાખવા. ત્યાર બાદ તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ, હિંગ અને મીઠું નાખવું. ત્યારબાદ ઈદડાના ખાસ કુકરમાં પાણી ઉકાળવા મુકવુ.

આ સમયમાં તમારે એક ડિશ લઈને તેમાં તેલનું પડ ચડાવું. પછી બનાવેલા ઈદડાના ખીરામાં ઈનોનું પાઉચ ઉમેરી બરાબર હલાવી દેવું, અને થાળીમાં એ ખીરું રેડવું. ઉપરથી લાલ મરચાંની ભૂકી અને મરી પાવડર નાખવો. પછી કુકરમાં થાળી મૂકીને એને પાંચ મિનિટ માટે ધીરે ધીરે વરાળથી ચઢવા દેવું. હવે થાળી બહાર કાઢયા બાદ ઉપર તેલ લગાવીને પીરસવું. તેમજ રાઈનો વઘાર કરી ઉપર કોથમીર અને તલથી સજાવવુ.

આ રીતે તમે એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ તેમજ બહાર બજારમાં મળે એવા જ ઇદડા ઘરે બનાવી શકો છો. અને આવા પ્રકારની વાનગીઓની ખાસ વાત એ હોય છે કે, આપણે એને ઘરે જાતે બનાવતા હોવાથી એમાં દરેક વસ્તુ તાજી અને સારી ગુણવત્તાની વાપરીએ છીએ. જે આપણા સ્વાસ્થયને નુકશાન નથી પહોંચાડતી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.