આ જગ્યાએથી મળ્યો વાયુસેનાના ગુમ થયેલા વિમાનનો કાટમાળ

0
685

ભારતીય વાયુસેનાના ગુમ થયેલા AN-32 વિમાનનો કાટમાળ મળી ગયો છે. વિમાનનો કાટમાળ અરુણાચલ પ્રદેશના લીપોના ઉત્તરી ક્ષેત્રમાં મળ્યો છે. આ વિમાન ત્રણ જુનના રોજ જોરહાટ એયરપોર્ટ પરથી ઉડાણ ભર્યા પછી ગુમ થઈ ગયું હતું. એમાં 13 લોકો હજાર હતા. ભારતીય વાયુસેનાના MI-17 હેલીકોપ્ટરે આ કાટમાળ શોધી કાઢ્યો છે. AN-32 વિમાનનો અરુણાચલ પ્રદેશના જમીન પરના સ્ત્રોતો સાથે અંતિમ સંપર્ક ત્રણ જુનના રોજ થયો હતો.

ભારતીય વાયુસેનાએ જાણકારી આપી છે કે, ગુમ થયેલા AN-32 વિમાનના કાટમાળને લીપોથી 16 કિલોમીટર ઉત્તર તરફ, એ વિમાનની શોધમાં કાર્યરત MI-17 હેલીકોપ્ટર દ્વારા જોવામાં આવ્યો હતો. વિમાનનો કાટમાળ જે જગ્યા પરથી મળ્યો છે તે અરુણાચલ પ્રદેશમાં AN-32 ના ઉડાણ માર્ગથી લગભગ 15 – 20 કિલોમીટર ઉત્તર તરફ છે. વાયુસેનાએ કહ્યું કે, બચેલા લોકોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગળની સ્થિતિની જાણકારી જલ્દી જ જાહેર કરવામાં આવશે.

સતત ચાલી રહ્યું હતું એની શોધનું અભિયાન :

વિમાનની શોધમાં વાયુસેના, સેના, જીલ્લા અને સ્થાનિક પ્રશાસન દ્વારા એની શોધ કરવાનું અભિયાન ચાલી રહ્યું હતું. હેલીકોપ્ટર અને C-130J વિમાન દિવસમાં આ અભિયાન ચલાવી રહ્યા હતા, જયારે યૂએવી અને C-130J વિમાને રાત્રે આ અભિયાન શરુ રાખ્યું હતું. સેના, આઈટીબીપી, રાજ્ય પોલીસ અને સ્થાનિક લોકો સતત જમીન પર એની શોધ કરી રહ્યા હતા.

ખરાબ વાતાવરણને કારણે બે દિવસથી હવાઈ શોધ અભિયાનમાં મુશ્કેલી આવી હતી, પણ સોમવારે ફરીથી એને શરુ કરવામાં આવ્યું હતું. શનિવારે વાયુસેનાએ આ વિમાનની જાણકારી આપવા વાળાને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.