હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું, કે મારા પિતાનું દેવું જલ્દી જ ચૂકતે થઈ જાય જેથી હું સ્કૂલ જઈ શકું… જાણો વિગત.

0
1342

આજના દોડધામ ભરેલા જીવનમાં માણસ એટલો વ્યસ્ત બની ગયો છે કે, પોતાના વર્તનમાં પણ દિવસેને દિવસે નીચા જઈ રહ્યા છે. તેણે લોકો સાથે બે ઘડી ઉભા રહીને હસીને વાતચિત કરવાનું પણ છોડી દીધું છે. એક સમય હતો, જયારે લોકો અજાણ્યા સાથે પણ કલાકો વર્ચિત કરતા હતા. પરંતુ આજના સમયમાં લોકો પોતાનામાં જ એટલા વ્યસ્ત રહે છે કે બીજાને મહત્વ આપવાનું જ ભૂલી જાય છે.

ખાસ કરીને નાના મોટા કામ કરવા વાળા લોકો સાથે પ્રેમપૂર્વક વાત પણ નથી કરતા. એટલે કે તમે બધાએ પણ રોડ ઉપર બેઠેલા વ્યક્તિ પાસે તમારા બુટ પાલીસ જરૂર કરાયા હશે. પરંતુ શું તમે ક્યારેય તે બુટ પાલીસ કરવા વાળા તરફ ધ્યાનથી જોયું છે? તેની સાથે વાત કરી છે? તેને જોઇને હસ્યા છો? કદાચ તમારા માટે તે કોઈ મોટી વાત નથી પરંતુ બુટ પાલીસ વાળા માટે બે મીઠી વાત અને એક હાસ્ય ઘણું મહત્વ ધરાવે છે.

વાત એ છે કે હમ્પી ગામના એક બાળકે તે વાતને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. હમ્પી મુંબઈના રોડ ઉપર બુટ પાલીસ કરવાનું કામ કરે છે. તેના માટે પિતા ઉપર ઘણું દેવું છે એટલા માટે તેની મદદ કરવા તે પોતાના કાકા સાથે બુટ પાલીસ કરવા બેસી ગયો છે. બાળકની લોકો વિષે એક ફરિયાદ છે કે સવાર સાંજ સુધી બેસી રહું છું. સેંકડો લોકો પોતાના બુટ પાલીસ પણ કરાવે છે પરંતુ તેમાંથી કોઈ પણ ક્યારેય તેની તરફ નજર નથી ફેરવતા, સમજો કે આ દુનિયામાં છું જ નહિ. અદ્રશ્ય થઇ ગયો હોય. તેનું કોઈ કારણ પણ નથી.

‘હ્યુમન ઓફ બોમ્બે’ ના આ બાળકના દિલની વાત પોતાની ફેસબુકના પેજ ઉપર શેર કરી છે. તે કહે છે. હું હમ્પીનો છું, (મુંબઈ) છેલ્લા બે મહિનાથી સ્કુલની રજાઓમાં મારા કાકાની દુકાન ઉપર કામ કરું છું, જેથી માતા પિતાનું દેવું ચૂકવાઈ જાય. હું અહિયાં સવારથી લઈને સાંજ સુધી બેસું છું, ઘણા પ્રકારના લોકો રોજ આવે છે. કોલેજ જવા વાળા વિદ્યાર્થી, ઓફીસ જવા વાળા, આંટીઓ અને અંકલ્સ વગેરે.

હું બસ અહિયાં બેસી રહું છું અને તેના બુટ સારી રીતે સાફ કરું છું. પણ આજ સુધી કોઈએ ઉભા રહીને મારી સાથે બે ઘડી વાત નથી કરી. જેમ કે હું અદ્રશ્ય છું. ઘણા લોકો તો મારી આંખોમાં જોતા પણ નથી. ઘણા પોતાનું કામ કરાવીને જલ્દીથી નીકળી જાય છે. અને ઘણા કોઈ કારણ વગર મારી સાથે ગુસ્સા પૂર્વક વાત પણ કરે છે. જો હું કાંઈ બોલું તો મને અપમાનિત કરી દે છે અને કહે છે કે તારા કામ ઉપર ધ્યાન આપ.

બાળક આગળ જણાવે છે, તેવામાં હું બસ એ જ વિચારું છું કે જો હું ભણેલો ગણેલો હોત, આ રોડ ઉપર બેસવાને બદલે કોઈ સારી દુકાનમાં બેઠો હોત, તો શું ત્યારે પણ લોકો મારી સાથે આવું જ વર્તન કરત? જેમ કે હું તેમની સાથે વાત કરવાને લાયક જ નથી. પહેલા મને તે ઘણું ખરાબ લાગતું હતું, પરંતુ હવે ટેવ જ પડી ગઈ છે. હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારા માતા પિતાનું દેવું જલ્દી ચૂકતે થઇ જાય, જેથી હું સ્કુલે જઈ શકું, મતો અભ્યાસ પૂરો કરી શકું, નોકરી કરી શકું, સારો પગાર મળી શકે.

સૌથી મહત્વની વાત એ હું લોકો સામે અદ્રશ્ય ન બની રહું. મને લાગે છે કે હવે મારા બધા સપના પુરા થશે કેમ કે તમારા જેવા લોકોએ આજે ઉભા રહીને મારી સાથે વાત કરી, મિત્રો કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, બધા લોકોને સમાન મહત્વ આપતા શીખવું જોઈએ. તમારી થોડી એવી વાતચીત અને હાસ્ય ઘણા લોકોનો દિવસ સુધારી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.