IAS ટીના ડાબી અને અતહર થશે અલગ, ફેમિલી કોર્ટમાં બંને એ આપી છૂટાછેડાની અરજી.

0
274

એવું શું થયું કે IAS ટોપર ટીના ડાબીએ આપવી પડી છૂટાછેડાની અરજી. સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપર રહેલી ટીના ડાબી અને અતહર આમીરે એક બીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બંનેએ 17 નવેમ્બરના રોજ જયપુરની એક ફેમીલી કોર્ટમાં એકબીજાની સંમતીથી છૂટાછેડાની અરજી દાખલ કરી છે. સિવિલ પરીક્ષામાં ટોપર રહેલી ટીના અને અતહરની લવ સ્ટોરી ઘણી ચર્ચામાં રહી હતી. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.

અહેવાલ મુજબ, દિલ્હીના પર્સનલ એંડ ટ્રેનીંગ ડીપાર્ટમેન્ટમાં એક કાર્યકમમાં 11 મેં 2015ના રોજ બંનેની મુલાકાત થઇ હતી. તે દરમિયાન બંને એક બીજા સાથે પ્રેમ કરી બેઠા હતા. હવે બંનેના સંબંધોમાં કડવાશ ઉભી થઇ ગઈ છે. અરજીમાં બંને તરફથી કહેવામાં આવ્યું છે કે હવે અમે આગળ સાથે નહિ રહી શકીએ. હાલમાં બંને જયપુરમાં રહે છે. ટીના નાણા વિભાગમાં સંયુક્ત સચિવ અને આમીર સીઈઓ ઈજીએસના હોદ્દા ઉપર કાર્યરત છે.

tina dabi
tina dabi – source facebook profile

આઈએએસ ટોપર ટીના ડાબી અને અતહર આમીરના લગ્નના નિર્ણય ઉપર હિંદુ મહાસભાએ વાંધો ઉઠાવ્યો હતો. અતહર અનંતનાગના રહેવાસી છે અને ટીના ડાબી દિલ્હીની રહેવાસી છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમણે જણાવ્યું છે કે અમે આગળ સાથે નથી રહી શકતા. તેથી કોર્ટ અમારા લગ્નને છુટા જાહેર કરે અને અમને છૂટાછેડા લેવાની મંજુરી આપે. ટીના અને અતહર બંને રાજસ્થાન કેડરના અધિકારી છે અને લગ્ન પછી તે બંને જયપુરમાં એક સાથે જ રહેતા હતા. આમ તો થોડા મહિના પહેલા ટીનાએ તેનું ઘર બદલી નાખ્યું હતું.

આ રીતે શરુ થઇ હતી લવ સ્ટોરી : યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા 2015ની ટોપર રહેલી ટીના ડાબી અને યુપીએસસી પરીક્ષા 2015માં બીજું સ્થાન પ્રાપ્ત કરવા વાળા અતહરને એક બીજા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો. તેની પહેલી મુલાકાત યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા 2015ના પરિણામ પછી રાખવાના આવેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન થઇ હતી. અતહરે ટીના પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ હતી. ત્યાર પછી બંનેએ એક સાથે તાલીમ લીધી હતી અને તે તાલીમ દરમિયાન જ તે બંનેને પ્રેમ થઇ ગયો.

ત્રણ વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી તેમણે વર્ષ 2018માં લગ્ન કરી લીધા હતા. આ બંનેના લગ્ન હિંદુ અને મુસ્લિમ રીવાજ મુજબ થયા હતા. તેના લગ્નમાં ઘણા બધા રાજનેતા પણ સામેલ થયા હતા. જયારે ઘણા લોકોએ તેમના લગ્નને લવ ક્રાંતિ કહ્યું હતું.

tina dabi
tina dabi – source facebook profile

લગ્નના થોડા સમય સુધી બધું સારું ચાલી રહ્યું હતું. ટીનાએ લગ્ન પછી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેના નામની આગળ ‘ખાન’ અટક પણ જોડી દીધી હતી અને પોતાને કાશ્મીરી વહુનું ટેગ આપ્યું હતું. પરંતુ પાછળથી અચાનકથી વિચારમાં અંતર આવવાને કારણે તે બંને અલગ જ થઇ ગયા.

અલગ થયા પછી ટીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી તેના નામની આગળથી ‘ખાન’ દુર કરી દીધું. તેની સાથે જ ટીનાએ ટ્વીટર ઉપર અને ઈંસ્ટાગ્રામ ઉપર પતિને અનફોલો પણ કરી દીધા હતા. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ બંને વચ્ચે સારું નથી ચાલી રહ્યું. તે હવે આ બંનેએ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી છે.

આ માહિતી આજતક-ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.