જાણો એ રહસ્યમય આઈલેન્ડ વિષે જ્યાં મહિલાઓના જવા પર પ્રતિબંધ છે અને પુરુષો માટે છે અજીબ નિયમ

0
925

વિશ્વના લગભગ બધા દેશોમાં ઘણા પ્રકારના નિયમ બનાવવામાં આવ્યા છે. એક તરફ જ્યાં આ નિયમોમાં પુરુષો અને મહિલાઓને બરાબર હક આપવામાં આવે છે, ત્યાં ઘણી જગ્યાએ એમાં અંતર જોવા મળે છે. પણ શું તમે જાણો છો? કે જાપાનમાં એક એવી જગ્યા છે, જ્યાં મહિલાઓને જવાની મનાઈ છે, અને સાથે જ પુરુષો માટે ત્યાં જવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે.

આ જગ્યા જાપાનમાં જ છે, જેને ઓકિનોશિમા આઈલેન્ડના નામથી ઓળખવામાં આવે છે. આ આઈલેન્ડ પર મહિલાઓના જવા પર પ્રતિબંધ છે. અહીં સુધી કે આ આઈલેન્ડ પર જવા માટે પુરુષો માટે પણ કડક નિયમ બનાવવામાં આવ્યા છે. ઓકિનોશિમા આઈલેન્ડને યૂનેસ્કોએ વિશ્વ ધરોહર જાહેર કર્યું છે.

700 વર્ગ મીટરમાં ફેલાયેલા આ ટાપુ વિષે કહેવામાં આવે છે કે, ચોથીથી નવમી શતાબ્દી સુધી આ કોરિયાઈ દ્વીપકલ્પ અને ચીન વચ્ચે વ્યાપારનું કેંદ્ર હતું. આ આઈલેન્ડને ધાર્મિક રૂપથી ઘણું પવિત્ર માનવામાં આવે છે. જુના સમયથી ચાલી આવી રહેલા ધાર્મિક પ્રતિબંધો આજે પણ આ આઈલેન્ડ પર માન્ય છે, જેમાં મહિલાઓના આવવા પર પ્રતિબંધ પણ શામેલ છે.

કહેવામાં આવે છે કે, આ આઈલેન્ડ પર જવા પહેલા પુરુષોએ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું જરૂર હોય છે. અહીં નિયમ એટલા કડક છે કે, આખા વર્ષમાં ફક્ત 200 પુરુષ જ આ ટાપુ પર જઈ શકે છે. જે લોકો આ આઈલેન્ડ પર જાય છે, તેમને કડક ચેતવણી આપવામાં આવે છે કે, તેઓ ત્યાંથી કોઈ પણ વસ્તુ પોતાની સાથે ન લાવે.

અહીં સુધી કે એમને એ પણ કહેવામાં આવે છે કે, પોતાની યાત્રા વિષે કોઈને પણ ન જણાવે. અસાહી શિંબૂન ન્યુઝ પેપરના રિપોર્ટ અનુસાર, ત્યાંથી પાછા આવવા વાળા લોકો પોતાની સાથે ઘાસ પણ નથી લાવી શકતા. હકીકતમાં આ આઈલેન્ડ પર મુનાકાતા તાઈશા ઓકિત્સુ મંદિર આવેલું છે, જ્યાં સમુદ્રની દેવીની પૂજા કરવામાં આવે છે. તેમજ 17 મી શતાબ્દીમાં અહીં જહાજોની સુરક્ષા માટે પૂજા કરવામાં આવતી હતી.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.