નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો જો “સંઘ લોક સેવા આયોગ” આ નામ વિષે કોઈને પૂછવામાં આવે તો, ઘણા ઓછા લોકો એના વિષે જાણતા હશે. પણ આ જ નામનું અંગ્રજીમાં ટૂંકું નામ કોઈને જણાવીએ, તો ત્યારે તમને થશે કે તમને આના વિષે જાણો જ છો. આનો અર્થ છે “UPSC”. તમે બધા જાણો છો કે, યુપીએસસીની પરીક્ષા પાસ કરવી ખુબ કઠિન છે.
તમારા માંથી ઘણા મિત્રોએ એના પ્રયત્ન કર્યા હશે, અને તેમાંથી ઘણા પાસ પણ થયા હશે. એટલે એમને તો ખબર છે જ કે, આ પરીક્ષામાં પાસ થવું કેટલું મુશ્કેલ છે. મિત્રો, સિવિલ સર્વિસની પરીક્ષામાં ઘણા મુશ્કેલ પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાં રિટન ટેસ્ટ પાસ કર્યા પછી IAS બનાવાના આખરી સમય પર ઇન્ટરવ્યૂની પ્રક્રિયા થાય છે. ઇન્ટરવ્યૂમાં પરીક્ષા કરતા પણ ઘણા મુશ્કેલ પ્રશ્ન પૂછવામાં આવે છે. તેમાંથી ઘણા સવાલ એવા હોય છે જેના વિષે આપણે વિચાર્યુ પણ નહિ હોય.
આ પરીક્ષાના ઈન્ટરવ્યુંમાં ઘણા એવા પ્રશ્ન નીકળે છે, જે આપણા અભ્યાસ કરતા અલગ હોય છે. અને ઇન્ટરવ્યૂ દરમ્યાન તમારે એવા સવાલોના જવાબ તરત આપવા પડે છે. એના આધારે જ તમારું સિલેકશન થાય છે. આ સવાલોના તમે કેટલા જલ્દી અને કેવું મગજ લગાવીને જવાબ આપો છે, એ તમને નોકરી મેળવવામાં મદદ કરે છે.
તમે જેટલા જલ્દી જવાબ આપશો તેટલી તમારા સિલેક્ટ થવાની તક વધી જાય છે. આ સવાલ ખુબ અલગ હોવાની સાથે આ તમારા IQ લેવલને ચકાસવા વાળા હોય છે. અમે આજે અમે એવા જ થોડાક સવાલ લઈને આવ્યા છીએ, જેનો જવાબ તમારા માંથી મોટાભાગના લોકોને ખબર હશે નહિ. પરંતુ અમે સવાલની સાથે સાથે તેના જવાબ પણ લઈને આવ્યા છીએ, એટલે તમે પહેલા સવાલ જોઈને પછી જવાબ આપો અને પછી અમારો જવાબ જોઈને પોતાની મગજ શક્તિ જાણી લો.
આજે અમે તમને એવા જ ઘણા સવાલો જણાવીશું તો જાણો ક્યાં સવાલ પૂછવામાં આવે છે :
સવાલ 1 :
કેવી રીતે એક કાચા ઈંડાને જમીન પર ફેંકવામાં આવે કે તે તૂટે નહિ?
જવાબ : જમીન ઈંડાથી વધારે મજબૂત હોય છે એટલે જમીન નહિ તૂટે. (અહિંયા એવું સ્પષ્ટ નથી કર્યું કે ઈંડું તૂટે નહિ.)
સવાલ 2 :
કોઈ વ્યક્તિ 8 દિવસ ઊંઘ્યા વિના કેવી રીતે રહી શકે છે?
જવાબ : કારણ કે તે દિવસમાં ઊંઘતો ન હતો પણ રાત્રે ઊંઘતો હતો એટલે રહી શક્યો.
સવાલ : 3
એવું તે શું છે જે અડધા સફરજનની જેમ દેખાય છે?
જવાબ : બચેલું અડધું સફરજન.
સવાલ 4 :
રામ અને શ્યામ બે જુડવા ભાઈઓ છે, બંનેનાં જન્મ ”મે” માં થયા પણ જન્મદિવસ જૂનમાં આવે છે, આ કેવી રીતે સંભવ છે જણાવો?
જવાબ : આ સવાલનો જવાબ છે “મે” નામનું શહેરનું નામ છે.
સવાલ : 5
(આ સવાલ એક છોકરીને પૂછવામાં આવ્યો હતો) : તમે શું કરશો કે એક સવારે તમને અચાનક ખબર પડે કે તમે પ્રેગ્નેટ છો?
જવાબ : “હું ખુબ ખુશ થાવ અને આ ખુશખબરને મારા પતિ સાથે શેયર કરીશ.”
સવાલ : 6
જેમ્સ બોન્ડ વિમાન માંથી વગર પેરાશુટે કૂદી જાય છે પણ તેનું મૃત્યુ થયું નહિ. કેમ?
જવાબ : કારણ કે વિમાન રન વે પર હતું.
સવાલ 7 :
તમારા એક હાથમાં 3 સફરજન છે, અને 4 નારંગી છે અને બીજા હાથમાં 4 નારંગી અને 3 સફરજન છે તમે શું લેવા માંગશો?
જવાબ : હાથ, જેથી બધા નારંગી અને સફરજન લઇ લઉ.
સવાલ 8 :
જો હું તમારી બહેનને લઈને ભાગી જાયું તો તમે શું કરશો?
જવાબ : તમે મારી બહેનને ઓળખતા જ નથી તો લઈને નહિ ભાગી શકો, એટલે મારે કાઈ કરવાની જરૂર નથી.